For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Confirmed: ભારતમાં લોન્ચ થશે લેમ્બોર્ગિનીની આ કાર

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટો બજાર વિશ્વની મોટાભાગની વૈભવી કાર માટે શાનદાર અને લાભદાયક માર્કેટ બનતું થઇ રહ્યું છે. જો કે, તેમાંની કેટલીક વૈભવી કાર નિર્માણ કંપનીઓની હાજરી ભારતમાં અન્યોની સરખામણીએ ઓછી છે, જેમ કે, લેમ્બોર્ગિની. ભારતમાં અન્ય વૈભવી કાર નિર્માણ કંપનીઓની સરખામણીએ લેમ્બોર્ગિનીની હાજરી ઓછી છે, છતાં પોતાના પ્રતિસ્પર્ધીઓ સાથે સ્પર્ધા કરવાના મામલે લેમ્બોર્ગિની પ્રતિસ્પર્ધીઓને કપરી ટક્કર આપી રહી છે અને વિતેલા ગ્રોથમાં તેણે મજબૂતી દર્શાવી છે.

ગેલાર્ડોએ કંપનીની સૌથી સારી સેલિંગ કાર છે, વિશ્વભરમાં લેમ્બોર્ગિનીનું આ મોડલ મોટી માત્રામાં વેચાયું છે અને ભારતમાં પણ તેનો નોંધપાત્ર દેખાવ રહ્યો છે, પરંતુ અચુક પણે લેમ્બોર્ગિનીની આગામી કાર હુરાકન સામે પડકારો છે, અને લોકોને એ પ્રશ્ન પણ છેકે શું લેમ્બોર્ગિનીની હુરાકન ગેલાર્ડોની જેમ સફળ નિવડશે અને તેના કરતા પણ સારું પર્ફોર્મ કરશે?

માહિતી અનુસાર ભારતમાં હુરાકનની કિંમત 3.4 કરોડ રૂપિયાની આસપાસ હશે, આ કારને વર્ષના મધ્યાતંરે ભારતમાં લોન્ચ કરવામાં આવશે અને તેને સપ્ટેમ્બરથી ડિલિવર કરવામાં આવશે. વિશ્વભરમાં અંદાજે 1 હજાર જેટલી લેમ્બોર્ગિની હુરાકનનું બુકિંગ કરવામાં આવ્યું છે, જેમાંની ઘણી ખરીનું બુકિંગ ભારતમાંથી કરાયું છે, તેમ લેમ્બોર્ગિની ઇન્ડિયાના હેડ ઓફ ઓપરેશન, પવન શેટ્ટીએ કહ્યું છે. તો ચાલો તસવીરો થકી ભારત સાથે જોડાયેલા લેમ્બોર્ગિનીના રસપ્રદ તથ્યો પર નજર ફેરવીએ.

ભારતનો ફાળો માત્ર એક ટકા

ભારતનો ફાળો માત્ર એક ટકા

લિમ્બોર્ગિનીના વૈશ્વિક વેચાણમાં ભારતનો ફાળો માત્ર એક ટકા છે પરંતુ આશા રાખવામાં આવે છે કે ટોપ 10 માર્કેટમાં કંપની ટૂંકા ભવિષ્યમાં પહોંચી જશે.

2013માં 22 યુનિટનું વેચાણ

2013માં 22 યુનિટનું વેચાણ

2013માં કંપનીએ 22 યુનિટ વેચ્યા હતા, કદાચ આ આંકડો નાનો હોઇ શકે પરંતુ જે વૃદ્ધિના 29 ટકા સમાન છે.

સ્પેશિયલ પ્રાઇવેટ પ્રીવ્યૂ ભારતમાં

સ્પેશિયલ પ્રાઇવેટ પ્રીવ્યૂ ભારતમાં

ભારતમાં હુરાકનનો સ્પેશિયલ પ્રાઇવેટ પ્રીવ્યૂ યોજવામાં આવ્યો હતો. આ ખાસ સન્માન અમુક માર્કેટના જ ફાળે જતું હોય છે.

ભારતમાં ખુલશે ત્રીજો આઉટલેટ

ભારતમાં ખુલશે ત્રીજો આઉટલેટ

બુટીક બ્રાન્ડ હોવાના કારણે ભારતમાં લેમ્બોર્ગિનીના બે આઉટલેટ્સ છે, જે દિલ્હી અને મુંબઇમાં આવેલા છે, હવે કંપની 2014ના મધ્યાંતરે બેંગ્લોરમાં ત્રીજો આઉટલેટ ખોલવાનું વિચારી રહી છે.

લેમ્બોર્ગિનીના ભારતીય ગ્રાહકોની ઉમર

લેમ્બોર્ગિનીના ભારતીય ગ્રાહકોની ઉમર

ભારતમાં લેમ્બોર્ગિનીના ગ્રાહકોની એવરેજ ઉમર 35-40 વર્ષ છે.

મોટાભાગના બિઝનેસ મેન

મોટાભાગના બિઝનેસ મેન

ભારતમાં લેમ્બોર્ગિની ખરીદનારાઓમાં મોટાભાગે બિઝનેસ મેન છે.

English summary
Lamborghini Huracan India Launch In Sept, 3rd Showroom In Bangalore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X