લોન્ચ થઇ ડેટસનની નવી કાર, કિંમત અને ફિચર જાણો અહીં

Written By:
Subscribe to Oneindia News

ડેટસને તેની રેડી-ગો 1.0 લીટરને ભારતમાં લૉન્ચ કરી છે. આ ગાડીની કિંમત 3,57,333ની રાખવામાં આવી છે. ભારતીય બજારમાં 800સીસી ના વેચાણ બાદ તેને ભારતના બજારમાં લાવવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર બડા ગો અને ગો+ ને લઈ લોકોની પ્રતિક્રિયા પ્રમાણમાં સારી નથી રહી, ત્યારે ભારતના બજારમાં ડેટસનની આ ત્રીજી સીરીઝ રેડી-ગો હેચબેક કદાચ તેમનું નસીબ બદલવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. એક વિશાળ કેબિન, ઓછા ભાવ, ઓછુ ઈંધણ ખાતું એન્જિન અને વધુ શક્તિ ધરાવતી કાર સાથે ડેટસન રેડી-ગો તૈયાર છે. જો તમે આ કાર ખરીદવા માંગતા હોવ તો તેના વિશે વધુ જાણો અહીં..

ડેટસન રેડી-ગો 1.0 કારની ડિઝાઈન

ડેટસન રેડી-ગો 1.0 કારની ડિઝાઈન

Datsun redi-GO 1.0 કારની ડિઝાઈનમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેને બહારથી જોતા 800સીસી જેવી જ દેખાય છે અને અંદરની સીટ અને ડેશબોર્ડનું થીમ કાળા રંગનું રાખવામાં આવ્યું છે. આ રંગ મોટા ભાગે લોકોને આકર્ષે છે અને બધા સાથે મેચ પણ થાય છે. તે ઉપરાંત ડિસ્ક ડ્રાઈવ, યુએસબી અને ઓલ્ક ઈનપુટથી તે સજ્જ છે.

કારનું એન્જિન

કારનું એન્જિન

ડેટસન રેડી-ગો એસ્પિરેટેડ 999સીસી એન્જિનને રેનૉલ્ટ ક્વિડના રૂપમાં રાખવામાં આવ્યું છે. ત્રણ સિલેંડર એન્જિનમાં 67બીપીએચની વધુ ઊર્જા ઉત્પન્ન થશે અને 91એનએમના ટોર્ક પર 14બીએચપીનું ઉત્પાદન કરે છે. જે 800સીસી કરતા ઘણું જ વધારે છે.

કારમાં અન્ય સુવિધા

કારમાં અન્ય સુવિધા

આ કારમાં અંદરથી કંટ્રોલ થઈ શકે તેવા વ્યવસ્થા આપેલી છે. જેના કારણે ચાવી વગર પણ તમે આ કારને ખોલી શકો છો. કારમાં ડ્રાઈવર માટે જ એક ઍરબેગ આપવામાં આવી છે. તેનુ સ્ટીયરીંગ પ્રમાણમાં ઘણું હલ્કુ છે, આથી શહેરમાં કાર ચલાવતી વખતે સારી સ્પીડ આપે છે અને હાઈવે પર તે સરળ ડ્રાઈવિંગનો અનુભવ કરાવે છે.

કારની કિંમત

કારની કિંમત

ડેટસને આ કારની કિંમત પ્રમાણમાં વધારે રાખી છે. તે રેનૉલ્ટ ક્વિડની તુલનામાં પણ વધારે છે. 1.0લીટર એન્જિનની કિંમત 3.57 અને 3.7 લાખના બે વેરિએટ્સ ટી (ઓ) અને એસમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ વર્ષને અંતે નાની હેન્ડબેકની એએમટીની આવૃત્તિ બજારમાં આવવાની શક્યતા છે.

English summary
Datsun redi-GO new car launch in Indian market news in Gujarati
Please Wait while comments are loading...