For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાસ યુવાનો માટે વેસ્પાએ લોન્ચ કર્યું આ સ્કૂટર

|
Google Oneindia Gujarati News

ઇટલીની વાહન નિર્માણ કરતી કંપની પિઆગો દ્વારા તેની એક્સલુસિવ લિમિટેડ એડિશન વેસ્પા એસક્લુસિવોને લોન્ચ કરી છે. જોકે, કંપનીએ પોતાની આ લિમિટેડ એડિશનના માત્ર 1000 યુનિટ જ બનાવ્યા છે. કંપનીએ આ નવી વેસ્પાનું લોન્ચિંગ માત્રને માત્ર યુવા પેઢીને આકર્ષિત કરવા માટે કર્યું છે અને હવે આ એડિશન ફેશન સ્ટેમેન્ટ બનાવવા માટે તૈયાર થઇ ગયું છે.

પિઆગો ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રવિ ચોપરાએ કહ્યું છેકે, વેસ્પા એસક્લુસિવોએ ભારતમાં પિઓગાના સ્થાનને સિમ્બોલાઇઝ કરશે અને કંપની આ લિમિટેડ એડિશન મોડલનું નિર્માણ કરીને ઘણી જ ખુશ છે. તેમણે ઉમેર્યું કે, આ સ્કૂટર વેસ્પાના ચાહકો માટેની એક બેશકિંમતી સંપત્તિ સમાન હશે. તો ચાલો તસવીરો થકી વેસ્પાની નવી લિમિટેડ એડિશન અંગે જાણીએ.

વેસ્પાની લિમિટેડ એડિશન

વેસ્પાની લિમિટેડ એડિશન

લિમિટેડ એડિશન અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

વિશિષ્ટ બેજ

વિશિષ્ટ બેજ

દરેક યુનિટમાં વિશિષ્ટ બેજ આપવામાં આવ્યું છે. જે વેસ્પાને ઘણું જ એક્સલુસિવ બનાવે છે. અત્યંત સ્ટાઇલિશ વેસ્પા વીએક્સ પરથી પ્રેરિત, નવી બોડી પેઇન્ટ અને ડેકલ કોમ્બો તને વધારે અદભૂત બનાવે છે. વેસ્પાના અગાઉના મોડલ કરતા આ સ્કૂટર ઘણું આગળ પડતું છે.

ત્રણ કલર ઓપ્શન

ત્રણ કલર ઓપ્શન

વેસ્પાની લિમિટેડ એડિશનમાં ત્રણ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં મોન્ટ બિઆન્કો(વ્હાઇટ), રોસો ડ્રેગન(રેડ) અને નેરો મેટ્ટ(બ્લેક) કલર છે.

નવા વેસ્પાની ખાસિયત

નવા વેસ્પાની ખાસિયત

નવા વેસ્પમાં ખાસ ડ્યુએલ ટોન સીટ અપ્હોલ્સ્ટરિ આપવામાં આવી છે. જે ટોપ પર ગ્રે અને બ્લેક સાઇડ સાથે છે. તેમજ કલાત્મક રીતે સિલાઇ કરવામાં આવી છે. આ સીટ ખરેખર આકર્ષક લાગે છે.

 નવી વેસ્પાનું એન્જીન

નવી વેસ્પાનું એન્જીન

નવી વેસ્પાના એન્જીન અંગે વાત કરવામાં આવે તો જૂના વર્ઝનમાં જે એન્જીન હતું તેને યથાવત રાખવામાં આવ્યું છે. જે 125 સીસી સિલિન્ડર, એર કુલ્ડ એન્જીનમાં 10.46 PS, 9.6 Nmનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે.

ક્યારથી થઇ બ્રાન્ડની શરૂઆત

ક્યારથી થઇ બ્રાન્ડની શરૂઆત

ઇટાલિયન બ્રાન્ડે 1960માં બજાજ સાથે મળીને પોતાના ભારત અભિયાનની શરૂઆત કરી હતી. જ્યારે તેમનું લાઇસન્સ પૂર્ણ થઇ ગયું ત્યારે બજાજે વેસ્પા ડિઝાઇન સાથે જ ચેતક સ્ટૂકર બનાવવનું શરૂ કર્યું. 2012માં ઓટો એક્સ્પો કે જે દિલ્હીમાં યોજાયો હતો, તે થકી વેસ્પાએ ફરીથી ભારતમાં એન્ટ્રી કરી હતી.

English summary
The Italian manufacturer Piaggio, has launched an exclusive limited edition Vespa called the Vespa Esclusivo. Only 1,000 units will be made. This scooter, launched targeting the youth, is all ready to make a fashion statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X