For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિન્દ્રા ટૂંક સમયમાં લાવશે થારનું પેટ્રોલ વેરિએન્ટ, જાણો કયા નવા ફિચર્સ મળશે

મહિન્દ્રા ટૂંક સમયમાં લાવશે થારનું પેટ્રોલ વેરિએન્ટ, જાણો કયા નવા ફિચર્સ મળશે

|
Google Oneindia Gujarati News

મહિન્દ્રા થાર એક ઓફ-રોડ એસયુવી છે અને રોમાંચક મુસાફરી કરનારાઓ માટે આ કાર તેમની પ્રથમ પસંદગી છે. સમાચાર છે કે મહિન્દ્રા આવતા વર્ષે ભારતીય બજારમાં થારના પેટ્રોલ વેરિએન્ટ લોન્ચ કરી શકે છે. લદ્દાખમાં પરીક્ષણ દરમિયાન થારના પેટ્રોલ વેરિયન્ટને જોવામાં આવ્યું છે. મહિન્દ્રાને વિશ્વાસ છે કે થારનું પેટ્રોલ વેરિઅન્ટ આ કારને લાઇફસ્ટાઇલ સેગ્મેન્ટમાં વધારો અપાવશે અને કારનું વેચાણ વધશે.

એન્જીન

એન્જીન

એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્સયુવી 500 નું 2.2 લિટર પેટ્રોલ એન્જિન મહિન્દ્રા થારમાં લગાવવામાં આવશે. આ એન્જિન 148 બીએચપી પાવર અને 300 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. એન્જિનને સારી કામગીરી માટે પણ ટ્યુન કરી શકાય છે.

મેન્યુઅલ ગિયરબોક્સ

મેન્યુઅલ ગિયરબોક્સ

નવા થારમાં 6-સ્પીડ ઓટોમેટિક અને મેન્યુઅલ ગિયરબોક્સનો વિકલ્પ ઓફર કરી શકાય છે. થારના ડીઝલ વેરિએન્ટમાં, સ્કોર્પિયોનું 2.2-લિટર એમહોક એન્જિન લગાવી શકાય છે. આ એન્જિન 140 બીએચપી પાવર અને 320 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે.

કિંમત

કિંમત

મહિન્દ્રા એક્સયૂવી 500 ની 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ થારમાં લગાવી શકાય છે. આ કારમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો વિકલ્પ પણ મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે થારના પેટ્રોલ વેરિએન્ટના ભાવો ડીઝલ એન્જિન કરતા ઓછા હશે, જે તેને સામાન્ય કાર સેગમેન્ટમાં સ્થાન બનાવવામાં મદદ કરશે. થારનું વર્તમાન-જનરેશન એક ઓફ-રોડેર એસયુવી છે જેમાં ઓફ-રોડ કારની સુવિધાઓ છે.

લાઇફસ્ટાઇલ કાર

લાઇફસ્ટાઇલ કાર

જે લોકો મહિન્દ્રા થારને પસંદ કરે છે તે તેને લાઇફસ્ટાઇલ કાર તરીકે જુએ છે, તેથી આ કાર ઓફ-રોડ કરતાં સારા રસ્તાઓ પર વધારે જોવા મળે છે. થારને પેટ્રોલ એન્જિનમાં લાવીને મહિન્દ્રા આ કારની ઓફ-રોડ સાથે લાઇફસ્ટાઇલ સેગ્મેન્ટમાં પણ સ્થાન બનાવવા માંગે છે.

એક્સ-શોરૂમ કિંમત

એક્સ-શોરૂમ કિંમત

થારના પેટ્રોલ એન્જિનની કિંમત ડીઝલ એન્જિનના વેરિએન્ટ કરતા ઓછી હશે પરંતુ ઇન્ટિરિયરમાં આરામદાયક નવી કેબીન અને પહેલા કરતાં વધુ સુવિધાઓ મળશે, જેની કિંમત 2 લાખ રૂપિયા વધી શકે છે. થારની હાલની જનરેશનની એક્સ-શોરૂમ કિંમત 9.60-9.99 લાખ રૂપિયા છે.

અમારા વિચારો

અમારા વિચારો

ઘણા લોકો થારને ખરીદતા નથી કારણ કે આ એસયુવીને ઓફ-રોડ માટે ડિઝાઇન કરવામાં આવી છે. મહિન્દ્રા થારના પેટ્રોલ વેરિઅન્ટને તે લોકો ખૂબ પસંદ કરશે જે જીપ સ્ટાઇલની એસયુવીને રોડ પર ચલાવવા માંગતા હોય.

વેચાણને વધારવામાં ઘણી મદદ મળશે

વેચાણને વધારવામાં ઘણી મદદ મળશે

મહિન્દ્રાએ થારને લઈને સકારાત્મક પગલું ભર્યું છે. અપેક્ષા કરવામાં આવે છે કે મહિન્દ્રા લાઇફસ્ટાઇલ કાર સેગમેન્ટમાં પણ થારના ડીઝલ વેરિયન્ટ પણ લાવશે, જેનાથી થારના વેચાણને વધારવામાં ઘણી મદદ મળશે.

2 લાખમાં હીરો સ્પ્લેન્ડર બાઈકને કર્યું એવું મોડિફાય, કે ઓળખવું થયું મુશ્કેલ2 લાખમાં હીરો સ્પ્લેન્ડર બાઈકને કર્યું એવું મોડિફાય, કે ઓળખવું થયું મુશ્કેલ

English summary
mahindra will launch petrol variant of thar very soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X