મારુતિની આ નવી કાર્સ આપી રહી છે બેસ્ટ એવરેજ
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં મારુતિ સુઝુકી સારી એવરેજ આપતા વ્હીકલ લોન્ચ કરતી કંપની તરીકે ઓળખવામાં આવે છે. આજના સમયમાં બેસ્ટ એવરેજ આપતી કાર્સ પર લોકો વધારે પસંદગી ઉતારી રહ્યાં છે અને તેવામાં વિવિધ કંપનીઓ દ્વારા પણ હવે ફ્યુઅલ એફિસિન્સીવાળા વાહનો બનાવવા તરફ ભાર મુકવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિનો તાગ મેળવીને એવરેજ મામલે વધુ સ્પર્ધા ઉભી થાય તે પહેલા મારુતિ દ્વારા પોતાના નવા મોડલ્સને સારી એવરેજ સાથે બજારમાં ઉતાર્યા છે.
કંપની દ્વારા ગયા અઠવાડિયે પોતાની જાણીતી હેચબેક સ્વિફ્ટનું રિફ્રેશ્ડ વર્ઝન લોન્ચ કર્યું હતું જેમાં 10 ટકા ફ્યુઅલ એફિસિન્સી વધારવામાં આવી છે, જ્યારે સોમવારે લોન્ચ કરવામાં આવેલી ઓલ ન્યૂ અલ્ટો કે10માં 15 ટકા સુધીની ફ્યુઅલ એફિસિન્સી વધારાઇ છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાના એક્ઝુક્યૂટિવ ડિરેક્ટર સીવી રામને જણાવ્યું છેકે ફ્યુઅલ એફિસિન્સી હંમેશા અમારા માઇન્ડમાં ટોપ પર રહે છે. અમારા કોઇપણ અપગ્રેડ મોડલમાં અમે હંમેશે ફ્યુઅલ એફિસિન્સી ઇમ્પ્રૂવ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, મારુતિ સુઝુકી ઇન્ડિયા અને સુઝુકી મોટર્સ કોર્પોરેશનના એન્જીનીયર્સ સ્વિફ્ટ અને અલ્ટો કે10 જેવા મોડલ્સમાં ફ્યુઅલ એફિસિન્સી વધારવાની દિશામાં કામ કરી રહ્યાં છે. એવરેજ વધારવા માટે થર્મલ એફિસિન્સી, લો વિસ્કોસિટી ઓઇલના ઉપયોગ અને લોસ પર રિડક્શન વધારી રહ્યાં છીએ. ફ્યુઅલ એફિસિન્સી એન્જીન પર કામ કરીને વધારવામાં આવી રહી છે, ના કે એરોડાઇનેમિક થકી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રિફ્રેશ્ડ મોડલ અને ભવિષ્યના મોડલ્સમાં હાલની શ્રેણીના એન્જીનનો ઉપયોગ કરવામાં આવશે કે તેમાં બદલાવ પણ કરવામાં આવશે, તેના જવાબમાં તેમણે કહ્યું કે, એવરેજના મામલે ગ્રાહકોની જે માગ છે તેને પહોંચવાની દિશામાં અમે પગલા ભરી રહ્યાં છીએ. અહીં નીચે આપવામાં આવેલા ટેબલ થકી મારુતિ સુઝુકી દ્વારા લોન્ચ કરવામાં આવેલા ત્રણ નવા મોડલ અને તેમની એવરેજ અંગે માહિતી આપવામાં આવી છે.કારના મોડલ | કારની એવરેજ(પેટ્રોલ) | કારની એવરેજ(ડીઝલ/સીએનજી) |
મારુતિ સુઝુકી સિઆઝ | 15.24 કેએમપીએલ શહેરમાં 19.12 કેએમપીએલ હાઇવે પર | 22.4 કેએમપીએલ શહેરમાં 26.3 કેએમપીએલ હાઇવે પર |
મારુતિ સુઝુકી સ્વિફ્ટ | 15.6 કેએમપીએલ શહેરમાં 20.4 કેએમપીએલ હાઇવે પર | 20.9 કેએમપીએલ શહેરમાં 25.2 કેએમપીએલ હાઇવે પર |
મારુતિ સુઝુકી અલ્ટો કે10 | 19.0 કેએમપીએલ શહેરમાં 24.0 કેએમપીએલ હાઇવે પર | 25.0 કિ.મી પ્રતિ કેજી શહેરમાં 32.36 કિ.મી પ્રતિ કેજી હાઇવે પર |
નોંધનીય છેકે, બજારમાં હુન્ડાઇ અને હોન્ડાને મારુતિ સુઝુકીની સૌથી મોટી પ્રતિસ્પર્ધી કંપની માનવામાં આવે છે. ભારતમાં મારુતિ સુઝુકી પછી હુન્ડાઇ અને હોન્ડા સૌથી વધુ કારનું વેચાણ ધરાવે છે, તેવામાં બજારમાં વધુ એવરેજ આપતી કાર્સ તરફ વધી રહેલા લોકોના મનને પારખીને આ કંપનીઓ દ્વારા પણ પોતાની કારને વધુ ફ્યુઅલ એફિસિન્સીવાળી બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. તેમજ ઉક્ત કંપનીઓ દ્વારા મારુતિ સુઝુકીને ટક્કર આપવા માટે હેચબેક અને સેડાન સેગ્મેન્ટમાં હાઇ ફ્યુઅલ ઇકોનોમી વાળી કાર લોન્ચ કરવામાં આવી રહી છે.