For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારુતિએ લોન્ચ કરી નવી સ્વિફ્ટઃ જાણો તેની ખાસિયત

|
Google Oneindia Gujarati News

જાપાનીઝ ઓટોમોબાઇલ જાયન્ટ અને ભારતીય ઓટમોબાઇલ સેક્ટરમાં ટોચનું સ્થાન ધરાવતી મારુતિ સુઝુકી દ્વારા 28 ઓક્ટોબરે પોતાની નવી રિફ્રેશ્ડ સ્વિફ્ટ હેચબેકને લોન્ચ કરવામાં આવી છે. આ નવી રિફ્રેશ્ડ હેચબેકના મોડલ્સમાં સામાન્ય એક્સ્ટેરિયર અપગ્રેડિંગ અને ઇન્ટેરિયર અપગ્રેડિંગ કરવામાં આવ્યું છે.

મારુતિ સુઝુકી પોતાની સફળ સ્વિફ્ટ હેચબેકના ડીએનએમાં કોઇપણ પ્રકારનો બદલાવ કરવના મૂડમાં નથી. તેણે 2014ની સ્વિફ્ટની એક્સ્ટેરિયર ડિઝાઇનમાં કોઇ ખાસ પરિવર્તન કર્યું નથી, પરંતુ તેણે મુખ્યત્વે ધ્યાન કારના ઇન્ટેરિયર્સમાં આપ્યું છે. જેમાં અનેક પ્રકારના ફીચર્ચને ઉમેરવામાં આવ્યા છે, જેથી કારના કેબિનનો અનુભવ શાનદાર રહે. તો ચાલો આ કાર્સની કિંમત, એન્જીન સ્પેસિફિકેશન, એવરેજ અને અન્ય ફીચર્સ પર નજર ફેરવીએ.

મારુતિ સુઝુકી ન્યૂ સ્વિફ્ટની કિંમત
સ્વિફ્ટ પેટ્રોલ હેચબેકની શરૂઆત 4.42 લાખથી શરૂ થાય છે જે બેઝ મોડલ છે અને તેના ટોપ મોડલની કિંમત 5.90 લાખ રૂપિયા છે. જ્યારે ડીઝલ એન્જીન ધરાવતી સ્વિફ્ટ હેચબેકની કિંમત પર નજર ફેરવીએ તો તેના બેઝ મોડલની કિંમત 5.56 લાખ છે અને ટોપ મોડલની કિંમત 6.95 લાખ રૂપિયા છે. તમામ કિંમત એક્સશોરૂમ દિલ્હી અનુસાર છે. સ્વિફ્ટના તમામ મોડલની કિંમત અહીં આપવામાં આવી છે.

વેરિએન્ટ્સ મોડલ કિંમત(રૂપિયામાં)
પેટ્રોલ LXi 4.42 લાખ
પેટ્રોલ LXi (O) 4.49 લાખ
પેટ્રોલ VXi 5.08 લાખ
પેટ્રોલ ZXi 5.90 લાખ
ડીઝલ LDi 5.56 લાખ
ડીઝલ VDi 5.99 લાખ
ડીઝલ ZDi 6.95 લાખ


maruti-suzuki-refreshed-swift-launched-02
મારુતિ સુઝુકી ન્યૂ સ્વિફ્ટની એવરેજ
મારુતિ સુઝુકી સ્વિફ્ટની એવરેજ અંગે વાત કરવામાં આવે તો તેનું પેટ્રોલ વેરિએન્ટ્સ શહેરમાં 15.6 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 20.4 કિ.મી પ્રતિ લિટર જ્યારે ડીઝલ વેરિએન્ટ્સ શહેરમાં 20.9 અને હાઇવે પર 25.2 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપે છે. જે અહીં નીચે ટેબલમાં જણાવવામાં આવી છે.
વેરિએન્ટ્સ મોડલ્સ શહેરની એવરેજ હાઇવે પરની એવરેજ
પેટ્રોલ LXi,LXi (O),VXi 15.6 કિ.મી પ્રતિ લિટર 20.4 કિ.મી પ્રતિ લિટર
ડીઝલ LDi,VDi,ZDi 20.9 કિ.મી પ્રતિ લિટર 25.2 કિ.મી પ્રતિ લિટર

maruti-suzuki-refreshed-swift-launched-03
મારુતિ સુઝુકી સ્વિફ્ટનું એન્જીન સ્પેસિફિકેશન
નવી સ્વિફ્ટને ડીઝલ અને પેટ્રોલ બન્ને વેરિએન્ટ્સમાં લોન્ચ કરવામાં આવી છે. ડીઝલ વેરિએન્ટ્સની વાત કરવામાં આવે તો તેમાં 1248 સીસી ડીડીઆઇસ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 75 બીએચપી અને 190 એનએમ ટાર્ક પેદા કરે છે, તો પેટ્રોલ વેરિએન્ટ્સમાં 1197 સીસીના કે સિરિઝ વીવીટી એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 84 બીએચપી અને 115 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે. બન્ને વેરિએન્ટ્સના એન્જીનની માહિતી અહીં ટેબલમાં આપવામાં આવી છે.
વેરિએન્ટ્સ સીસી એન્જીન પાવર ટાર્ક
પેટ્રોલ 1197 1.2-લિટર 16વી કે સિરિઝ 6000 આરપીએમ પર 83.4 બીએચપી 4000 આરપીએમ પર 115 એનએમ
ડીઝલ 1248 1.3-લિટર 16વી ડીડીઆઇએસ 4000 આરપીએમ પર 75 બીએચપી 2000 આરપીએમ પર 190 એનએમ

maruti-suzuki-refreshed-swift-launched-04
મારુતિ સુઝુકી રિફ્રેશ્ડ સ્વિફ્ટની ડિઝાઇન
મારુતિ સુઝુકી દ્વારા 12,00,000 જેટલા સ્વિફ્ટના મોડલ વેચવામાં આવ્યા છે અને તેની ડિઝાઇન ભારતીયો દ્વારા ઘણી જ પસંદ કરવામાં આવી છે. મારુતિ સુઝુકીએ એક્સ્ટેરિયરમાં સામાન્ય ટ્વીક્સ આપ્યા છે જે હાલના મોડલને વધારે તિવ્ર બનાવશે. ફ્રન્ટ બમ્પર્સને રિડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમજ એલોય વ્હીલ ડિઝાઇન, ફોગ લેમ્પ્સની આજુબાજુ ક્રોમ એમ્બેલિશમેન્ટ આપવામાં આવ્યું છે.
English summary
Japanese automobile giant Maruti Suzuki has launched its refreshed Swift hatchback on 28th October, 2014. The refreshed model gets minor exterior upgrades, along with interior upgrades.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X