Fast Food: અહીં ફેરારીમાં ડિલિવર થાય છે મેક્ડોનાલ્ડના બર્ગર
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે આવેલા મેક્ડોનાલ્ડ્સે ફાસ્ટ ફૂડમાં ખરા અર્થમાં ફાસ્ટ શબ્દની દિશામાં એક ડગલું માંડ્યું છે. આ કંપની દ્વારા હવેથી બર્ગર્સ અને ફ્રાઇઝની ડિલિવરી ફેરારી એફ430 સ્પાઇડર અથવા તો લેમ્બોર્ગિનીમાં કરવામાં આવશે. હાલ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મેક્ડોનાલ્ડ્સની પાર્ક થયેલી સ્પોર્ટ્સ કારે ખાસું આકર્ષણ જણાવ્યું છે અને અનેક લોકો આ સ્પોર્ટ્સ કાર સાથે તસવીરો ખેંચાવી રહ્યાં છે.
ગત ક્વાર્ટરમાં નફામાં 30 ટકાનું નુક્સાન થયા બાદ આ પ્રકારનો રસ્તો અપનાવવાથી કંપનીના વ્યાપારને વેગ મળશે. ફેરારી અથવા તો લેમ્બોર્ગિની થકી જો તમે ડિલિવરી મંગાવી રહ્યાં છો તો તમારા 21 ડોલરના ઓર્ડર સામે 4.35 ડોલર ડિલિવરી ચાર્જ લગાવવામાં આવશે. જે પ્રકારે મેક્ડોનાલ્ડ્સને બજારમાં અન્ય ફાસ્ટફૂડ કંપનીઓ તરફથી પડકાર મળી રહ્યો છે, તેને જોઇને મેક્ડોનાલ્ડ્સ દ્વારા પોતાના સ્વચ્છ ભોજન અને સ્થળને પ્રમોટ કરવાનું શરૂ કર્યું છે અને સ્વાસ્થ્ય અનુરુપ આહાર અંગે ડિબેટ ચાલું કરી છે.
મેલબોર્ન યુનિવર્સિટીમાં પબ્લિક હેલ્થના પ્રોફેસર રોબ મૂડીએ કહ્યું કે, આ પ્રકારના બદલાવથી એક આશા જાગે છે, કારણ કે એક ગ્રાહક તરીકે આપણે હેલ્ધી ફૂડની માગણી કરતા હોઇએ છીએ. તેથી આ એક જ માર્ગ છે જે મેક્ડોનાલ્ડ્સ દ્વારા અપનાવવામાં આવ્યો છે.

મેકડોનાલ્ડ્સ કરશે ફૂડની ફાસ્ટ ડિલિવરી
મેલબોર્ન ખાતે આવેલા મેકડોનાલ્ડ્સે ફાસ્ટ ફૂડમાં ખરા અર્થમાં ફાસ્ટ શબ્દની દિશામાં એક ડગલું માંડ્યું છે. આ કંપની દ્વારા હવેથી બર્ગર્સ અને ફ્રાઇઝની ડિલિવરી ફેરારી એફ430 સ્પાઇડર અથવા તો લેમ્બોર્ગિનીમાં કરવામાં આવશે.

Click it and Unblock the Notifications