For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલિવુડ 'ટચ' સાથે મર્સિડીઝ 'સ્ટાઇલ', લોન્ચ થઇ બેન્ઝ બી ક્લાસ

By Super
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 12 જુલાઇઃ ભારત હવે લક્ઝરી કાર્સ માટે પણ એક મોટું ઓટો બજાર બની રહ્યું છે. ભારતના લક્ઝરી કાર બજારમાં પોતાની પકડને મજબૂત કરવા માટે મર્સિડીઝ બેન્ઝે પોતાની બી ક્લાસને ડીઝલ વેરિએન્ટમાં લોન્ચ કરી છે. મર્સડિઝની બી ક્લાસ ડીઝલ વેરિએન્ટની કિંમત 22.60 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કારનું લોન્ચિંગ બોલિવુડ અભિનેતા અભય દેઓલ અને અભિનેત્રી અદિતી રાવ હૈદરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે મર્સડિઝ બેન્ઝ ઇન્ડિયાના સીઇઓ એબેર્હાર્ડ કેર્ન પણ હાજર રહ્યાં હતા.

મર્સિડીઝ બી ક્લાસ ડીઝલ વેરિએન્ટ સ્પોર્ટ્સ ટૂઅરર કાર છે, જે દેખાવે હૈચબેક જેવી લાગે છે, પરંતુ તેના કંફર્ટ અને સ્પેસ, સિડાન કારને મળતા આવે છે. મર્સિડીઝ બી ક્લાસ ડીઝલ વેરિએન્ટમાં 109 હોર્સ પાવર આપે તેવું 2.2 લીટરનુ સીડીઆઇ ડીઝલ એન્જીન લગાવવામાં આવ્યું છે. વધું પાવર હોવાના કારણે આ કાર પ્રતિકલાક 190 કિમીની ઝડપે પણ ચાલી શકે છે.

પેટ્રોલ વેરિએન્ટની જેમ મર્સિડીઝ બી ક્લાસ ડીઝલ વેરિએન્ટમાં પણ 7જી-ડીસીટી એટલે કે ડ્યુએલ ક્લચ ટ્રાન્સમિશન ગિયર સિસ્ટમ છે, જે 2 ડ્રાઇવ મોડ, સ્પોર્ટ્સ અને મેન્યુઅલ સિસ્ટમ પર કામ કરે છે. આમ તો મર્સિડીઝ બી ક્લાસનો કોઇની પણ સાથે સીધો મુકાબલો નથી, તેમ છતાં કિંમતની દ્રષ્ટીએ મર્સડિઝ બેન્ઝ બી ક્લાસ ડીઝલ વેરિએન્ટની બીએમડબલ્યુ એક્સ 1 અને ઔડી ક્યુ 3 સાથે સીધી ટક્કર થશે.

એન્જીન

એન્જીન

બી ક્લાસમાં એ જ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એ ક્લાસ ડીઝલમાં ઉપયોગમાં લેવામાં આવ્યું છે. આ કારમાં 109 હોર્સ પાવર આપે તેવું 2.2 લીટરનુ સીડીઆઇ ડીઝલ એન્જીન લગાવવામાં આવ્યું છે.

કારની ઝડપ

કારની ઝડપ

કારમાં વધુ પાવરના એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના કારણે કાર 190 કિમી પ્રતિકલાકની ઝડપે ચાલી શકે છે.

એવરેજ

એવરેજ

કંપનીમાં 2.2 લિટર ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના કારણે કાર 19 કિમી પ્રતિ લીટરની એવરેજ આપવા સક્ષમ છે.

માત્ર સ્ટાઇલ વેરિએન્ટમાં જ ઉપલબ્ધ

માત્ર સ્ટાઇલ વેરિએન્ટમાં જ ઉપલબ્ધ

બી ક્લાસ ડીઝલનો ભાવ પેટ્રોલ વેરિએન્ટ કરતા ઓછા રાખવા પાછળનું કારણ એ છે કે આ ડીઝલ કાર માત્ર સ્ટાઇલ વેરિએન્ટમાં જ ઉપલબ્ધ છે.

બી ક્લાસની કોની સાથે થશે ટક્કર

બી ક્લાસની કોની સાથે થશે ટક્કર

મર્સિડીઝ બી ક્લાસનો કોઇની પણ સાથે સીધો મુકાબલો નથી, તેમ છતાં કિંમતની દ્રષ્ટીએ મર્સિડીઝ બેન્ઝ બી ક્લાસ ડીઝલ વેરિએન્ટની બીએમડબલ્યુ એક્સ 1 અને ઔડી ક્યુ 3 સાથે સીધી ટક્કર થશે.

બી ક્લાસની કિંમત

બી ક્લાસની કિંમત

બી180 સીડીઆઇની પ્રારંભિક કિંમત 22.60 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

બોલિવુડ હસ્તીની હાજરીમાં લોન્ચિંગ

બોલિવુડ હસ્તીની હાજરીમાં લોન્ચિંગ

આ કારનું લોન્ચિંગ બોલિવુડ અભિનેતા અભય દેઓલ અને અભિનેત્રી અદિતી રાવ હૈદરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના સીઇઓ એબેર્હાર્ડ કેર્ન પણ હાજર રહ્યાં હતા.

English summary
Mercedes Benz has brought out the less expensive B Class hatchback for the Indian market. The hatch was launched in an event graced by Bollywood actors Abhay Deol and Aditi Rao Hydari, along with Mercedes Benz India CEO Eberhard Kern.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X