For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં ભારતમાં જ લૉન્ચ થશે લેન્ડ રોવર ડિફેન્ડર, જાણો ફીચર્સ

ટૂંક સમયમાં ભારતમાં જ લૉન્ચ થશે લેન્ડ રોવર ડિફેન્ડર, જાણો ફીચર્સ

|
Google Oneindia Gujarati News

આ વર્ષની શરૂઆતમાં લેન્ડ રોવરે પોતાની SUV કાર ડિફેન્ડરને અમેરિકન માર્કેટમાં લોન્ચ કરી ચૂકી છે. 2020માં આ SUV આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ લોન્ચ થશે. જો કે આ લોન્ચ પહેલા જ આ કારની ડિમાન્ડ થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે લેન્ડ રોવર ડિફેન્ડર ટૂંક સમયમાં જ માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. આ રિપોર્ટ પ્રમાણે આ કાર જૂન 2020 સુધીમાં ભારતમાં લૉન્ચ થઈ શકે છે.

લોન્ગ વ્હિલ બેઝ વેરિયન્ટ

લોન્ગ વ્હિલ બેઝ વેરિયન્ટ

ભારતીય માર્કેટમાં પહેલા ડિફેન્ડરનું 110 લોન્ગ વ્હિલ બેઝ વેરિયન્ટ લોન્ચ થશે, જ્યારે નાના વ્હીલ બેઝવાળા વેરિઅન્ટ ડિફેન્ડર 90ને ડિસેમ્બર 2020માં લોન્ચ કરવામાં આવશે.

આયાત કરવામાં આવશે

આયાત કરવામાં આવશે

હાલ તો લેન્ડરોવર ડિફેન્ડરના આખા યુનિટને આયાત કરવામાં આવશે. જો કે કંપની ટૂંક સમયમાં જ ભારતમાં એસેમ્બલી યુનિટ સ્થાપિત કરશે, જેના કારણે આખા દેશમાં કાર એસેમ્બલ થશે.

ચાર વેરિયન્ટમાં લોન્ચ

ચાર વેરિયન્ટમાં લોન્ચ

ભારતમાં લેન્ડ રોવર ચાર વેરિયન્ટમાં લોન્ચ થઈ શકે છે. તમામ વેરિઅન્ટમાં આધુનિક ફીચર્સ અને ઉપકરણ હશે.

360 ડિગ્રી કેમેરા

360 ડિગ્રી કેમેરા

લેન્ડ રોવર ડિફેન્ડરમાં ક્લિયર સાઈટ, 360 ડિગ્રી કેમેરા, વર્ચ્યુઅલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પ્રીમિયમ લેધર કેબિન, બ્લાઈન્ડ સ્પૉટ વોર્નિંગ જેવા ફીચર્સ મળશે.

અર્બન પેક

અર્બન પેક

કંપની ડિફેન્ડર માટે ખાસ એસેસરીઝ પેકેજ પણ લાવશે. જેમાં અર્બન પેક, કન્ટ્રી પેક, એડવેન્ચર પેક અને એક્સ્પોલરર પેક સામેલ થશે. આ તમામ પેક કારને જુદા જુદા માહોલમાં મદદ કરશે.

એન્જીન

એન્જીન

ભારતમાં લેન્ડ રોવર ડિફેન્ડર એસયુવી સિંગલ એન્જીન ઓપ્શનમાં અવેલેબલ થશે. તેમાં 296 BHPનું 2.0લિટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન હશે. આ 4 વ્હીલ ડ્રાઈવ (સ્ટાન્ડર્ડ) સાથે ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ થશે.

અમારા વિચાર

અમારા વિચાર

ભારતમાં લેન્ડ રોવર ડિફેન્ડર 110 વેરિઅન્ટની શરૂઆતની કિંમત 90 લાખ રૂપિયા હોઈ શકે છે. જ્યારે ડિફેન્ડર 90ની કિંમત 70 લાખ રૂપિયા હોઈ શકે છે. લેન્ડ રોવર ડિફેન્ડર જીપ રેંગલર અને મર્સિડીઝ બેન્ઝ જી350ડીને ગળાકાપ હરિફાઈ આપી શકે છે.

રૉયલ એનફિલ્ડ બંધ કરી રહ્યું છે 500CCની મોટરસાઈકલ, જાણો શું છે કારણરૉયલ એનફિલ્ડ બંધ કરી રહ્યું છે 500CCની મોટરસાઈકલ, જાણો શું છે કારણ

English summary
new land rover defender india launch confirmed next year details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X