સ્કોડા સુપર્બનો આવ્યો નવો અવતાર, જાણો શું છે ખાસ

Posted By: Super
Subscribe to Oneindia News

ભારતીય બજારમાં એકથી એક ચઢિયાતી શાનદાર કારને રજૂ કરનારી ચેક ગણરાજ્યની પ્રમુખ કાર નિર્માતા કંપની સ્કોડાએ દેશમાં પોતાની શાનદાર સિડાન કાર સુપર્બના નવા અવતારને રજૂ કર્યો છે. સ્કોડાએ સુપર્બને આ વખતે દિલ્હી ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી છે. કંપનીએ આ નવી એડિશનમાં થોડુક પરિવર્તન કર્યું છે.

નવી સ્કોડા સુપર્બ સિડાનની કિંમત ભારતીય બજારમાં 18.87 લાખ રૂપિયા છે. નવી સ્કોડા સુપર્બમાં ઇન્ટીરિયર અને એક્સટીરિયરમાં તો કંપનીએ પરિવર્તન કર્યું છે, પરંતુ ટેક્નિકલ રીતે તેમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું નથી. એટલે કે એન્જીનના સેક્શનમાં આ કાર પહેલાં જેવી જ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ સ્કોડા સુપર્બના આ નવા અવતારને.

ડેટાઇમ રનિંગ લાઇટનો પ્રયોગ

ડેટાઇમ રનિંગ લાઇટનો પ્રયોગ

કંપનીએ નવી સ્કોડા સુપર્બમાં બાઇ જેનોન હેડલેમ્પ જેમાં એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કારમાં બટરૂલાઇ ગ્રીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે, સાથે રિડિઝાઇન સ્કોડા લોગોને કંપનીએ બમ્પર પર લગાવ્યો છે.

ઓડીની સિડાન કારનો આભાસ

ઓડીની સિડાન કારનો આભાસ

જો કારના પાછળના ભાગ પર ધ્યાન આપવામાં આવે તો કંપનીએ સ્કોડા સુપર્બની ટેલ લાઇટમાં પણ એલઇડીનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત બૂટ પર નવી નમ્બર પ્લેટ હોલ્ડને સામેલ કરવામાં આવી છે. જો તમે આ કારને સાઇડમાંથી જુઓ તો આ કાર તમને ઓડીની સિડાન કારનો આભાસ કરાવે છે. કારમાં કંપનીએ 10 સ્પોક એલોય વ્હીલનો ઉપયોગ કર્યો છે.

આધુનિક ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ

આધુનિક ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ

કારના એક્સટીરિયર ઉપરાંત ઇન્ટીરિયરમાં પણ કંપનીએ શાનદાર પ્રયોગ કર્યા છે. કંપનીએ કારની અંદર નવા શાનદાર સ્ટીયરિંગ વ્હીલ અને થ્રી સ્પોક અને આધુનિક ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમનો પ્રયોગ કર્યો છે.

નવી સ્કોડા સુપર્બના વેરિએન્ટ અને કિંમત

નવી સ્કોડા સુપર્બના વેરિએન્ટ અને કિંમત

સુપર્બ 1.8 ટીએસઆઇ એમટી એમ્બીશન- 18.87 લાખ રૂપિયા
સુપર્બ 1.8 ટીએસઆઇ એમટી એલેગેંશ- 20.65 લાખ રૂપિયા
સુપર્બ 1.8 ટીએસઆઇ એટી એલેગેંશ- 22. 27 લાખ રૂપિયા
સુપર્બ 2.0 ટીએસઆઇ એટી એમ્બીશન- 23.43 લાખ રૂપિયા
સુપર્બ 2.0 ટીએસઆઇ એટી એલેગેંશ- 25.20 લાખ રૂપિયા

English summary
2014 Skoda Superb launched in India. 2014 Skoda Superb facelift price in India, features, specs, images are as follows.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.