For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિસાન સન્નીને મળ્યો ડીસી ટચ, તમે પણ બોલી ઉઠશો 'વાહ'

|
Google Oneindia Gujarati News

ડીસી એટલે કે જાણીતા ઓટોમોબાઇલ ડિઝાઇનર દિલીપ છાબરિયાના નામથી તમે અવગત હશો જ. જે રીતે તે કોઇપણ વાહનને પોતાનું એક ખાસ મિડાસ ટચ આપીને તેને વધુ આકર્ષક અને શાનદાર બનાવી દે છે તેને જોઇને મોડલની મૂળ ડિઝાઇનને ભૂલી જાઓ છો. તાજેતરમાં ડીસીએ મહિન્દ્રા એક્સયૂવીને પોતાનું એક નવું અને અનોખું રૂપ આપ્યું હતું. હવે ડીસીએ જાપાની કાર નિર્માતા કંપની નિસાનની મિડ લેવ સિડાન સન્નીને સજાવી છે.

ઘણા જ આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી નિસાન સન્ની દેશભરમાં પોતાના શાનદાર સ્પેશિયલ ઇન્ટિરિયર માટે જાણીતી છે. એક મિડ લેવલ સિડાન કાર તરીકે આ કારમાં જેટલી સ્પેશ આપવામાં આવી છે, તેવી ભાગ્યેજ અન્ય કોઇ કારમાં જોવા મળે છે. ડીસીએ નિસાન સન્નીની આ ખાસ વિશેષતાનો અદભૂત રીતે ઉપયોગ કર્યો છે અને કારની અંદર ઇન્ટિરિયરને કંઇક આ રીતે સજાવી છે, જેને જોઇને ચોક્કસ પણે તમારા મોઢામાંથી નીકળી જશે વાહ

જેવું કે આપણે બધા જાણીએ છીએ, ડીસી પોતાની ડિઝાનમાં ખાસકરીને લક્ઝરી ફીચર્સને સામેલ કરે છે અને તે પ્રયત્ન કરે છે કારમાં એ તમામ સુવિધાઓ સામેલ કરવામાં આવે જે એક કાર ચાલક અને યાત્રીને જોઇએ છે. ડીસીએ નિસાન સન્નીને પણ કંઇક આવું જ રૂપ આપ્યું છે. આ કારના ઇન્ટિરિયરમાં ડીસીએ શાનદાર લેધર સીટિંગ, એલસીડી ડિસપ્લે, આકર્ષક આર્મ રેસ્ટ જેવા શાનદાર ફીચર્સને સામેલ કર્યાં છે. ડીસીનું માનવું છે કે, આ ડિઝાઇને કારની કિંમતની સરખામણીએ કારને 10 ગણી સારી બનાવી દીધી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ ડીસી દ્વારા તૈયાર કરવામાં આવેલી નિસાન સન્ની.

એક ખાસ મિડાસ ટચ

એક ખાસ મિડાસ ટચ

ડીસી કોઇપણ વાહનને પોતાનું એક ખાસ મિડાસ ટચ આપીને તેને વધુ આકર્ષક અને શાનદાર બનાવી દે છે.

લક્ઝરી ફીચર્સ

લક્ઝરી ફીચર્સ

ડીસી પોતાની ડિઝાનમાં ખાસકરીને લક્ઝરી ફીચર્સને સામેલ કરે છે અને તે પ્રયત્ન કરે છે કારમાં એ તમામ સુવિધાઓ સામેલ કરવામાં આવે જે એક કાર ચાલક અને યાત્રીને જોઇએ છે.

સન્નીને આપ્યું કંઇક આવું રૂપ

સન્નીને આપ્યું કંઇક આવું રૂપ

ડીસીએ નિસાન સન્નીને પણ કંઇક આવું જ રૂપ આપ્યું છે. આ કારના ઇન્ટિરિયરમાં ડીસીએ શાનદાર લેધર સીટિંગ, એલસીડી ડિસપ્લે, આકર્ષક આર્મ રેસ્ટ જેવા શાનદાર ફીચર્સને સામેલ કર્યાં છે

કારને 10 ગણી સારી બનાવી

કારને 10 ગણી સારી બનાવી

ડીસીનું માનવું છે કે, આ ડિઝાઇને કારની કિંમતની સરખામણીએ કારને 10 ગણી સારી બનાવી દીધી છે.

એલસીડી ડિસપ્લે

એલસીડી ડિસપ્લે

નિસાન સન્નીમાં ડીસીએ એલસીડી ડિસપ્લેનો ઉપયોગ કર્યો છે.

લેધર સીટિંગ

લેધર સીટિંગ

ડીસીએ શાનદાર લેધર સીટિંગનો ઉપયોગ નિસાનની સન્નીને અદભૂત બનાવવા માટે કર્યો છે.

આકર્ષક આર્મ રેસ્ટ

આકર્ષક આર્મ રેસ્ટ

ચાલક અને યાત્રીને આરામદાયક મુસાફરી મળી રહે તે માટે ડીસીએ નિસાન સન્નીમાં આકર્ષક આર્મ રેસ્ટનો શાનદાર રીતે ઉપયોગ કર્યો છે.

English summary
DC Designs has made DC Lounge Nissan Sunny. DC Lounge Nissan Sunny gets red leather recliner seats. DC Lounge Nissan Sunny images, features, details, price.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X