Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મર્સિડીઝ રજુ કરશે એકબીજા સાથે વાતો કરે તેવી કાર

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કાર એકબીજા સાથે વાતો કરે, કદાચ નહીં, તમને આ વાંચીને બની શકે કે આશ્ચર્ય પણ થયું હોય, પરંતુ ટૂંક સમયમાં આ વાત સાચી સાબિત થવા જઇ રહી છે. જી હાં, રસ્તા પર હવે એવી કાર ઉતારવામાં આવશે જે એકબીજા સાથે વાતો કરતા-કરતા ચાલશે, વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી શાનદાર કાર્સ રજુ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝ વિશ્વ ઓટો બજારમા ખળભળાટ મચાવવા માટે વિશ્વના રસ્તાઓ પર પહેલીવાર આવી કાર રજુ કરવા જઇ રહી છે.

જર્મન ટેક્નોલોજી શરૂઆતથી જ ઓટો વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. આ ક્રમમા મર્સિડીઝ બેન્ઝના એક ઉચ્ચ અધિકારીએ આ અંગે જાણકારી આપી છે કે, કંપની એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે હેઠળ કાર્સ એકબીજા સાથે વાતો કરશે. કંપનીનું કહેવું છે કે એટલે કે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરશે. ડ્રાઇવિંગ દમરિયાન રસ્તા પર ચાલકને વધારે તણાવનો સામનો કરવો નહીં પડે.

mercedes-benz-a-class
વધુમાં વધુ નિર્ણય લેવાની ક્ષમતા આ કાર ધરાવતી હશે. મર્સિડીઝ બેન્ઝના સીઇઓ ઇબરહાર્ડ એચ કર્ને જણાવ્યું કે, અમે એક પ્રોજેક્ટ જેનું નામ માઇ મર્સિડીઝ છે, તેના પર કામ કરી રહ્યાં છીએ. એટલું જ નહીં તેમણે જણાવ્યું કે, ભારતના આઇટી હબ એટલે કે બેંગ્લોર કંપનીના આ નવા પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવશે. તમને જણાવી દઇએ કે મર્સિડીઝ બેન્ઝનું એક રિસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટર બેંગ્લોર સ્થિત છે.

જ્યાં પર આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે. નોંધનીય છે કે, મર્સિડીઝ બેન્ઝની આ ટેક્નિક માર્ગ અકસ્માતોને રોકવામાં વધારે મદદરૂપ સાબિત થશે. આ ટેક્નિકના માધ્યમથી રસ્તાઓ પર ચાલી રહેલા એક કાર બીજી કારને પોતાની આસપાસની સ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી પ્રદાન કરશે જેથી કોઇપણ આફતપૂર્ણ સ્થિતિ અંગે બીજા કાર ચાલકને સંપૂર્ણ જાણકારી મળતી રહેશે.

એટલું જ નહીં આ ટેક્નિકને કારમાં સહેલાયથી પ્રયોગ કરી શકાશે. આ ડિવાઇસને કાર ટૂ એક્સ કોમ્યુનિકેશન ટેક્નિકથી તૈયાર કરવામાં આવશે. જો રસ્તા પર કોઇ જાનવર વગેરે દેખાય તો ચાલક કંઇ કરે તે પહેલા આ કાર જાતે જ રસ્તાની સ્થિતિનો અંદાજો લગાવશે અને અન્ય કાર્સને પણ એક મેસેજના માધ્યમથી એ અંગે જાણકારી આપશે. હાલ કંપની આ ટેક્નિક પર કાર્ય કરી રહી છે અને ટૂંક સમયમાં આ ટેક્નિક પ્રયોગ મર્સિડીઝની કાર્સમાં લગાવવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X