For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટાની લેન્ડ રોવરનો વિશ્વની ટોપ ઓટો બ્રાન્ડમાં સમાવેશ

|
Google Oneindia Gujarati News

લંડન, 13 ઓક્ટોબરઃ ટાટા સમૂહની લેન્ડ રોવેરને વિશ્વની ટોપ 100 સૌથી મુલ્યવાન બ્રાન્ડમાં સ્થાન મળ્યું છે. આ એકમાત્ર ભારતીય ફર્મની બ્રાન્ડ છે, જેનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં એપલ 119 અરબ ડોલરના મુલ્યાંકન સાથે ટોચના સ્થાને છે. ભારતીય સમૂહ ટાટાના માલિકીની બ્રિટિશ કાર બ્રાન્ડ લેન્ડ રોવર 4.47 અરબ ડોલરના મુલ્યાંકન સાથે યાદીમાં 91માં સ્થાને છે. પ્રમુખ બ્રાન્ડ સલાહકાર ફર્મ ઇન્ટરબ્રાન્ડ તરફથી તૈયાર કરવામાં આવેલી આ યાદીમાં પાંચ નવી બ્રાન્ડને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં લેન્ડ રોવર પણ છે.

આ યાદીમાં એપલ બાદ બીજા સ્થાને ગુગલ છે, જેની બ્રાન્ડ વેલ્યુ 107 બિલિયન છે. ઉપરાંત આ યાદીમાં ભારતીયોને નેતૃત્વ હેઠળની છ બ્રાન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં માઇક્રોસોફ્ટ(પાંચમા ક્રમે), પેપ્સી(24માં ક્રમે), એડોબ(77માં સ્થાને) અને માસ્ટર કાર્ડ(88માં ક્રમે) છે. વાત ઓટોમોબાઇલ સેક્ટરની કરવામાં આવે તો ટોયોટા વિશ્વની ટોપ 100 બ્રાન્ડમાં 8માં ક્રમે છે અને ઓટો બ્રાન્ડમાં પહેલા ક્રમે છે. ત્યાર બાદ મર્સીડિઝ બેન્ઝ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કઇ કઇ ઓટો બ્રાન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટોયોટા

ટોયોટા

ટોપ 100 વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં ટોયોટા 8માં ક્રમે સામેલ છે. જ્યારે ઓટો બ્રાન્ડમાં તે પહેલા ક્રમે છે.

મર્સીડિઝ બેન્ઝ

મર્સીડિઝ બેન્ઝ

ટોપ 100 વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં મર્સીડિઝ બેન્ઝ 10માં ક્રમે છે, જ્યારે ઓટો બ્રાન્ડમાં તે બીજા ક્રમે છે.

બીએમડબલ્યુ

બીએમડબલ્યુ

ટોપ 100 વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં બીએમડબલ્યુ 11માં ક્રમે છે. જ્યારે ઓટો બ્રાન્ડમાં તે ત્રીજા ક્રમે છે.

હોન્ડા

હોન્ડા

ટોપ 100 વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં હોન્ડા 20માં ક્રમે છે. જ્યારે ઓટો બ્રાન્ડમાં તે ચોથા ક્રમે છે.

ફોક્સવેગન

ફોક્સવેગન

ટોપ 100 વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં ફોક્સવેગન 31માં ક્રમે છે. જ્યારે ઓટો બ્રાન્ડમાં તે પાંચમાં ક્રમે છે.

ફોર્ડ

ફોર્ડ

ટોપ 100 વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં ફોર્ડ 39માં ક્રમે છે. જ્યારે ઓટો બ્રાન્ડમાં તે છઠ્ઠા ક્રમે છે.

હુન્ડાઇ

હુન્ડાઇ

ટોપ 100 વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં હુન્ડાઇ 40માં ક્રમે છે. જ્યારે ઓટો બ્રાન્ડમાં તે સાતમાં ક્રમે છે.

ઑડી

ઑડી

ટોપ 100 વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં ઑડી 45માં ક્રમે છે. જ્યારે ઓટો બ્રાન્ડમાં તે આઠમાં ક્રમે છે.

નિસાન

નિસાન

ટોપ 100 વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં નિસાન 56માં ક્રમે છે. જ્યારે ઓટો બ્રાન્ડમાં તે નવમાં ક્રમે છે.

પોર્શે

પોર્શે

ટોપ 100 વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં પોર્શે 60માં ક્રમે છે. જ્યારે ઓટો બ્રાન્ડમાં તે દસમાં ક્રમે છે.

કિઆ

કિઆ

ટોપ 100 વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં કિઆ 74માં ક્રમે છે. જ્યારે ઓટો બ્રાન્ડમાં તે 11માં ક્રમે છે.

શેવરોલે

શેવરોલે

ટોપ 100 વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં શેવરોલે 82માં ક્રમે છે. જ્યારે ઓટો બ્રાન્ડમાં તે 12માં ક્રમે છે.

લેન્ડ રોવર

લેન્ડ રોવર

ટોપ 100 વેલ્યુએબલ બ્રાન્ડની યાદીમાં ટાટા સમુહની લેન્ડ રોવર 91માં ક્રમે છે. આ એકમાત્ર ભારતીય ઓટો બ્રાન્ડ છે જેનો સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો છે. જ્યારે ઓટો બ્રાન્ડમાં તે 13માં ક્રમે છે.

English summary
only indian owned tata's land rover in worlds top automobile brands
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X