For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: નરેન્દ્ર મોદીએ સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં કરી મુસાફરી

|
Google Oneindia Gujarati News

[ઓટો] ભારતને ઝડપથી વિકાસ અને આધુનિકતાની ચાદરમાં લપેટવામાં લાગેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. અને જે દેશમાંથી જે પણ વિકાસને લગતી સહાય, શીખ અને પ્રેરણા મળે તે આપણા દેશમાં લઇ આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ નરેન્દ્ર મોદીએ સ્માર્ટ સિટીને સાકાર કરવા માટે યૂએઇની યાત્રા કરી હતી.

યૂએઇનું શહેર મસ્દર, એક પૂર્ણ આધુનિક અને સ્માર્ટ સિટી છે, પોતાની આ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ અત્રે ઘણા અવનવા અનુભવો કર્યા. આ અનુભવોમાંથી એ પણ એક શાનદાર પળ હતી જ્યારે તેમણે સેલ્ફ-ડ્રાઇવિંગ કારમાં સફર કરી અને તેની સાથે જોડાયેલ જાણકારી એકઠી કરી.

તો આવો તસવીરોના માધ્યમથી આપને બતાવીએ કે શું થયું જ્યારે નરેન્દ્ર મોદીએ આ અનોખી કારમાં મુસાફરી કરી....

1

1

આગળ નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમથી જુઓ કે કયા પ્રકારે નરેન્દ્ર મોદીએ આ શાનદાર સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં મુસાફરી કરી.

2

2

આપને જણાવી દઇએ કે નરેન્દ્ર મોદીએ મસ્દર શહેરમાં આ સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં મુસાફરી કરી. આ દરમિયાન તેમણે કાર અંગે ઘણી જારકારીઓ એકત્રિત કરી. આ કારનું ઉત્પાદન ખર્ચ, તેનો પ્રયોગ અને તેની સાથે જોડાયેલ ટેકનીકલ વાતો પર તેમણે ચર્ચા કરી.

3

3

આ કાર લિથિયમ બેટરીથી સંચાલિત થાય છે અને સૌથી ખાસ વાત એ છે કે, તેને ચાર્જ કરવા માટે ઇલેક્ટ્રીક પાવરની જરૂરીયાત નથી. બલકે તે કાર સરળતાથી સૌર ઊર્જાથી જ ચાર્જ થઇ શકે છે.

4

4

આ મુસાફરી દરમિયાન કારની અંદર એક ટેકનિકલ પર્સન અને સોફ્ટવેર ગાઇડ લાઇન માટે એક કમ્પ્યુટર સિસ્ટમ પણ આપેલું હતું.

5

5

વડાપ્રધાન દેશમાં સ્માર્ટસિટી સ્થાપવા પર કામ કરી રહ્યા છે. આ અંગે જ તેઓ દુનિયાના દરેક શહેરમાં અનુભવ હાસલ કરી રહ્યા છે, જે સ્માર્ટ સિટી બનાવનારની સૂચિ પર શ્રેષ્ઠ સ્થાને છે.

6

6

નોંધનીય છે કે મસ્દાર શહેર આ મામલે ખૂબ જ શાનદાર છે. આ દુનિયામાં સ્માર્ટ સિટી માટે એક જ્વલંત ઉદાહરણ છે, આ શહેર દુનિયાનું પહેલું શૂન્ય કાર્બન શહેર છે. જ્યાં કોઇપણ એવા વાહનનો પ્રયોગ નથી કરાતો જે કાર્બનનું ઉત્સર્જન કરે. અત્રે ઇલેક્ટ્રીક કારોનું જ ચલણ છે.

7

7

ભારતમાં પણ ઇલેક્ટ્રીક વાહનોનો પ્રયોગ ઝડપથી વધી રહ્યો છે. જ્યારે આશા સેવવામાં આવી રહી છે કે નરેન્દ્ર મોદીની આ યાત્રા બાદ ઇલેક્ટ્રી વ્હિકલ ઇંડસ્ટ્રીને વધુ પ્રોત્સાહન મળશે.

English summary
PM Naredra Modi on visit of UAE, he take rides in self-driving car in Masdar. This self-driving car car runs on lithium batteries powered by solar energy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X