વિરોધીઓને હંફાવશે પોર્શેની આ સ્પેશિયલ '911 50' કાર
ઓટો જગતમાં વિવિધ કાર નિર્માણ કરતી કંપનીઓ દ્વારા દરરોજ એકપછી એક નવી કાર્સને બજારમાં રજુ કરવામાં આવે છે. કાર પ્રેમીઓને વધુ અનુકૂળ અને વૈભવીપૂર્ણ કાર આપવા અને પોતાની આ કાર્સ થકી યુવાનોને પોતાની તરફ ખેંચવા માટે કંપનીઓ એડીચોટીનું જોર લગાવતી હોય છે, ત્યારે પોર્શે દ્વારા તેની 1963માં રજુ કરવામાં આવેલી કારની ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે સ્પેશિયલ એડિશન લોન્ચ કરવાની યોજના બનાવી છે. પોર્શે દ્વારા 1963ના ફ્રન્કફુર્ટ ઓટો શોમાં પોર્શે 911 સ્પોર્ટ્સ કોઉપને રજુ કરવામાં આવી હતી. જેને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. જેની ઉજવણીને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા 1963ના એ મોડલને રજુ કરતી 91 કારેરા એસને લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે અને આ કાર પણ ચાલું વર્ષે સપ્ટેમ્બરમાં ફ્રન્કફુર્ટ ઓટો શોમાં રજુ કરવામાં આવશે.
પોર્શે 911 50 યર એડિશન તેની રેગ્યુલર કારેરા એસ હશે, જેમાં વિઝ્યુઅલ હાઇલાઇટ્સનો ઉમેરો કરવામા આવ્યો છે, તેમજ અન્ય કેટલીક બાબતોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. માત્ર 1963 પોર્શે 911 50 યર એડિશન જ બનાવવામા આવશે, જે સપ્ટેમ્બરથી વેચાણ અર્થે મુકવામાં આવશે અને તેની કિંમત અંદાજે 79,84,760 રૂપિયા રાખવામાં આવશે. અહી તસવીરોના માધ્યમથી આ કાર સાથે જોડાયેલી અન્ય માહિતીઓ આપવામાં આવી છે. તો ચાલો એ જાણીએ.

કારની પાવર ક્ષમતા
કારમાં પાવર માટે 395 એચપી, 3.8 લિટર ફ્લેટ સિક્સ એન્જીન આપવામાં આવ્યું છે. તે સેવન સ્પીડ મેન્યુઅલ અથવા તો ડ્યુએલ કલ્ચ ઓટોમેટિક પીડીકે ટ્રાન્સમિશન સાથે હશે.

4 સેકન્ડમાં પકડશે 100ની સ્પીડ
પોર્શેની આ સ્પેશિયલ એડિશન 4.5 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી જશે અને જો પીડીકેનો ઉપયોગ કરવામાં આવે તો તે 4.3 સેકન્ડ પણ થઇ શકે છે.

સ્પેશિયલ એડિશને પહેરાવાશે કારેરા 4ના વાઘા
સ્પેશિયલ એડિશન 911ની બોડીની વાત કરવામાં આવે તો કાર પ્રેમીઓને આકર્શવા માટે કંપની દ્વારા આ કારમાં કારેરા 4ની બોડી ફીટ કરવામાં આવશે જે, કારેરા એસ કરતા 44 એમએમ પહોળી હશે.

મહત્વના ફીચર
કારના અન્ય ફીચરની વાત કરવામાં આવે તો તેમાં રીઅર એલઆઇડી, ક્રોમ વિન્ડો ફ્રેમ્સ 5 સ્પોટ 20 ઇન્ચ એલોય વ્હીલ અને ઓઆરવીએમ આપવામા આવ્યા છે.

બે ખાસ કલર
પોર્શેની 911 50 યર એડિશનમાં બે ખાસ કલરની ઓફર કરવામાં આવી છે. ગ્રાફિટ ગ્રે અને ગેયસર ગ્રે મેટાલિક તથા બ્લેક કલર.

ઇન્ટિરયર ડિઝાઇન
કારની અંદરની ડિઝાઇનની વાત કરવામાં આવે તો 1960ની ટાર્ટન ડિઝાઇન સીટ કવર પેટર્ન, વ્હાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એલ્યુમિનિયમ સેન્ટર કોન્સોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્પેશિયલ કારનો લોગો
911 50ના લોગોમાં પણ સારા એવા ફેરબદલ કરવામાં આવ્યા છે. રેવ કાઉન્ટર અને સિલ પ્લેટ્સ તમને તેમાં જોવા મળશે તેમ જ પોર્શે એક્સક્લુઝિવ શબ્દો તમને ડોર પેનલ અને ગીયર લેવલમાં જોવા મળશે.

અન્ય ફીચર
અન્ય ફીચરની વાત કરવામાં આવે તો 10 વે ઇલેક્ટ્રિકલી એડજેસ્ટેબલ સીટ્સ, 4.6 ઇન્ચ ઇન્ફોટેઇમેન્ટ સિસ્ટમ, ક્લાઇમેટ કન્ટ્રોલ અને બીઆઇ એક્સેનોન હેડલાઇટ્સ.

પરફોર્મન્સ અપગ્રેડ
સ્પેશિયલ 911 50 કારમાં સ્પોર્ટ્સ એક્સુઅસ્ટ સિસ્ટમ, પોર્શે એક્ટિવ સસ્પેન્શન મેનેજમેન્ટ, પોર્શે ટોર્ક વેક્ટોરિંગ સાથે રીઅર લિમિટેડ સ્લિફ ડિફરન્ટિઅલ.

કારની કિંમત
1963 પોર્શે 911 50 યર એડિશનને સપ્ટેમ્બરથી વેચાણ અર્થે મુકવામાં આવશે અને તેની કિંમત અંદાજે 79,84,760 રૂપિયા રાખવામાં આવશે.

ગોલ્ડન જ્યુબિલી
પોર્શે દ્વારા તેની 1963માં રજુ કરવામાં આવેલી કારની ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે સ્પેશિયલ એડિશન લોન્ચ કરવાની યોજના બનાવી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
