For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં રોલ્સ રોય્સના શોરૂમની થઇ શરૂઆત

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં એકથી એક શાનદાર લક્ઝરી કાર રજૂ કરનારી બ્રિટીશ કાર નિર્માતા કંપની રોલ્સ રોય્સે ભારતીય રસ્તા પર પોતાની ધાક જમાવવાનું મન બનાવી લીધું છે. તાજેતરમાં રોલ્સ રોય્સે દેશની રાજધાની દિલ્હીમાં પોતાનો શો રૂમ શરૂ કર્યો હતો.

આજે રોલ્સ રોય્સે અમદાવાદમાં પોતાના આગામી શોરૂમનો શુભારંભ કર્યો છે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં રોલ્સ રોય્સે કહ્યું હતું કે, તે ભારતીય બજારમાં પોતાના શોરૂમોની સંખ્યામાં વધારો કરશે. અમદાવાદ ઉપરાંત કંપની દેશના અન્ય ભાગોમાં પણ પોતાના શોરૂમ શરૂ કરવાની યોજનામાં છે.

herfried-hasenoehrl-rolls-royce-ahmedabad
પ્રાપ્ત જાણકારી અનુસાર કંપની ઉત્તર ભારતમાં વધુ એક શોરૂમ શરૂ કરવાનું વિચારી રહી છે. તમને જણાવી દઇએ કે, અત્યારસુધી દેશભરમાં દિલ્હી, હૈદરાબાદ અને મુંબઇમાં જ રોલ્સ રોય્સના શોરૂમ આવેલા છે. બીજી તરફ કંપની પોતાનો પાંચમો શોરૂમ દક્ષિણ ભારતમાં શરૂ કરી શકે છે.

હાલ કંપની દેશભરમાં પોતાની કારની માંગને વધારવાનું વિચારી રહી છે. નોંધનીય છે કે, ભારતીય બજારમાં લક્ઝરી અને મોંઘી કારની માંગમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. આ કારણ છે કે એકથી એક શાનદાર લક્ઝરી કાર નિર્માતા કંપની દેશમાં પોતાનો વ્યાપાર વધારવામાં લાગેલા છે.

English summary
Rolls Royce India has opened its fourth showroom in India. The fourth Rolls Royce showroom is located in Ahmedabad, Gajarat and run by Navnit Motors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X