For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૉયલ એનફિલ્ડ ક્લાસિક 350 સિંગલ સીટ ભારતમાં થયું લોન્ચ, અહીં જુઓ ફોટો

રૉયલ એનફિલ્ડ ક્લાસિક 350 સિંગલ સીટ ભારતમાં થયું લોન્ચ, અહીં જુઓ ફોટો

|
Google Oneindia Gujarati News

બાઈક લવર્સ માટે એક ગુડ ન્યૂજ છે. રોયલ એનફિલ્ડ ક્લાસિકને સિંગલ સીટના ઓપ્શન સાથે લૉન્ચ કરી દેવાયું છે. હવે રોયલ એનફીલ્ડ ક્લાસિક 350માં ફેક્ટરીમાંથી એક જ સીટ લગાડી આપવામાં આવશે. દેખાવમાં રોયલ એન્ફિલ્ડનું આ બાઈક શાનદાર છે. અહીં જાણો બાઈકના ફીચર્સ અને કિંમત...

કસ્ટમાઈઝ કરવાની જરૂર નહિ પડે

કસ્ટમાઈઝ કરવાની જરૂર નહિ પડે

સામાન્ય રીતે ગ્રાહકો રોયલ એનફિલ્ડ બાઈક ખરીદ્યા બાદ કસ્ટમાઈઝ કરવા માટે બહાર લઈ જાય છે. જેના કારણે બાઈક પર અપાયેલી વોરન્ટી અને ઈન્સ્યોરન્સ પ્રભાવિત થાય છે.

ભારતમાં લોન્ચ

ભારતમાં લોન્ચ

ગ્રાહકોની આ જ મુશ્કેલી નિવારવા માટે કંપનીએ રોયલ એનફિલ્ડ ક્લાસિક 350ને સિંગલ સિકલ્પ વિકલ્પ સાથે લોન્ચ કર્યું છે, એટલે ગ્રાહકોએ અલગથઈ સીટ કઢાવવાની જરૂર નહીં પડે.

ડિફિકેશન કરવાનો વિકલ્પ

ડિફિકેશન કરવાનો વિકલ્પ

રૉયલ એનફિલ્ડે તાજેતરમાં જ ‘મેક યૉર ઓન' યોજના અંતર્ગત લોન્ચ કરી છે. આ જ યોજના અંતર્ગત આ બાઈક લૉન્ચ કરાયું ચે. આ યોજના દ્વારા કંપની ગ્રાહકોને પોતાના બાઈકમાં તેમની મરજી પ્રમામે ડિફિકેશન કરવાનો વિકલ્પ આપે છે.

વેબસાઈટ પરથી માહિતી મેળવી શકો

વેબસાઈટ પરથી માહિતી મેળવી શકો

ફક્ત સિંગલ સીટ જ નહીં. કંપની આ યોજના દ્વારા બાઈકમાં અન્ય પરિવર્તન કરીને જ ફેક્ટરીમાંથી આપી શકે છે. તમે રોયલ એનફીલ્ડની વેબસાઈટ પરથી આ અંગે માહિતી મેળવી શકો છો.

બે રંગના ઓપ્શનમાં

બે રંગના ઓપ્શનમાં

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 સિંગલ સીટ વેરિયન્ટ બે રંગના ઓપ્શનમાં મળશે. આ બુલેટ મરક્યુરી બ્લેક અને પ્યોર બ્લેકમાં અવેલેબલ થશે. ક્લાસિક 350 સિંગલ સીટની કિંમત 1.45 લાખ રૂપિયા (એક્સ શૉ રૂમ) છે.

કંપનીની નવી યોજના

કંપનીની નવી યોજના

ઉલ્લેખનીય છે કે કંપનીની નવી યોજના પ્રમાણે તમે જે ચીજ બાઈકમાં બદલીને લગાવવા ઈચ્છો છો તે કંપનીની ફેક્ટરીમાં બનીને આવશે. એટલે કે આ તમામ પાર્ટ્સ સરકાર અને આરટીઓના નિયમ પ્રમાણેના જ હશે. એટલે તમારે કોઈ પણ પ્રકારનો દંડ નહીં ભરવો પડે.

ગ્રાફિક્સ અને એજિન ગાર્ડનો વિકલ્પ

ગ્રાફિક્સ અને એજિન ગાર્ડનો વિકલ્પ

મેક યોર ઓન યોજના અંતર્ગત સંખ્યાબંધ એસેસરીઝ જેમ કે ARAI પ્રમાણેના એલોય વ્હીલ, જુદા જુદા પ્રકારની સીટ અને લેધર, ફ્યૂલ ટેન્ક પરના ગ્રાફિક્સ અને એજિન ગાર્ડનો વિકલ્પ સામેલ છે.

વોરન્ટી

વોરન્ટી

કંપની બાઈક સાથેની વોરન્ટીને પણ અસર નહીં પડવા દે. કસ્ટમાઈઝ કરાયેલા બાઈકમાં કંપની બુકિંગ સમયે જ 2 વર્ષની વોરન્ટી આપે છે.

આ શહેરમાં મળશે

આ શહેરમાં મળશે

રૉયલ એનફિલ્ડ ક્લાસિક 350 સિંગલ સીટમાં આ સિવાયના કોઈ પરિવર્તન નથી કરાયા. કંપનીએ વર્તમાન સ્થિતિમાં આ યોજના માત્ર દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂણે અને મુંબઈમાં લોન્ચ કરાઈ છે.

કંપની આ યોજનાને અન્ય મોડેલમાં પણ લોન્ચ કરશે

કંપની આ યોજનાને અન્ય મોડેલમાં પણ લોન્ચ કરશે

જો આ યોજના ક્લાસિક 350 સાથે સફળ રહી તો કંપની આ યોજનાને અન્ય મોડેલમાં પણ લોન્ચ કરશે, જેથી ગ્રાહકો પોતાના ગમતા મોડેલમાં કસ્ટમાઈઝેશનનો વિકલ્પ મેળવી શકે.

મહિન્દ્રા ટૂંક સમયમાં લાવશે થારનું પેટ્રોલ વેરિએન્ટ, જાણો કયા નવા ફિચર્સ મળશેમહિન્દ્રા ટૂંક સમયમાં લાવશે થારનું પેટ્રોલ વેરિએન્ટ, જાણો કયા નવા ફિચર્સ મળશે

અમારા વિચાર

અમારા વિચાર

જે લોકો વોરન્ટી જતી રહેવાના ડરથી પોતાના રૉયલ એનફિલ્ડની બાઈકને કસ્ટમાઈઝ નથી કરાવતા, તે ગ્રાહકો કંપનીની મદદથી બાઈક કસ્ટમાઈઝ કરાવી શકે છે.

English summary
royal enfield classic 350 single seat launch price rs 1 45 Lakhs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X