આ દિવસે લોન્ચ થઇ શકે છે Royal Enfieldની હિમાલયન BS-IV

Written By:
Subscribe to Oneindia News

ઉપલબ્ધ માહિતી અનુસાર રોયલ એનફિલ્ડ નું હિમાલયન મોડલ એપ્રિલમાં ભારત માં લોન્ચ થઇ શકે છે. અત્યારે હિમાલયન 4 ફ્યૂલ ઇંજેક્શન સિસ્ટમ અને એબીએસ સાથે યુકેમાં વેચાઇ રહી છે અને તે જલ્દી જ ભારતમાં પણ જોવા મળશે.

royal enfield

આશા છે કે આ બાઇક ભારતમાં જલ્દી જ કેટલાક નવા એપગ્રેડેશન સાથે જોવા મળશે. સૂ્ત્રોના જણાવ્યા અનુસાર એનફિલ્ડ બ્રિટનના એબીએસ મોડલને ભારતમાં પણ લોન્ચ કરશે, જો કે આ વાતની હજુ પુષ્ટિ કરવામાં નથી આવી. રોયલ એનફિલ્ડ હિમાલયન એક કે તેથી વધુ પરિષ્કૃત એન્જિન અને એક અદ્યતન ક્લચ અસેમ્બલી સાથે આવશે.

royal enfield

ખબરો અનુસાર આ એનફિલ્ડના આ મોડલની બૂકિંગ શરૂ થઇ ચૂકી છે, પરંતુ નવી રોયલ હિમાલયનનું બૂકિંગ હજુ શરૂ નથી થયું. આ મોડલ ભારતમાં એપ્રિલમાં લોન્ચ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, રોયલ એનફિલ્ડ હિમાલયન ભારતમાં વર્ષ 2016માં લોન્ચ થઇ હતી. લોન્ચ થયા બાદ તેની ખૂબ આલોચના પર કરવામાં આવી હતી. જે પછી તેમાં કેટલાક યાંત્રિક સુધારા પણ કરવામાં આવ્યા હતા. સુધારા બાદ ભારતમાં રોયલ એનફિલ્ડના વેચાણમાં કેટલેક અંશે વધારો જોવા મળ્યો હતો. આશા છે કે, બીએસ4 મોડલ લોકોની આશા પૂરી કરી શકશે.

royal enfield

બીએસ4 મોડલ ભારતમાં 411 સીસી, સિંગલ સિલિન્ડર ઓઇલ અને એર કૂલ્ડ એન્જિન સાથે લોન્ચ થશે, જે 24.5 બીએચપીના પાવર સાથે 32 એનએમ ટોંકને પ્રોડ્યૂસ કરશે, જે 5 સ્પીડ ગિયરબોક્સથી ઓછું હશે. રોયલ એનફિલ્ડની બીએસ4 મોડલની આ બાઇક આવતા વર્ષ સુધીમાં ભારતમાં એબીએસ સાથે આવી શકે છે.

English summary
The Royal Enfield Himalayan BS4 (ABS variant)will launch in India soon and the current model will be phased out. Read on.
Please Wait while comments are loading...