For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૉયલ એનફિલ્ડ બંધ કરી રહ્યું છે 500CCની મોટરસાઈકલ, જાણો શું છે કારણ

રૉયલ એનફિલ્ડ બંધ કરી રહ્યું છે 500CCની મોટરસાઈકલ, જાણો શું છે કારણ

|
Google Oneindia Gujarati News

1 એપ્રિલ 2020થી નવા બીએસ - 6 અપગ્રેડ લાગુ કરવાનો નિર્ણય સ્થાનિક માર્કેટમાં ફાયદાકારક નથી રહ્યો. નવા ઉત્સર્જન માપદંડોને પહોંચી વળવા માટે એન્જિન અપગ્રેડ કરવા મોંઘા પડી રહ્યા છે. આ ઉપરાંત 500 સીસી રેન્જની બાઈક્સનું વેચાણ પણ વધુ નથી.

350 સીસી રેન્જની બાઈક્સની ડિમાન્ડ વધુ છે

350 સીસી રેન્જની બાઈક્સની ડિમાન્ડ વધુ છે

કંપનીનું કહેવું છે કે 350 સીસી રેન્જની બાઈક્સની ડિમાન્ડ વધુ છે, એટલે આ રેન્જની બાઈક્સ અપગ્રેડ કરવા પર કંપની ધ્યાન આપી રહી છે. આ ઉપરાંત 350 સીસી અને 500 સીસી રેન્જના પુશ-રૉડ આર્કિટેક્ચર પણ નવા ઉત્સર્જન માપદંડ પૂરા નથી કરી શકાતા, એટલે જ આખી લાઈનને તબક્કાવાર કરવામાં આવશે.

500 સીસી રેન્જ બંધ કરી દેશે

500 સીસી રેન્જ બંધ કરી દેશે

રૉયલ એનફીલ્ડ 350 સીસી સેગમેન્ટને એક નવા પાવરટ્રેન સાથે અપગ્રેડ કરશે. અને 500 સીસી રેન્જ બંધ કરી દેશે. ભારતમાં 500 સીસી બાઈક્સની ડિમાન્ડ 2009માં લોન્ચ થયેલા 500 સીસી એવીએલ એન્જિન બાદ વધી હતી.

2013માં આટલાં યુનિટ વેચાયાં

2013માં આટલાં યુનિટ વેચાયાં

2013માં 500 સીસીના 12,216 યુનિટ વેચાયા હતા, જ્યારે 2-19માં તેની સંખ્યા વધીને 36,093 થઈ ગઈ. જે 350 સીસી રેન્જની તુલનામાં ઘણા ઓછા હતા.

350 સીસી આટલાં યુનિટ વેચાયાં

350 સીસી આટલાં યુનિટ વેચાયાં

2013માં 350 સીસી લાઈનઅપના 1.08 લાખ યુનિટ વેચાયા હતા, જે 2019માં સાત ગણા વધીને 7.64 લાખ યુનિટ વેચાયા. નિષ્ણાતોના મતે 500 સીસી મોડેલની માગ ક્યારેય નહોતી વધી કારણ કે આ બાઈકસની ડિઝાઈન અને રાઈડ એક્સપિરિયન્સ 250 સીસી જેવું જ છે.

કિંમત વધારે છે

કિંમત વધારે છે

આ ઉપરાંત 500 સીસીની કિંમત વધારે છે અને તેમાં કેટલીક ટેક્નિકલ ખામી પણ છે. કેટલાક ખાસ મોડેલ જેમ કે ક્લાસિક 500 પેગાસસ જે અન્ય દેશમાં ફેમસ રોયલ એનફિલ્ડ ફ્લાઈંગ ફ્લી જેવુ બનાવાયું હતું, તેના ફ્લેસ સેલ 3 મિનિટમાં જ થઈ ગયા હતા. આ મોટરસાઈકલની કિંમત 2.43 લાખ (ઓન-રોડ) હતી.

કિંમત વધારે છે

કિંમત વધારે છે

આ ઉપરાંત 500 સીસીની કિંમત વધારે છે અને તેમાં કેટલીક ટેક્નિકલ ખામી પણ છે. કેટલાક ખાસ મોડેલ જેમ કે ક્લાસિક 500 પેગાસસ જે અન્ય દેશમાં ફેમસ રોયલ એનફિલ્ડ ફ્લાઈંગ ફ્લી જેવુ બનાવાયું હતું, તેના ફ્લેસ સેલ 3 મિનિટમાં જ થઈ ગયા હતા. આ મોટરસાઈકલની કિંમત 2.43 લાખ (ઓન-રોડ) હતી.

વેચાણ નબળું

વેચાણ નબળું

500 સીસી મોટરસાઈકનું વેચાણ પણ એટલું સારુ નથી. કંપનીએ નાણાકીય વર્ષ 2018-19 વચ્ચે માત્ર 12,594 યુનિટ જ વેચ્યા હતા.

સફળ મોડેલ

સફળ મોડેલ

બીજી તરફ 650 સીસી કૉન્ટિનેન્ટલ જીટી અને ઈન્ટરસેપ્ટર સફળ મોડેલ છે. આ મોટરસાઈકલ નિકાસ કરવા માટે બનાવાયા હતા, પરંતુ તે ડોમેસ્ટિક માર્કેટમાં ઘણા વેચાઈ રહ્યા છે.

પ્રાઈમરી મોડેલ બની જશે

પ્રાઈમરી મોડેલ બની જશે

500 સીસી મોટરસાઈકલ બંધ થયા બાદ ઈન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલ જીટી એ કંપનીનું પ્રાઈમરી મોડેલ બની જશે. કંપનીને આશા છે કે 650sના વેચાણના ટાર્ગેટને પૂરો કરી શકાશે.

વધુ કિંમત

વધુ કિંમત

ઈન્ટરસેપ્ટર 650 અને કોન્ટિનેન્ટલ જીટીની કિંમત 500 સીસીની કિંમત કરતા લગભગ 45,000 વધુ છે. પરંતુ આ મોડલ રાતોરાત કંપનીનું સૌથી ફેમસ મોડેલ બની ચૂક્યુ છે.

અમારા વિચાર

અમારા વિચાર

રૉયલ એનફીલ્ડ દ્વારા લેવાયેલું આ સારુ પગલું છે. કંપનીએ તો 500 સીસી રેન્જ પહેલા જ બંધ કરવા જેવી હતી. 500 સીસી બંધ કરીને કંપની 350 સીસી રેન્જ અને 650 સીસીના મોડલ પર ધ્યાન આપી શક્શે. જો કે 359 સીસી રેન્જમાં રોયલ એનફીલ્ડને ટક્કર આપવા માટે જાવા પેરાક અને બેનેલી ઈમ્પિરિયલ 500 પણ ડોમેસ્ટિક માર્કેટમાં આવી ગઈ છે.

BMW તમામ મોડેલ્સને રજૂ કરશે BS-6 અવતારમાં, પ્રોડક્શન શરૂBMW તમામ મોડેલ્સને રજૂ કરશે BS-6 અવતારમાં, પ્રોડક્શન શરૂ

English summary
royal enfield will not produce 500cc models in next years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X