For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑડી RS 7માં શું છે ખાસ? સલ્લુ કેટરિનાને નહી તો કોને ગિફ્ટ કરશે આ કાર!!

|
Google Oneindia Gujarati News

બૉલીવુડ દબંગ અભિનેતા સલમાન ખાને 6 જાન્યુઆરીએ મુંબઇમાં જર્મન વૈભવી કાર નિર્માતા કંપની ઑડીની સ્પોર્ટી કાર ઑડી આરએસ 7 સ્પોર્ટબેકને લોન્ચ કરી છે. આ ઇવેન્ટ બાંદ્રા સ્થિત તાજ લેન્ડ્સ એન્ડ ખાતે યોજાઇ હતી. જ્યાં સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ જય હોનું પ્રમોશન પણ કર્યું હતું. નોંધનીય છે કે, ભારતમાં ઑડીની આ નવી કારનો સલમાન ખાન પહેલો ગ્રાહક છે

ઇવેન્ટ દરમિયાન સલમાન ખાનની આસપાસ આવી રહેલા ચાહકોને દૂર રહેવાનો આગ્રહ સલમાન ખાન દ્વારા કરવામાં આવ્યો હતો. મુંબઇ પહેલા સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ જય હોને પ્રમોટ કરવા નાગપુર ગયો હતો જ્યાં તેના ચાહકોએ તેને ઘેરી લીધો હતો અને તેના કારણે તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારને લોન્ચ કરતી વખતે દબંગ ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે, આ કાર તે કોને ગીફ્ટ કરશે તો તેણે કહ્યું કે, આ કારમાં કૅટરિના સારી લાગશે, જો કે તેણે એ અંગે હજી વિચાર્યુ નથી કે તે આ કાર કૅટરિનાને આપશે કે નહીં.

કારને લોન્ચ કરતી વેળા સલમાન ખાને કારમાં આપવામાં આવેલી સુવિધા અંગે પણ ખાસી એવી ચર્ચા કરી હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ કારનું સલમાન ખાન સાથેનું લોન્ચિંગ અને કારમાં આપવામાં આવેલા ફીચર અંગે.

કારની ઝડપ

કારની ઝડપ

કારની ઝડપ અંગે વાત કરવામાં આવે તો ઑડી આરએસ 7 3.9 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને તેની સર્વાધિક ઝડપ 305 કિમી પ્રતિ કલાક છે. આ કારમાં એલ્યુમિનિયમ બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી કારનું વજન સ્ટીલ બોડી કરતા 15 ટકા ઘટી જાય છે.

કારનુ એન્જીન

કારનુ એન્જીન

કારના એન્જીન અંગે વાત કરવામાં આવે તો કારમા ટ્વીન ટર્બો 4 લિટર વી8 ટીએફએસઆઇ પેટ્રોલ એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે 560 એચપી, 5700 આરપીએમ આપે છે.

સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન

સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન

કારના સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન અંગે વાત કરીએ તો કારની ટોપ સ્પીડ 155mph (approx. 249km/h) છે, જેને ડાઇનેમિક પેકેજ 174mph (approx. 280km/h) અને ડાઇનેમિક પ્લસ પેકેજ 189mph (approx. 304km/h) જે ઑડી આર8 વી 8 કરતા 1એમપીએચ વધારે છે.

સ્પોર્ટ અને મેન્યુઅલ મોડ

સ્પોર્ટ અને મેન્યુઅલ મોડ

એઇટ સ્પીડ ટિપ્રોનિક ટ્રાન્સમિશન ફીચર્સ અંગે વાત કરીએ તો કારમાં સ્પોર્ટ અને મેન્યુઅલ મોડ્સ ઓફર કરવામાં આવ્યા છે, જે સ્ટાન્ડર્ડ ડ્રાઇવ સેટિંગમાં ઉમેરાયા છે. મેન્યુઅલ શિફ્ટ્સના ઉપયોગથી ડ્રાઇવર સ્ટીયરિંગ વ્હીલ અથવા આરએસ સ્પેસિફિક લેવલ પર પેડલ્સનો ઉપયોગ કરી શકે છે.

કારમાં એમ્પલોય્સ સિલિન્ડર

કારમાં એમ્પલોય્સ સિલિન્ડર

ઇકોનોમી વધારવા માટે ટેક્નોલોજીની માગ વધી રહી હતી, જે એઠળ ઑડીએ પોતાની એસ 7 અને આરએસ 7માં એમ્પલોય્સ સિલિન્ડરનો સમાવેશ કર્યો છે, જેનાથી કાર 28.8mpg આપવાનું પ્રોમીસ કરે છે.

ડાયનેમિક રાઇડ કન્ટ્રોલ

ડાયનેમિક રાઇડ કન્ટ્રોલ

કારમાં એર સસ્પેન્શન સ્ટાન્ડર્ડ છે. જેમાં સ્પોર્ટ સસ્પેન્શન પ્લસના નો કોસ્ટ ઓપ્શન સાથે ડાયનેમિક રાઇડ કન્ટ્રોલને પણ ઉમેરવામાં આવ્યો છે. જેનાથી ડ્રાઇવર કોમફોર્ટ અને ડાયનેમિક મોડ્સ બન્નેને વારફરતી ઉપયોગમાં લઇ શકે છે.

કારમાં એલ્યુમિનિયમનો ઉપયોગ વિશેષ

કારમાં એલ્યુમિનિયમનો ઉપયોગ વિશેષ

અન્ય કાર્સની સરખામણીએ આ કારમાં 20 ટકા એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર નવ કલર્સમાં ઉપલબ્ધ છે, જેમાં નવો નાર્ડો ગ્રે અને એક્સલુસિવ ડાયટોના ગ્રે મેટ્ટ છે.

કારનું ઇન્ટિરિયર

કારનું ઇન્ટિરિયર

કારના ઇન્ટિરિયર અંગે વાત કરવામાં આવે તો કારના લોગોને આકર્ષક બનાવવામાં આવ્યો છે, કારમાં થ્રી સ્પોક મલ્ટિફક્શન સ્ટીયરિંગ વ્હીલ, ડ્રાઇવર ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ સીટ, વાલકોના લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારના અન્ય ઇક્વિપમેન્ટ અંગે વાત કરવામાં આવે તો કારમાં બેંગ એન્ડ ઓલુફ્સેન એડવાન્સ સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં 15 સ્પીકર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કારની કિંમત

કારની કિંમત

કારની કિંમત અંગે વાત કરવામા આવે તો જર્મન વૈભવી કાર નિર્માતા કંપની ઑડી તેની આ નવી કાર આરએસ 7ની ભારતમાં કિંમત 1.28 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

કાર લોન્ચિંગ વખતે ફિલ્મનું પ્રમોશન

કાર લોન્ચિંગ વખતે ફિલ્મનું પ્રમોશન

કાર લોન્ચિંગ વખતે સલમાન ખાને તેની આગામી ફિલ્મ જય હોનું પ્રમોશન કર્યું હતું અને પોતાના ચાહકો સાથે ડાન્સ પણ કર્યો હતો.

English summary
Bollywood actor Salman Khan and Head Audi India Joe King during the launch of Audi RS 7 Sportback luxury car in Mumbai on January 06, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X