For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવી બાબતો જે કાર ચલાવતી વખતે લાવી દે છે ગુસ્સો

|
Google Oneindia Gujarati News

જ્યારે તમે કાર લઇને મિત્રો અથવા અન્યો સાથે બહાર ફરવા માટે નિકળ્યા હશો, ત્યારે તમને અનેક એવા અનુભવો થયા હશે, જે તમારી સાથે બીજીવાર ન થાય તેવું તમે ઇચ્છતા હશો, પરંતુ કો પેસેન્જર તરીકે આવતા લોકોમાં કેટલીક એવી સામાન્ય બાબતો હોય છે, જે બદલાય તે જરૂરી છે અને એ બાબતોને લઇને તમે ગુસ્સે પણ થતા હશો, ખાસ કરીને કાર જ્યારે તમારી હશે ત્યારે.

આજે અમે અહીં એવી જ કેટલીક બાબતો લઇને આવ્યા છે, જે અંગે વિચારવા જેવું છેકે આપણે એક મુસાફર તરીકે અન્ય કોઇની કારમાં યાત્રા કરતા હોઇએ ત્યારે આપણે નીચે દર્શાવવામાં આવેલી બાબતો આપણા દ્વારા ન થાય તેની કાળજી લઇએ. તો ચાલો તસવીરો થકી એવી કઇ બાબતો છે કે જે ન થાય તેની કાળજી રાખવાની જરૂર છે તે જાણીએ.

આ પણ વાંચોઃ- ભારતની ટોપ 7 એસયુવી, કિંમત 15 લાખની અંદર
આ પણ વાંચોઃ-વિશ્વની સૌથી મોંઘી ઑડી કાર્સ, જાણો શું છે કિંમત
આ પણ વાંચોઃ-જેવું નામ તેવી કિંમત, વિશ્વની સૌથી મોંઘી લિમોઝીન કાર્સ
આ પણ વાંચોઃ-બજાજ-ટીવીએસની ટોપ 180-200 સીસી બાઇક

ઇટિંગ-ડ્રિન્કિંગ અને સ્મોકિંગ

ઇટિંગ-ડ્રિન્કિંગ અને સ્મોકિંગ

જો તમે નાના પ્રવાસ દરમિયાન કારમાં ઇટિંગ કે ડ્રિન્કિંગ પર કન્ટ્રોલ કરી શકતા હોવ તો લાંબી મુસાફરી દરમિયાન પણ તમે તે કરી શકો છો. તેમ છતાં જો કાર્સની અંદર ઇટિંગ કે ડ્રિન્કિંગ કરવામાં આવે તો એક કો પેસેન્જર તરીકે એ વાતની સાવચેતી રાખવી જોઇએ કે તમારા દ્વારા કારની અંદર ગંદકી કરવામાં ન આવે. કારણ કે આમ કરવાથી તમે કાર ચાલકને નારાજ કરી શકો છો.

ડોરને લોક નહીં કરવું અથવા વિન્ડો કાચ નહીં ચઢાવવો

ડોરને લોક નહીં કરવું અથવા વિન્ડો કાચ નહીં ચઢાવવો

આ એક કોમન સમસ્યા છે. જ્યારે આપણે કાર ચલાવતા હોઇએ ત્યારે એ વાતથી સજાગ હોઇએ છીએ કે કારના દરવાજાને લોક કરવામાં આવે અને વિન્ડો કાચને ચઢાવી દેવામાં આવે પરંતુ કો પેસેન્જર તરીકે આપણે એ વાતનું ધ્યાન રાખતા નથી, જે ખોટી બાબત છે.

સીટ બેલ્ટ ન બાંધવી

સીટ બેલ્ટ ન બાંધવી

આ પણ એક સામાન્ય અને બેદરકારી ભરી બાબત છે. એક ડ્રાઇવર તરીકે આપણે સીટ બેલ્ટ બાંધવાનો આગ્રહ રાખીએ છીએ પરંતુ જ્યારે કો પેસેન્જરની મુદ્રામાં આવીએ ત્યારે આપણે સીટ બેલ્ટ બાંધતા નથી. આમ કરીને આપણે આપણા જીવન જાતે જ જોખમમાં મુકીએ છીએ.

મ્યુઝિક અને એસી સેટિંગ ચેન્જ કરવું

મ્યુઝિક અને એસી સેટિંગ ચેન્જ કરવું

આપણને એક કો પેસેન્જર તરીકે આવા લોકો અનેક વખત મળતા હશે, જેમની આદત હોય છેકે કારમાં બેસતાની સાથે જ તેઓ મ્યુઝિક ચેન્જ કરવા લાગે છે અથવા તો એસીના સેટિંગને ચેન્જ કર્યા કરે છે. આ એક ખરાબ આદત છે. તેનાથી ડ્રાઇવરનું ધ્યાન ભ્રમિત થઇ શકે છે.

બેક સીટ ડ્રાઇવર

બેક સીટ ડ્રાઇવર

આપણને આવા મિત્રો અથવા મુસાફરો પણ મળી જશે જે કારમાં બાજુમા બેઠા હોય ત્યારે અથવા તો બેક સીટમાં બેઠા હોય ત્યારે આપણને ડ્રાઇવિંગ અંગે સલાહ આપતા રહેતા હોય છે. જોકે આ એક ખરાબ આદત છે, જેનાથી ડ્રાઇવર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી અને એક મોટી ભૂલને સર્જી શકે છે.

English summary
some irritating habits of co passengers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X