For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેવું નામ તેવી કિંમત, વિશ્વની સૌથી મોંઘી લિમોઝીન કાર્સ

By Super
|
Google Oneindia Gujarati News

લિમોઝીન નામ સાંભળતા જ આપણી આંખો સમક્ષ એક લાંબી લચાક વૈભવી સેડાન કારનું ચીત્ર ઉપસી આવે છે. આવી કારના ચાહકો ભારત સહિત વિશ્વભરમાં છે અને તેના જ કારણે આપણને ભારતમાં પણ અનેક એવી એસેમ્બલ લિમોઝીન કાર જોવા મળી જશે કે જેને એક સામાન્ય કાર કે એસયુવીમાં કામ કરીને એક લિમોઝીન કાર બનાવવામાં આવી હોય.

જોકે અહીં અમે વિશ્વની એવી ટોપ 10 લિમોઝીન કાર અંગે જણાવી રહ્યાં છીએ, જેનું નિર્માણ હુન્ડાઇ, મર્સીડિઝ બેન્ઝ, ફોર્ડ, મિત્સુબિશી જેવી કેટલીક જાણીતી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્સને જોઇને તમારા મનમાં પણ એ કાર્સમાં એકાદવાર મુસાફરી કરવાની ઇચ્છા જાગશે. જોકે આ કારની કિંમત અન્ય કાર્સની સરખામણીએ અનેકગણી હોય છે. અનેક કંપનીઓ દ્વારા આવી લિમોઝીન બહાર પાડવામાં આવી છે, પરંતુ અમે અહીં તસવીરો થકી 10 એવી લિમોઝીન અંગે જણાવી રહ્યાં છીએ જેને વિશ્વની સૌથી મોંઘી લિમોઝીન કાર માનવામાં આવે છે, તો ચાલો તેને નિહાળીએ.

આ પણ વાંચોઃ- વિચિત્ર અકસ્માતઃ તમે જ નક્કી કરો કોની છે ભૂલ
આ પણ વાંચોઃ- બીએમડબલ્યુની સૌથી મોંઘી કાર્સ, ચોંકાવી દે તેવી છે કિંમત
આ પણ વાંચોઃ-સેકન્ડ હેન્ડ કાર ખરીદવાના પાંચ ફાયદા

1. ટોયોટા સેન્ચ્યુરી રોયલ

1. ટોયોટા સેન્ચ્યુરી રોયલ

કિંમતઃ- 534,135 ડોલર
જાપાનીઝ કાર નિર્માતા કંપની ટોયોટા દ્વારા જાપાનના સમ્રાટ માટે ફોર ડોર લિમોઝીન કાર સેન્ચ્યુરી રોયલનું નિર્માણ કરવામાં આવે છે. 2006થી લઇને અત્યારસુધીમાં આ કારના માત્ર ચાર યુનિટ બનાવવામાં આવ્યા છે. આ કારમાં 5 લિટર 1 જીઝેડ-એફઇ વી12 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 276 એચપી જનરેટ કરે છે, આ કારમાં કંપનીએ સિક્સ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમનો ઉપયોગ કર્યો છે.

2. કેડિલાક વન

2. કેડિલાક વન

કિંમતઃ- 300,000 ડોલર
કેડિલાક વન એક સરકારી લિમોઝીન છે, જેનું નિર્માણ જનરલ મોટર્સ દ્વારા ખાસ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ માટે કરવામાં આવે છે.

3. મર્સીડિઝ બેન્ઝ એસ ક્લાસ લિમોઝીન

3. મર્સીડિઝ બેન્ઝ એસ ક્લાસ લિમોઝીન

કિંમતઃ- 154,000 ડોલર
આ કંપનીનું ફ્લેગશીપ મોડલ છે, જેનું નિર્માણ 1954થી કરવામાં આવે છે, આ કારમાં કંપનીએ 6 લિટર એએમજી વી12 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 612 એચપી પ્રોડ્યુસ કરી શકે છે.

4. ક્રિસ્લેર 300 લિમોઝીન

4. ક્રિસ્લેર 300 લિમોઝીન

કિંમતઃ- 140,000 ડોલર
આ લિમોઝીન કાર ક્રિસ્લેરની વૈભવી ફેમેલી કારનું લોંગ વ્હીલબેઝ વર્ઝન છે. જેમાં કંપનીએ 6.4 લિટર એચઇએમઆઇ વી8 એન્જીનનો ઉપયોગ કર્યો છે, જેમાં 8 સ્પીડ 8એચપી 45 ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમ છે.

5. હુન્ડાઇ એક્યુઅસ લિમોઝિન

5. હુન્ડાઇ એક્યુઅસ લિમોઝિન

કિંમતઃ-113,000 ડોલર
હુન્ડાઇની આ લિમોઝીન કાર હાલ માત્ર દક્ષિણ કોરિયામાં જ જોવા મળે છે. આ કારમાં 5.5 લિટર પ્રિમિયમ ફ્યુઅલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 3500 આરપીએમ પર 395 એચપી જનરેટ કરી શકે છે.

6. મિત્સુબિશી ડિગ્નિટી લિમોઝીન

6. મિત્સુબિશી ડિગ્નિટી લિમોઝીન

કિંમતઃ- 105,500 ડોલર
આ કારનું મુખ્યત્વે પ્રોડક્શન 1999થી 2001 દરમિયાન કરવામાં આવ્યું હતું, બાદમાં તેને 2012માં પણ પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ કારમાં કંપનીએ 4.5 લિટર વી8 એન્જીનનો ઉપયોગ કર્યો છે. તેમજ 5 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમનો ઉપયોગ આ કારમાં કરવામાં આવ્યો છે.

7. સાંગયોંગ ચેરમેન ડબલ્યુ લિમોઝીન

7. સાંગયોંગ ચેરમેન ડબલ્યુ લિમોઝીન

કિંમતઃ- 103,000 ડોલર
આ દક્ષિણ કોરિયી વાહન નિર્માતા કંપની સાંગયોંગ મોટર્સનું ફ્લેગશીપ મોડલ છે. આ કારમાં 4,966 સીસી, 5 લિટર વી8 8 સિલિન્ડર પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 5600 આરપીએમ પર 302 એચપી જનરેટ કરે છે.

8. લિન્કોલ્ન એમકેએસ લિમોઝીન

8. લિન્કોલ્ન એમકેએસ લિમોઝીન

કિંમતઃ- 49,800 ડોલર
આ કારનું નિર્માણ ફોર્ડ મોટર કંપની દ્વારા કરવામાં આવે છે. જેમાં 3.5 લિટર વી6 ડીઓએચસી એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 5700 આરપીએમ પર 355 એચપી જનરેટ કરે છે.

9. કેડિલાક એક્સટીએસ લિમોઝીન

9. કેડિલાક એક્સટીએસ લિમોઝીન

કિંમતઃ- 48,635 ડોલર
આ કારને 2012માં લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ આ કારમાં 3.6 લિટર વી6 ગેસોલિન એન્જીનનો ઉપયોગ કર્યો છે, જે 410 એચપી જનરેટ કરી શકે છે.

10. ગ્રેટ વોલ હોવર પીઆઇ

10. ગ્રેટ વોલ હોવર પીઆઇ

કિંમતઃ- 33,750 ડોલર
ગ્રેટ વોલ મોટર્સએ ચીન સ્થિત કાર નિર્માતા કંપની છે, જેણે આ કારનું નિર્માણ કર્યું છે. આ કારમાં કંપનીએ 2.4 લિટર પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કર્યો છે.

English summary
World’s Top 10 Most Expensive Limousines
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X