For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેકન્ડ હેન્ડ કાર ખરીદવાના પાંચ ફાયદા

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટો જગત અંગે વાત કરવામા આવે તો નવી કારની જેમ યુઝ્ડ કાર અથવા તો સેકન્ડ હેન્ડ કાર પણ એટલું જ વેચાણ ધરાવે છે. અનેક કાર ખરીદદારો નવી કાર ખરીદી શકે તેવું બજેટ ન ધરાવતા હોય ત્યારે પોતાની કારની ઇચ્છાને પૂર્ણ કરવા માટે યુઝ્ડ કાર પર પસંદગી ઉતારતા હોય છે અને એ જ વાતને ધ્યાનમાં રાખીને અનેક કાર નિર્માતા કંપનીઓ દ્વારા કેટલાક યુઝ્ડ કારના આઉટલેટ પણ શરૂ કરવામાં આવતા હોય છે.

જોકે યુઝ્ડ કાર ખરીદવા માટે કેટલીક ખાસ બાબતો પર ધ્યાન રાખવા જેવી હોય છે. તેમજ નવી કારની સરખામણીએ કેટલાક એવા ફાયદા પણ છે, જે યુઝ્ડ કાર ખરીદવાથી થતાં હોય છે. ઉદાહરણ તરીકે જો તમે એક વૈભવી કાર ખરીદવા માગતા હોવ તો તે બની શકે તમારા બજેટની બહારની હોઇ શકે છે, પરંતુ એ જ વૈભવી કાર તમે સેકન્ડ હેન્ડ ખરીદો તો તે બની શકે કે તમારા બજેટમાં પણ મળી રહેશે. જેને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં એવા જ પાંચ ફાયદા સેકન્ડ હેન્ડ કારની ખરીદી અંગે લઇને આવ્યા છીએ, જે અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ- બેકાબૂ બની ટો ટ્રક ને થયા આવા હાલ
આ પણ વાંચોઃ- શા માટે લોકોને ગમે છે પલ્સર, આ રહ્યા સાત કારણો
આ પણ વાંચોઃ- અનોખો પાર્ક, જ્યાં જોવા મળે છે ચિત્ર-વિચિત્ર કાર્સ

પોસાય તેવી કિંમત

પોસાય તેવી કિંમત

જૂની કાર હંમેશા નવી કાર કરતા કિંમતે સસ્તી હોય છે, પરંતુ એક સમસ્યા હંમેશા રહે છેકે તેના પહેલા માલિકે જે મુશ્કેલીનો સામનો કર્યો હોય છે, તે આપણને વિરાસતમાં મળે છે. તેમ છતાં આ સમસ્યાને કારની ચકાસણી કરીને દૂર કરી શકાય છે. જો તમારું સ્વપ્ન હોય કે એક વૈભવી કાર્સના માલિક બનો પરંતુ બજેટ બહાર હોય તો તમે સહેલાયથી એક વૈભવી સેકન્ડ હેન્ડ કાર તમારા બજેટમાં ખરીદી શકો છો.

ઓછો ભાવ ઘટાડો

ઓછો ભાવ ઘટાડો

નવી કારને વેચાણ અર્થે મુકો એટલે તેના ભાવમાં ઘટાડો જોવા મળે છે, પરંતુ સૌથી મોટો ઘટાડો કારને કેટલો સમય થયો છે અને કટેલા કિલોમીટર ફરી છે, તેના આધારે થાય છે. જોકે સૌથી મોટો ભાવઘટાડો કાર લીધાના એક વર્ષની અંદર વેચવામા આવે તો જોવા મળે છે, જે 40 ટકાની આસપાસ હોય છે, જો તમે એક સેકન્ડ હેન્ડ કાર ખરીદી હોય તો તમારે મોટા ભાવઘટાડાનો સામનો કરવો પડતો નથી. તેમાં નાની અમથી વધઘટ જોવા મળે છે.

ઓછો વીમા દર

ઓછો વીમા દર

જે પ્રકારે કારની કિંમત પણ તેની ઉમરની અસર થાય છે, તેવી જ વીમા દર પર પણ તેની અસર જોવા મળે છે, પરંતુ કાર વપરાયેલી હોય તો વીમા દર ઓછો ખર્ચાળ હોય છે.

વોરન્ટી

વોરન્ટી

જ્યારે તમે કંપની દ્વારા શરૂ કરવામાં આવેલા વપરાયેલી કાર્સ આઉટલેટમાંથી કાર ખરીદો છો તો તેમા તમને વોરન્ટી પણ મળે છે, જોકે આ વોરન્ટી ઘણી ઓછી હોય છે અને તે અમુક કિ.મીના અંતરને જ કવર કરતી હોય છે.

સેલ્સ ટેક્સ

સેલ્સ ટેક્સ

મોટાભાગે કારને ટેક્સ મુદ્દો નડતો આવે છે. નવી ખરીદેલી કારમાં અલગ અલગ પ્રકારના સર્વિસ ટેક્સ લગાવવામાં આવ્યા હોય છે, પરંતુ યુઝ્ડ કારમાં સેલ્સ ટેક્સ લાગુ પડતો નથી. જેના કારણે ખરીદારની એક મોટી રકમ બચી જાય છે.

સારી સ્થિતિમાં હોય છે સેકન્ડ હેન્ડ કાર

સારી સ્થિતિમાં હોય છે સેકન્ડ હેન્ડ કાર

પહેલાના સમયમાં સેકન્ડ હેન્ડ કારની હાલત ઘણી જ ખરાબ જોવા મળતી હતી, પરંતુ આજના સમયની વાત કરવામાં આવે તો સેકન્ડ હેન્ડ કારની સાચવણી ઘણી જ સારી હોય છે. અને શોધવા નીકળો તો તમને નવી કાર જેવી જ ઇન્ટિરીયર અને એક્સ્ટિરીયર સ્થિતિમાં સેકન્ડ હેન્ડ કાર મળી રહે છે.

English summary
5 Advantages of buying a used car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X