For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે લોકોને ગમે છે પલ્સર, આ રહ્યા સાત કારણો

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં જો કોઇ બ્રાન્ડે તેની નિર્માતા કંપનીના નામને સાઇડલાઇન કરી દીધું હોય તો એ છે પલ્સર. જી હાં, પલ્સર બાઇકનું નિર્માણ જાણીતી ભારતીય ટૂ વ્હીલર નિર્માતા કંપની બજાજ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે પણ પલ્સરના નામનો ઉલ્લેખ થાય છે, ત્યારે લોકો માત્ર પલ્સર જ કહે છે, ના કે બજાજ પલ્સર. તેના ઉચ્ચારણ પરથી જ માલુમ પડી જાય છેકે, ભારતમાં આ બ્રાન્ડે કેટલી લોકપ્રિયતા મેળવી હશે.

બજાજે પણ પોતાની આ બ્રાન્ડની શાખ જળવાઇ રહે એ માટે તેમાં અનેક સુધારા વધારા કરીને આ બ્રાન્ડ હેઠળ નવા મોડલ્સ બજારમાં પ્રસ્તૃત કરવાનું યથાવત રાખ્યું છે. પલ્સરની લોકપ્રિયતા ઘણી જ છે અને ભારતમાં પલ્સર બાઇક ધરાવનારા પોતાને પલ્સરિયન કહેવડાવવામાં જરા પણ સંકોચ અનુભવતા નથી, તેની પાછળ અનેક બાબતો રહેલી છે, આ જે અમે એ જ બાબતો પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે અહીં એવી કેટલીક બાબતોને તસવીરો થકી જણાવી રહ્યાં છીએ જે સાબિત કરે છેકે શા માટે પલ્સરથી લોકો આટલા પ્રભાવિત કેમ છે.
આ પણ વાંચોઃ- શેવરોલેની ટોપ એફોર્ડેબલ કાર્સ, કિંમત 3થી 8 લાખની અંદર
આ પણ વાંચોઃ-બાઇક કમ્પેરિઝનઃ ડિસ્કવર 150 F, CB યુનિકોર્ન, યામાહા SZ અને GS150આર
આ પણ વાંચોઃ- પાંચ સૌથી મોંઘી કેડિલેક કાર્સ, અમેરિકનો છે જેના દિવાના

સ્ટાઇલિંગ

સ્ટાઇલિંગ

અનેક બાઇક નિર્માતા કંપનીઓ પોતાની બાઇકને એક માચો લુક આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ એક પણ કંપની શ્રેષ્ઠ સ્પોર્ટિનેસ અને ચિસેલ્ડ મસલ ડિઝાઇન આપવામાં જોઇએ તેટલા સફળ થયા નથી, પરંતુ પલ્સરે આ કરી બતાવ્યું છે. પલ્સર એક હાર્ડકોર મસ્ક્યુલર બાઇક છે, જે દરેક વર્ગને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. જાપાનીઝ કંપનીઓ દ્વારા હવે એ પ્રકારની બાઇક બનાવવાનું શરૂ કર્યું છે, પરંતુ એકપણ બાઇક પલ્સરની તોલે આવતી નથી. જો પલ્સરની જાળવણી કરવામાં આવે તો આ બાઇક વર્ષો સુધી પોતાના એ જ લુકમાં સજ્જ જોઇ શકાય છે.

રોડ રેજ

રોડ રેજ

ભારતીય રોડની વાત કરવામાં આવે તો પલ્સરને અહીંના રસ્તાઓનો રાજા ગણાવી શકાય છે. તમે શહેરના ટ્રાફિકમાં ફસાયા હોવ ત્યારે એક પલ્સર ચાલક તમારી પાસેથી નીકળે તો એ ચોક્કસપણે કોઇ કાર ચાલકને નર્વસ કરી મુકે તે રીતે પસાર થઇ જતો હશે અને એ પણ એકદમ સરળતાથી. માત્ર એટલું જ નહીં હાઇવે પર તમે હાઇ સ્પીડ પર આ બાઇકને લઇ જાઓ ત્યારે તમારા હૃદયના ધબકારા વધારી દે તે હદે તે સ્પીડ પકડી લે છે. આ બાઇકની સ્ટ્રેઇટ લાઇન સ્ટેબિલિટી પણ શાનદાર છે.

મોડિફિકેશન

મોડિફિકેશન

બીએમડબલ્યુ કારના માલિકોની જેમ પલ્સરને શોરૂમમાંથી લઇને બહાર નિકળ્યા બાદ તેને મોડિફિકેશન માટે લઇ જવામા આવે છે, જ્યાં બાઇકમાં વિવિધ માચો સ્ટિકર લગાવવામા આવે છે, કેટલુંક ઇલેક્ટ્રિકલ કામ પણ બાઇકમાં કરવામાં આવે છે. પાછળના વ્હીલમાં રેડ, બ્લુ અથવા વ્હાઇટ કલરનું કામ કરાવવામાં આવે છે, ચેસિસ અને બોડીમાં પણ અમુક પ્રકારના કલર કરાવવામાં આવે છે. તેમજ હવે તો બાઇકમાં એન્જલ લાઇટ્સ પણ મુકાવવામાં આવે છે.

કોઇપણ કિંમત ચુકવવા તૈયાર

કોઇપણ કિંમત ચુકવવા તૈયાર

પલ્સર બ્રેક ડાઉન માટે જાણીતી બાઇક છે, અને સમય જતાં તેમાં ઘટાડો આવ્યો છે, પરંતુ જ્યારે બાઇક બ્રેક ડાઉન થાય છે, ત્યારે પલ્સર ઓનર્સ તેને રિપ્લેસ કરવામાં જરા પણ બાર્ગેનિંગ કરતા નથી કે મોડું કરતા નથી. દરેક મેજર કામ માત્ર બે દિવસની અંદર થઇ જાય છે અને રાઇડર બે દિવસમાં ફરી પોતાની માચો બાઇક ચલાવતો જોવા મળે છે, કંપની તરફથી પણ પલ્સરિયન્સનો વિશ્વાસ વધાર્યો છે, અને કહ્યું છેકે પલ્સરના સ્પેરપાર્ટ્સ હંમેશા મળી રહેશે અને તેની કિંમત પણ સારી એવી રહે છે, જોકે તે ના તો વધારે અને ના તો ઓછી હોય છે, જેના કારણે પલ્સરધારકો અન્ય બ્રાન્ડ તરફ નજર ફેરવી રહ્યાં નથી.

ટાયર તો માત્ર એમઆરએફ જ

ટાયર તો માત્ર એમઆરએફ જ

બાઇકની અંદર ટાયર સૌથી મહત્વનું અંગ કહેવાય છે, જેટલા સારા ટાયર રાઇડિંગ એટલી જ સારી રહે છે, પિરેલી, મિકેલિન જેવા ટાયર પર વિશ્વાસ કરવાના બદલે પલ્સરિયન માત્ર એમઆરએફ ટાયર પર જ વિશ્વાસ ધરાવે છે,

સારી એફિસિએન્સી

સારી એફિસિએન્સી

જો તમે તમારી બાઇકને સારી અવસ્થામાં રાખી હોય તો પલ્સર હંમેશા હાઇવે પર શાનદાર એફિસિએન્સી આપવા માટે જાણીતી છે. તેમજ પલ્સર 220ના ઓનર્સ એવો પણ દાવો કરતા હોય છેકે, તેમની બાઇક એક લિટરમાં 44-45 કિ.મીની એવરેજ આપે છે. હોન્ડા યુનિકોર્ન ઓન રોડ એફિસિએન્સીનો દાવો કરતી નથી પરંતુ પલ્સર 220 સહેલાયથી એક લિટરમાં 33 કિ.મીનો દાવો કરી શકે છે.

ફ્યુઅલ ટેન્ક કેપેસિટી

ફ્યુઅલ ટેન્ક કેપેસિટી

પલ્સર દ્વારા 17 લિટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવે છે, જે હંમેશા ભારતમાં 100થી120 કિ.મી પ્રતિ કલાકની સુરક્ષિત સ્પીડ પકડવામાં તૈયાર રહે છે. જો પલ્સરની ટેન્કને ફૂલ કરાવવામાં આવે તો તે 500 કિ.મી સુધી જઇ શકે છે. જે તેની ખાસિયત છે અને તે અન્ય સુપરબાઇક રાઇડર્સને ઇર્ષા પમાડી શકે છે.

English summary
7 Reasons Why Pulsar Owners Are Obsessed With Their Bikes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X