શેવરોલેની ટોપ એફોર્ડેબલ કાર્સ, કિંમત 3થી 8 લાખની અંદર
ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં દરરોજ એકથી એક ચઢિયાતી અને વૈભવી કાર્સ લોન્ચ થતી રહે છે. જેમાની કેટલીક કાર્સ આપણને પોસાય તેવી કિંમતમાં હોય છે તો કેટલીક કાર આપણા બજેટની બહાર હોય છે. લોન્ચ થયેલી કાર્સમાંથી આપણા પસંદની આપણે જે પ્રકારની સુવિધાઓ મેળવવા માગીએ છે તે ચકાસવા નિકળીએ ત્યારે કાં તો સરવાળે કાર આપણને મોંઘી પડે છે તો કેટલીક કાર આપણી કિંમતની બહાર જતી રહે છે.
આ પહેલા અમે તમને 3થી 8 લાખ રૂપિયા સુધીની કિંમત ધરાવતી મારુતિ, હોન્ડા, હુન્ડાઇ અને ફોર્ડ કંપનીની કાર્સ અંગે જણાવ્યું હતું. આજે અમે અહીં શેવરોલેની કેટલીક લોકપ્રીય કાર અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત 3 લાખથી 8 લાખ સુધીની છે, તો ચાલો તસવીરો થકી આ કાર્સ અંગે વધુ જાણીએ.
આ પણ વાંચોઃ- ફોર્ડની ટોપ એફોર્ડેબલ કાર્સ, કિંમત 3થી 8 લાખની અંદર
આ પણ વાંચોઃ- સુઝુકી-ટીવીએસ અને યામાહાની ટોપ 150-160 સીસી બાઇક
આ પણ વાંચોઃ- 7 લાખ કરતા ઓછી કિંમતની 14 ટોપ હેચબેક કાર્સ

શેવરોલે સ્પાર્ક
કિંમતઃ-3.45થી 4 લાખ રૂપિયા
એન્જીનઃ- 995સીસી, એસ-ટેક 4 સિલિન્ડર ઇનલાઇન એસઓએચસી પેટ્રોલ એન્જીન, 5400 આરપીએમ પર 62 બીએચપી અને 4200 આરપીએમ પર 90 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18 કિ.મી પ્રતિ લિટર

શેવરોલે બીટ
કિંમતઃ-3.97થી 5.94 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1199 સીસી, એસ-ટેક 2, 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 6200 આરપીએમ પર 79 બીએચપી અને 4400 આરપીએમ પર 108 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 936 સીસી, 1.0 એક્સએસડીઇ 3 ઇનલાઇન ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 57 બીએચપી અને 1750 આરપીએમ પર 150 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18.6 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 25.44 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

શેવરોલે સેઇલ યુ-વીએ
કિંમતઃ-4.29થી 6.62 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1199 સીસી, 4 ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 85 બીએચપી અને 5000 આરપીએમ પર 113 એનએમ ટાર્ક.
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 4 ઇનલાઇન ડીઝલ એન્જીન, 6000 આરપીએમ પર 85 બીએચપી અને 5000 આરપીએમ પર 113 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18.2 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 22.1 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

શેવરોલે ટ્રાવેરા
કિંમતઃ-7.27થી 10.62 લાખ રૂપિયા
એન્જીનઃ- 2499 સીસી, 4 સિલિન્ડર ડિરેક્ટ ઇન્જેક્શન ટર્બો ડીઝલ એન્જીન, 3900 આરપીએમ પર 80 બીએચપી અને 1800 આરપીએમ પર 186 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 13.7 કિ.મી પ્રતિ લિટર

શેવરોલે એન્જોય
કિંમતઃ-5.74થી 8.13 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1389 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 102 બીએચપી અને 4400 આરપીએમ પર 131 એનએમ ટાર્ક.
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 76 બીએચપી અને 1750 આરપીએમ પર 188 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 13.7 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 18.2 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

શેવરોલે સેઇલ
કિંમતઃ-5.15થી 7.54 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1199 સીસી, સ્માર્ટેક 4 સિલિન્ડર ડીઓએચસી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 85 બીએચપી અને 5000 આરપીએમ પર 113 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18.2 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 22.1 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, સ્માર્ટેક 4 સિલિન્ડર ડીઓએચસી ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 77 બીએચપી અને 1750 આરપીએમ પર 205 એનએમ ટાર્ક.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
