ભારતની ટોપ 7 એસયુવી, કિંમત 15 લાખની અંદર
ભારતીય ઓટોમોબાઇલ બજારમાં સેડાન, હેચબેક, એસયુવી અને એમયુવી સહિત અનેક પ્રકારની કારનું નિર્માણ કરવામાં આવે છે. જોકે, ભારતીય કાર ધારકોમાં એક ખાસ વર્ગ છે, જે એસયુવી ખરીદવાનું વધારે પસંદ કરે છે. ભારતની વાત કરવામાં આવે તો ટાટા અને મહિન્દ્રા એક એવી વાહન નિર્માતા કંપનીઓ છેકે જે સૌથી વધારે એસયુવીનું નિર્માણ કરે છે.
ખાસ કરીને મહિન્દ્રા દ્વારા સૌથી વધારે એસયુવીનું નિર્માણ કરવામાં આવે છે અને આ વાહન નિર્માતા કંપનીએ એસયુવી સ્પેશિયાલિસ્ટ પણ કહેવામાં આવે છે. મહિન્દ્રા અને ટાટા ઉપરાંત પણ અનેક કંપનીઓ દ્વારા એસયુવી લોન્ચ કરવામાં આવે છે, જેમાં ફોર્ડ, નિસાન, રેનો વિગેરે કંપનીઓ છે, આજે અમે અહીં 8 લાખથી 15 લાખ રૂપિયા સુધીની કિંમત ધરાવતી એસયુવી અંગે તસવીરો થકી માહિતી આપી રહ્યાં છીએ તો ચાલો એ અંગે માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ-વિશ્વની સૌથી મોંઘી ઑડી કાર્સ, જાણો શું છે કિંમત
આ પણ વાંચોઃ-બજાજ-ટીવીએસની ટોપ 180-200 સીસી બાઇક

મહિન્દ્રા એક્સયુવી 500
કિંમતઃ- 10.83થી 14.65 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2 લિટર 16વી એમહૉક ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 140 બીએચપી અને 1600-2800 આરપીએમ પર 330 એનએમ ટાર્ક
એવરેજઃ- 15.1 કિ.મી પ્રતિ લિટર

રેનો ડસ્ટર
કિંમતઃ- 7.86થી 11.79 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર 16વી કે9કે ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 83.8 બીએચપી અને 1900 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 20.45 કિ.મી પ્રતિ લિટર

ફોર્ડ ઇકોસ્પોર્ટ
કિંમતઃ- 6.15થી 9.49 લાખ રૂપિયા
એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર 16વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 89.75 બીએચપી અને 2000-2750 આરપીએમ પર 204 એનએમ ટાર્ક
એવરેજઃ- 22.7 કિ.મી પ્રતિ લિટર

મહિન્દ્રા સ્કોર્પિયો
કિંમતઃ- 8.21થી 12.46 લાખ રૂપિયા
એન્જીનઃ- 2609 સીસી, 2.6 લિટર 16વી ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 115 બીએચપી અને 1700-2200 આરપીએમ પર 277.5 એનએમ ટાર્ક
એવરેજઃ- 13.5 કિ.મી પ્રતિ લિટર

નિસાન ટેર્રાનો
કિંમતઃ- 9.48થી 12.30 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર 8વી કે9કે ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 83.8 બીએચપી અને 1900 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 20.45 કિ.મી પ્રતિ લિટર

ફોર્સ વન
કિંમતઃ- 9.27થી 13.98 લાખ રૂપિયા
એન્જીનઃ- 2650 સીસી, 2.6 લિટર 16વી એફટીઆઇ એન્જીન, 3200 આરપીએમ પર 80.87 બીએચપી અને 1800-2000 આરપીએમ પર 230 એનએમ ટાર્ક
એવરેજઃ- 17 કિ.મી પ્રતિ લિટર

ટાટા સફારી સ્ટોર્મ
કિંમતઃ- 10.29થી 14.33 લાખ રૂપિયા
એન્જીનઃ- 2179 સીસી, 2.2 લિટર 16 વી વીટીટી વરીકોર ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 138.1 બીએચપી અને 1700-2700 આરપીએમ પર 320 એનએમ ટાર્ક