વિશ્વની સૌથી મોંઘી ઑડી કાર્સ, કિંમત લાખો ડોલર્સમાં
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટર કે પછી વિશ્વ ઓટો જગતમાં જ્યારે વૈભવી કાર નિર્માતાઓની વાત કરવામાં આવે તો સ્વાભાવિક પણે બીએમડબલ્યુ, મર્સીડિઝ બેન્ઝ અને ઑડીનું નામ ટોચ પર આવે છે. આ કાર નિર્માતા કંપનીઓ દ્વારા અનેક શ્રેષ્ઠ વૈભવી કારનું નિર્માણ કરવામાં આવે છે, જે પ્રકારે કારમાં સુવિધાઓ આપવામા આવે છે, તે પ્રમાણે આ કારની કિંમત પણ ઘણી જ હોય છે, જે સામાન્ય બેજટ ધરાવતા કાર ખરીદદારોને પોસાય તેવી નથી હોતી.
તેમ છતાં ઑડી દ્વારા એવી અનેક કાર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની કિંમત સાંભળીને તમે પણ કહીં ઉઠશો કે ના હોય આટલી બધી કિંમત. આજે અમે અહીં તસવીરો થકી ઑડી કાર નિર્માતા કંપનીની એવી જ ટોપ પાંચ વિશ્વની સૌથી મોંઘી કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત લાખો ડોલર છે.
આ પણ વાંચોઃ-જેવું નામ તેવી કિંમત, વિશ્વની સૌથી મોંઘી લિમોઝીન કાર્સ
આ પણ વાંચોઃ-બજાજ-ટીવીએસની ટોપ 180-200 સીસી બાઇક
આ પણ વાંચોઃ-કમ્પેરિઝનઃ ટીવીએસની નવી સ્કૂટી જેસ્ટ આપશે એક્ટિવા આઇને ટક્કર

5. ઑડી એસ8
કિંમતઃ- 150.000 ડોલર
ઑડીની સૌથી મોંઘી કાર્સની યાદીમાં એસ8 પાંચમા ક્રમે આવે છે, આ કારમાં કંપનીએ 5.2 લિટર વી10 એન્જીનનો ઉપયોગ કર્યો છે, જે 444 એચપી જનરેટ કરી શકે છે. તેની ટોપ સ્પીડ 260 કિ.મી પ્રતિ કલાક છે. તેમજ તે 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ 5.1 સેકન્ડમાં પકડી શકે છે.

4. ઑડી આરએસ3 સ્પોર્ટબેક સ્પોર્ટેક આરએસ500
કિંમતઃ- 210.000 ડોલર
આ કારમાં કંપનીએ 2.5 લિટર ઇનલાઇન 5 એન્જીનનો ઉપયોગ કર્યો છે. જે 507 એચપી જનરેટ કરી શકે છે. આ કારની ટોપ સ્પીડ 302 કિ.મી પ્રતિ કલાક છે અને તે 100 કિ.મીની ઝડપ 3.9 સેકન્ડમાં હાંસલ કરી શકે છે.

3. ઑડી આરએસ5 સન્નેર ટ્યુનિંગ
કિંમતઃ- 280.000 ડોલર
આ કારમાં કંપનીએ 4.2 લિટર વી8 એફએસઆઇ એન્જીનનો ઉપયોગ કર્યો છે. તેની ટોપ સ્પીડ 208 કિ.મી પ્રતિ લિટર છે અને તે 300 કિ.મી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ કાર 100 કિ.મીની ઝડપ 4.2 સેકન્ડમાં હાંસલ કરી શકે છે.

2. ઑડી આર8 જીટી
કિંમતઃ- 400.000 ડોલર
આ કારમાં કંપનીએ 5.2 લિટર એફએસઆઇ એન્જીનનો ઉપયોગ કર્યો છે. આ કારની ટોપ સ્પીડ 325 કિ.મી પ્રતિ કલાક છે અને તે 3.3 સેકન્ડમાં 100 કિ.મીની ઝડપ પકડી શકે છે.

1. ઑડી આર8 વી10 એમટીએમ બીટર્બો
કિંમતઃ- 890.000 ડોલર
આ કારને ઑડીની સૌથી મોંઘી કાર માનવામાં આવે છે. આ કારમાં કંપનીએ વી10 એન્જીનનો ઉપયોગ કર્યો છે. આ કારની ટોપ સ્પીડ 360 કિ.મી પ્રતિ કલાક છે અને તે 100 કિ.મીની ઝડપ માત્ર 3 સેકન્ડમાં હાંસલ કરી શકે છે.












Click it and Unblock the Notifications
