કમ્પેરિઝનઃ ટીવીએસની નવી સ્કૂટી જેસ્ટ આપશે એક્ટિવા આઇને ટક્કર
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં ટૂ વ્હીલર્સનું નિર્માણ કરવા માટે જાણીતી કંપની ટીવીએસ દ્વારા સ્કૂટર સેગ્મેન્ટમાં હોન્ડા, હીરો, યામાહા અને સુઝુકી સહિતની કંપનીઓને મજબૂત પડકાર ફેંકવા માટે પોતાની નવી સ્કૂટી જેસ્ટને લોન્ચ કરી છે, કંપનીએ પોતાના નવા સ્કૂટરને 42,300 રૂપિયાની કિંમતે બજારમાં ઉતારી છે, જે હાલ બજારમાં રહેલા લોકપ્રીય એક્ટિવા અને લેટ્સ કરતા ઘણું જ સસ્તુ છે.
આ સ્કૂટરને ટીવીએસે લોન્ચ કરતાની સાથે જ બજારમાં ચર્ચા થવા માંડી છેકે આ સ્કૂટર યામાહા રે, હોન્ડા એક્ટિવા આઇ, સુઝુકી લેટ્સ, હીરો પ્લેઝર જેવા સ્કૂટરને ટકકર આપશે અને તેમની સાથેની સરખામણી પણ કરવામાં આવી રહી છે, જેને ધ્યાનમાં રાખી આજે અમે અહીં ઉક્ત તમામ સ્કૂટર્સની તુલનાત્મક માહિતી તસવીરો થકી આપી રહ્યાં છીએ, જેથી તમે તમારી પસંદગીનું સ્કૂટર સરળતાપૂર્વક ખરીદી શકો.
આ પણ વાંચોઃ- વિચિત્ર અકસ્માતઃ તમે જ નક્કી કરો કોની છે ભૂલ
આ પણ વાંચોઃ- બીએમડબલ્યુની સૌથી મોંઘી કાર્સ, ચોંકાવી દે તેવી છે કિંમત
આ પણ વાંચોઃ-સેકન્ડ હેન્ડ કાર ખરીદવાના પાંચ ફાયદા

કિંમત અંગે સરખામણી
સ્કૂટી જેસ્ટની કિંમતઃ- 42,300 રૂપિયા
યામાહા રેની કિંમતઃ- 46,000 રૂપિયા
હોન્ડા એક્ટિવા આઇઃ- 46,623 રૂપિયા
સુઝુકી લેટ્સની કિંમતઃ- 51,488 રૂપિયા
હીરો પ્લેઝરની કિંમતઃ- 42,100 રૂપિયા
કિંમતના મામલે સ્કૂટી જેસ્ટ અન્ય સ્કૂટર્સની સરખામણીએ સસ્તું છે.

એન્જીન સ્પેસિફિકેશનઃ- સ્કૂટી જેસ્ટ
એન્જીનઃ- 109.70 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, સીવીટીઆઇ, એર કૂલ્ડ એન્જીન, 7500 આરપીએમ પર 5.9 કેડબલ્યુ અને 5500 આરપીએમ પર 8.8 એનએમ
એવરેજઃ- 62 કિ.મી પ્રતિ લિટર

એન્જીન સ્પેસિફિકેશનઃ- યામાહા રે
એન્જીનઃ- 113 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, ઓસઓએચસી, 2 વાલ્વ, સિંગલ સિલિન્ડર એન્જીન, 7500 આરપીએમ પર 7.1 પીએસ અને 5000 આરપીએમ પર 8.1 એનએમ
એવરેજઃ- 53 કિ.મી પ્રતિ લિટર

એન્જીન સ્પેસિફિકેશનઃ- હોન્ડા એક્ટિવા આઇ
એન્જીનઃ- 109 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રક, સિંગલ સિલિન્ડર, ઓએચસી એન્જીન, 7500 આરપીએમ પર 8 બીએચપી અને 5500 આરપીએમ પર 8.74 એનએમ
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

એન્જીન સ્પેસિફિકેશનઃ- સુઝુકી લેટ્સ 110
એન્જીનઃ- 112.80 સીસી, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ, ઓસઓએચસી, ટૂ વાલ્વ એન્જીન, 7500 આરપીએમ પર 6.5 કેડબલ્યુ અને 5500 આરપીએમ પર 9 એનએમ
એવરેજઃ- 63 કિ.મી પ્રતિ લિટર

એન્જીન સ્પેસિફિકેશનઃ- હીરો પ્લેઝર
એન્જીનઃ- 102 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, ઓએચસી એન્જીન, 7000 આરપીએમ પર 5.03 કેડબલ્યુ અને 5000 આરપીએમ પર 7.85 એનએમ
એવરેજઃ- 45 કિ.મી પ્રતિ લિટર

પ્લસ-માયનસ બાબતોઃ-સ્કૂટી જેસ્ટ
પ્લસ બાબતો
વાઇડ કમ્ફર્ટટેબલ સીટ, ડબલ રેટેડ મોનોશોક્સ, રાઇટ ટર્નિંગ રેડિયસ, અન્ટિકિડ ટ્યૂબલેસ ટાયર્સ, પાર્કિંગ બ્રેક, ઇઝી સેન્ટર સ્ટેન્ડ, બ્રાઇટર હેડલાઇટ્સ.
માયનસ બાબત
ડિસ્ક બ્રેક નથી.

પ્લસ-માયનસ બાબતોઃ-યામાહા રે
પ્લસ બાબતો
સારો લૂક, સ્મૂથ અને ઝીરો વાઇબ્રેશન, ચલાવવામાં અને હેન્ડલિંગમાં ઘણું જ સરળ
માયનસ બાબતો
પાવર ઓછો, ડીઝીટલ મીટર નથી.

પ્લસ-માયનસ બાબતોઃ-હોન્ડા એક્ટિવા આઇ
વજનમાં હળવુ

પ્લસ-માયનસ બાબતોઃ-સુઝુકી લેટ્સ 110
પ્લસ બાબતો
સ્ટાઇલિંગ, ફીચર્સ, ટેલીસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ
માયનસ બાબત
સર્વિસ નેટવર્ક

પ્લસ-માયનસ બાબતોઃ-હીરો પ્લેઝર
તેનો દેખાવ સારો અને ઘણો જ આકર્ષક છે. તણાવમુક્ત ડ્રાઇવિંગનો આનંદ આપે છે.

સ્પેશિયલ ફીચર્સઃ-સ્કૂટી જેસ્ટ
19 લિટર અન્ટર સીટ સ્ટોરેજ, બેકલિટ સ્પીડોમીટર, લાર્જેસ્ટ અન્ડર સીટ સ્ટોરેજ, ઓપન ગ્લોવ બોક્સ, ફોલ્ડેબલ બેગ હૂક, અન્ડર સીટ બેગ હૂક, ડબલ સ્ટિચ્ડ સીટ, એલઇડી ટેઇલ લેમ્પ, ઇકોમીટર, લોન્ગ આઇડલિંગ ઇન્ડિકેટર

સ્પેશિયલ ફીચર્સઃ- યામાહા રે
ડાયનેમિક વી શેપ્ડ હેડલેમ્પ, કર્વ્ડ લેગ શિલ્ડ, રિયર ફેન્ડર જે, રિયર વ્હીલની મૂવમેન્ટ આધારે મૂવ કરે છે.

સ્પેશિયલ ફીચર્સઃ- હોન્ડા એક્ટિવા આઇ
કોમ્બી બ્રેક સિસ્ટમ, એર ફિલ્ટર, ટ્યૂબલેસ ટાયર, 18 લિટર અન્ડર સ્ટોરેજ કેપેસિટી, લોન્ગ સિટ, ઇન્સ્ટ્રુમેન્ટલ પેનલ.

સ્પેશિયલ ફીચર્સઃ- સુઝુકી લેટ્સ 110
બોડી ગ્રાફિક્સ, ટ્યૂબલેસ ટાયર, લાર્જ સ્પીડોમીટર

સ્પેશિયલ ફીચર્સઃ- હીરો પ્લેઝર
બૂટ લાઇટ લગેજ બોક્સમાં, લોકેબલ ગ્લોવ બોક્સ, મોબાઇલ ચાર્જર સોકેટ, ટ્યૂબલેસ ટાયર, આકર્ષક મીટર કોન્સોલ, સ્ટનિંગ ટેલ લાઇટ્સ.