Tata Motors લોન્ચ કરશે નવી માઇક્રો SUV, જુઓ ટીઝર
Tata HBX માઇક્રો SUV એ ટાટા મોટર્સની મોસ્ટ અવેઇટેડ કારમાંથી એક છે, જે આવનારા મહિનાઓમાં લોન્ચ થવાની શક્યતા છે. લોન્ચિંગની સત્તાવાર જાહેરાત પહેલા, કંપનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર SUVનો પહેલો ટીઝર વીડિયો બહાર પાડ્યો છે. કાર નિર્માતાએ તેની માઇક્રો SUVના કોન્સેપ્ટ મોડલને Tata HBX નામ આપ્યું છે. તેને પ્રથમ ઓટો એક્સ્પો 2020માં રજૂ કરવામાં આવી હતી. જો કે, કંપની ફાઇનલ મોડલને થોડું અલગ નામ આપી શકે છે.
કેવી હશે ડિઝાઇન?
Tata HBX કંપનીનું આલ્ફા પ્લેટફોર્મ અને ઇમ્પેક્ટ ડિઝાઇન 2.0 આધારિત બનાવવામાં આવનારું બીજું મોડલ હશે. તેને ભારતીય બજાર માટે ટાટાની પ્રોડક્ટલાઇન-અપમાં નેક્સન સબકોમ્પેક્ટ SUVની નીચે મૂકવામાં આવશે. કાર નિર્માતાએ પહેલેથી જ પુષ્ટિ કરી છે કે, Tata HBXનું પ્રોડક્શન વર્ઝન કોન્સેપ્ટ મોડલના90 ટકા ડિઝાઇન કોન્સેપ્ટને જાળવી રાખશે.
Tata HBX સામે આવેલી સ્પાય તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે, તેમાં નેક્સન અને સફારીના કેટલાક ડિઝાઇન કોન્સેપ્ટ જોઈ શકાય છે. જેમાં સ્પ્લિટ એલઇડીહેડલાઇટ સેટઅપ અને સિગ્નેચર મેશ ગ્રિલનો સમાવેશ થાય છે. આ સિવાય તેમાં ગોળાકાર ધુમ્મસ લેમ્પ્સ, એલોય વ્હીલ્સ, છત રેલ્સ, રેક્ડ રીઅર વિન્ડસ્ક્રીન વગેરેનીસુવીધા પણ આપવામાં આવી છે.
ઈન્ટિરિયર્સની વાત કરીએ તો Tata HBXની કેબિન બ્લેક ટોનમાં આપી શકે છે. તે ફ્લેટ બોટમ સ્ટીઅરિંગ વ્હીલ, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ, મોટું ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે, સેમી-ડિજિટલ એમઆઇડી ક્લસ્ટર, સ્ટાર્ટ/સ્ટોપ બટન, સ્મોલ સ્ટિક આઉટ ડિસ્પ્લેની સુવિધા પણ તેમાં હોય શકે છે.

ટાટાની માઇક્રો SUVમાં હશે વધારે સ્પેસ
આ માઇક્રો SUVમાં સ્પેસ વધારે હશે. Tata HBX ના દરવાજા 90 ડિગ્રી પર ખુલી શકશે, જેથી કારમાં આવવા-જવામાં કોઇ મુશ્કેલી નહીં પડે. Tata HBXસામાન માટે પણ પૂરતી જગ્યા ધરાવતી પાંચ સીટર કાર હોઈ શકે છે. આ કારમાં ક્રુઝ કંટ્રોલ અને સાઉન્ડ માટે હાર્મન ઓડિયો સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.

Tata HBX માં પેટ્રોલ એન્જિન ઉપલબ્ધ હોઈ શકે છે
Tata HBX SUV ને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોવામાં આવી છે. તેનાથી સ્પષ્ટ છે કે, કંપની આ મોડેલને મેન્યુઅલ તેમજ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે લોન્ચ કરશે. માહિતી વિગતો અનુસાર આ મોડેલમાં 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપી શકાય છે, જે 86 BhP પાવર અને 114 Nm ટોર્ક જનરેટ કરે છે.

આ કાર સાથે રહેશે સીધી સ્પર્ધા
Tata HBX માઇક્રો SUV ટાટા નેક્સન કરતા નાની હશે અને તેની કિંમત પણ નેક્સન કરતા ઓછી હશે. એક અંદાજ મુજબ તેની કિંમત 5-7 લાખ રૂપિયા રાખવામાં આવી શકે છે, જેથી આ SUV આ કિંમતની શ્રેણીમાં વધુને વધુ ગ્રાહકોને લલચાવી શકે. ભારતમાં લોન્ચ થયા બાદ ટાટા HBX મહિન્દ્રા KUV100 અને Maruti Suzuki Ignis સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે.