ટાટાએ લોન્ચ કરી ઓટોમેટિક નેનો ટ્વિસ્ટ

Posted By:
Subscribe to Oneindia News

ટાટા મોટર્સે આ વખતે દિલ્હી ઓટો એક્સપોએ પોતાની ખુશીઓની ચાવી એટલે કે ટાટા નેનોના નવા અવતારને રજૂ કરી બધાંને ચોંકાવી દીધા છે. જીહાં, આ વખતે કંપનીએ નેનો માટે નવા ઓટોમેટિક વેરિએન્ટના કોન્સેપ્ટને રજૂ કર્યું છે. લાંબા સમયથી કંપની પોતાના ગ્રાહકો વચ્ચે નેનોની છબીને વધુ સારી બનાવવામાં લાગેલી હતી.

આ વખતે ટાટા મોટર્સે નવી નેનો ટ્વિસ્ટ એફ ટ્રોનિકને રજૂ કરી છે. આ કારને કંપનીએ વિશ્વની સૌથી સસ્તી ઓટોમેટિક કાર તરીકે પ્રદર્શિત કરી છે, જેવી રીતે નેનો પહેલાંથી જ વિશ્વની સૌથી સસ્તી કારનું લેબલ પોતાના નામે કરી ચૂકી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ, નેનોન આ નવા ઓટોમેટિક અવતારને.

ટાટા નેનો એફ-ટ્રોનિક ઓટોમેટિક

ટાટા નેનો એફ-ટ્રોનિક ઓટોમેટિક

ટાટા નેનો ઓટોમેટિકમાં ક્લચ લેસ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો ઉપયોગ કર્યો છે, જેને ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. જે રીતે તસવીરમાં જણાવવામાં આવ્યું છે.

ટાટા નેનો ટ્વિસ્ટ એફ ટ્રોનિક ફ્યુઅલ ટેક્નોલોજી

ટાટા નેનો ટ્વિસ્ટ એફ ટ્રોનિક ફ્યુઅલ ટેક્નોલોજી

સામાન્ય રીતે ઓટોમેટિક કાર વધુમાં વધુ ઇંધણ ખર્ચે છે, પરંતુ આ કારમાં કંપનીએ એએમટી યુનિટનો પ્રયોગ કરવામાં આવ્યું છે, જે આ કારના માઇલેજને એવું જ રાખે છે, જેવું મેન્યુઅલ ટ્રાન્સમિશનની કારમાં હોય છે.

ટાટા નેનો ટ્વિસ્ટ એફ ટ્રોનિકની ડિઝાઇન

ટાટા નેનો ટ્વિસ્ટ એફ ટ્રોનિકની ડિઝાઇન

નેનો ટ્વિસ્ટ એફ ટ્રોનિકમાં કંપનીએ નવા ફ્રન્ટ ફેસ પ્રયોગ કર્યો છે. તેના નવા બમ્પર ડિઝાઇનના કારણે આ કાર વધુ સુંદર લાગે છે, ઉપરાંત કંપનીએ કારના ફોગ લેમ્પને નવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ટાટા નેનો ટ્વિસ્ટ એફ ટ્રોનિકનું ઉત્પાદન

ટાટા નેનો ટ્વિસ્ટ એફ ટ્રોનિકનું ઉત્પાદન

હાલ કંપનીએ નેનો ટ્વિસ્ટ એફ ટ્રોનિકના કોન્સેપ્ટ સંસ્કરણને રજૂ કર્યું છે, પરંતુ કંપનીએ આ વર્ષના અંત સુધીમાં તેના પ્રોડક્શન સંસ્કરણનુ ઉત્પાદન શરૂ કરી દેશે અને કાર બજારમાં વેંચાણ માટે રજૂ કરી દેવામાં આવશે.

English summary
tata nano twist f tronic automatic showcased at auto expo

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.