For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં લોન્ચ થઇ આ Most Beautiful Car, કિંમત 1.21 કરોડ

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટો બજાર ધીરે ધીરે પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યું છે. બજારમાં સમયાંતરે એકથી એક ચઢિયાતી, વૈભવી અને સ્પોર્ટી કારને વિવિધ કંપનીઓ દ્વારા બજારમાં ઉતારવામાં આવી રહી છે. ભારતીય બજારમાં ખાસ કરીને યુવાનોને આકર્ષવા માટે વિદેશી કંપનીઓ દ્વારા પણ પોતાના ખાસ મોડલને અહીં લોન્ચ કરવામાં આવી રહ્યાં છે અને સ્પર્ધાને વધુ મજબૂત બનાવવામાં આવે છે. આ જ યાદીમાં અન્ય એક નામ જોડાઇ ગયું છે.

જી હાં, પ્લેનેટની મોસ્ટ બ્યૂટિફૂલ કાર્સમાની એક, જગુઆર એફ ટાઇપને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે, જે કૉપ ફોર્મમાં છે. આ કારને સૌથ પ્રથમ વાર ઓટો એક્સપો 2014માં રજૂ કરવામાં આવી હતી. આ કારના ત્રણ વેરિએન્ટ્સ છે અને આ ત્રણેય વેરિએન્ટ્સ આપણને ભારતમાં મળી રહેશે. તેમજ ભારતમાં એફ ટાઇપ કૉપ દ્વારા મોસ્ટ એફોર્ડેબલ ઓપ્શન આપવામાં આવ્યા છે. ભારતમાં જગુઆર એફ ટાઇપ કૉપ કારની પ્રારંભિક કિંમત 1.21 કરોડ રૂપિયા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ જગુઆર એફ ટાઇપના ત્રણેય મોડલ્સ અંગે.

એફ ટાઇપ કોપ

એફ ટાઇપ કોપ

આ કારમાં 3.0 લીટરનું વી6 એન્જી છે, જે 340 પીએસ પાવર ઉત્પન્ન કરે છે. કારના ત્રણેય વેરિએન્ટ્સમાં 8 સ્પીડ ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારની સ્પીડ 5.3 સેકન્ડમાં 0-100 કિ.મી પ્રતિ કલાક છે.

કારની કિંમત

કારની કિંમત

એફ ટાઇપ કૉપ કારની કિંમત અંગે વાત કરવામાં આવે તો કારની કિંમત 1.21 કરોડ રૂપિયા છે.

એફ ટાઇપ એસ કૉપ

એફ ટાઇપ એસ કૉપ

એસનો અર્થ સુપર ચાર્જર છે, આ કારમાં 3.0 લીટર એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર 4.9 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

એસ કૉપ કારની કિંમત

એસ કૉપ કારની કિંમત

એફ ટાઇપ એસ કૉપ કારની કિંમત 1.34 કરોડ રૂપિયા છે.

એફ ટાઇપ આર કૉપ

એફ ટાઇપ આર કૉપ

આ કારમાં 5.0 લીટરનું સુપરચાર્જ્ડ એન્જીન છે જે 550 પીએસની શક્તિ પ્રદાન કરે છે. આ કાર 4.3 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

આર કૉપની કિંમત

આર કૉપની કિંમત

એફ ટાઇપ આર કૉપની કિંમત 1.82 કરોડ રૂપિયા છે.

English summary
One of the most beautiful cars on the planet, Jaguar F-Type has been launched in India in its coupe form. Showcased for the first time in India at the Auto Expo 2014, the F-Type Coupe is offered in three variants, all of which are available to us.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X