For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવી Yamaha R15 પહેલા કરતા વધુ સ્પોર્ટી અને આકર્ષક, જાણો બાઇક વિશે કેટલીક ખાસ વાતો

Yamaha એ ભારતમાં નવી R15 (2021 Yamaha R15) લોન્ચ કરી છે. આ બાઇકને અપડેટ ડિઝાઇન અને ફિચર્સ સાથે લાવવામાં આવી છે. નવી Yamaha R15 ને તેના જૂના મોડલ કરતા વધારે સ્પોર્ટી લૂકમાં રજૂ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Yamaha એ ભારતમાં નવી R15 (2021 Yamaha R15) લોન્ચ કરી છે. આ બાઇકને અપડેટ ડિઝાઇન અને ફિચર્સ સાથે લાવવામાં આવી છે. નવી Yamaha R15 ને તેના જૂના મોડલ કરતા વધારે સ્પોર્ટી લૂકમાં રજૂ કરવામાં આવી છે. કંપની માને છે કે, બાઇકની નવી સ્પોર્ટી ડિઝાઇન હવે યુવાનોને વધુ પસંદ આવશે. અહીં અમે તમને 2021 Yamaha R15 વિશે કેટલીક માહિતી આપશું જે Yamaha R15 ને ખાસ બનાવે છે.

Yamaha R15

2021 Yamaha R15 ની કિંમત

2021 Yamaha R15 ની કિંમત

નવી Yamaha R15 ને R15 સ્ટાન્ડર્ડ અને R15M એમ બે વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બંને બાઇક્સ અનુક્રમે રૂપિયા 1,67,800 અને રૂપિયા1,77,800 (એક્સ-શોરૂમ) ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. R15 સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ ફિચર્સ અને ડિઝાઇન સાથે ઉપલબ્ધ છે, જ્યારે R15 M અલગ સ્પોર્ટીડિઝાઇન એલિમેન્ટમાં આવે છે. તેમાં અલગ ડિઝાઇન સીટ અને ગોલ્ડન બ્રેક કેલિપર્સ છે.

આ સાથે કંપનીએ નવા R15 નો મોટો GP એડિશન પણ રજૂ કર્યો છે, જેની કિંમત 1,79,800 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. નવી Yamaha R15 ત્રણરંગ વિકલ્પોમાં રજૂ કરવામાં આવશે. જેમાં મેટાલિક રેડ, ડાર્ક નાઈટ અને રેસિંગ બ્લુ નો સમાવેશ થાય છે.

  • Yamaha R15 મેટાલિક રેડ - 1,67,800 રૂપિયા
  • Yamaha R15 ડાર્ક નાઈટ - 1,68,800 રૂપિયા
  • Yamaha R15 રેસિંગ બ્લુ - 1,72,800 રૂપિયા
  • Yamaha R15 M - 1,77,800 રૂપિયા
  • Yamaha R15 મોટો જીપી એડિશન - 1,79,800 રૂપિયા

(તમામ કિંમતો એક્સ-શોરૂમ)

2021 Yamaha R15 ની ડિઝાઇન

2021 Yamaha R15 ની ડિઝાઇન

નવી Yamaha R15 ની વાત કરીએ તો તેની ડિઝાઈન તેના જૂના મોડલથી સંપૂર્ણપણે અલગ છે. બાઇકના ડ્યુઅલ હેડલેમ્પ ક્લસ્ટર દૂર કરવામાં આવ્યા છે. તેને હવેસિંગલ પોડ એલઇડી હેડલાઇટ યુનિટ દ્વારા એલઇડી પાયલોટ લેમ્પ સાથે બદલવામાં આવ્યું છે. તે Yamaha R7 સ્પોર્ટ્સ બાઇકની ડિઝાઇનમાં ખૂબ સમાન છે.

આ બાઇકને પહેલા કરતા વધુ સ્પોર્ટી અને આક્રમક શૈલીમાં રજૂ કરવામાં આવી છે. R15 માં સ્પોર્ટી ફેયરિંગ, મસ્ક્યુલર ફ્યુઅલ ટેન્ક અને ઉંચી વિન્ડસ્ક્રીન છે. સ્પોર્ટીયરસ્ટાઇલ ડિઝાઇન હોવા છતાં જાપાની બ્રાન્ડ દાવો કરે છે કે, R15 વધુ આરામદાયક રાઇડિંગ પોઝિશન આપે છે, જે બાઇકને રોજિંદા ઉપયોગ માટે યોગ્ય બનાવે છે.

2021 Yamaha R15 નું એન્જિન

2021 Yamaha R15 નું એન્જિન

નવું R15 V4 155 cc લિક્વિડ-કૂલ્ડ, SOHC સિંગલ-સિલિન્ડર એન્જિનથી ચાલે છે, જે 10,000 rpm પર 19 bhp અને 7,500 rpm પર 15 Nm ટોર્ક જનરેટ કરેછે. પહેલાની જેમ જ આ એન્જિન સ્લિપ અને આસિસ્ટ ક્લચ સાથે 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. જો કે, R15 M અને રેસિંગ બ્લુ વેરિએન્ટ્સને વધુ સારાપ્રદર્શન માટે ક્વિકશિફ્ટ પણ મળે છે.

2021 Yamaha R15 ના ફિચર્સ

2021 Yamaha R15 ના ફિચર્સ

એલસીડી ડિસ્પ્લે યુનિટ સાથે સ્ટ્રીટ અને ટ્રેક એમ મોટરસાઇકલને બે ડિસ્પ્લે મોડ્સ મળે છે. R15 V4.0 માં સ્માર્ટફોન કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ વાય-કનેક્ટ સિસ્ટમઆપવામાં આવી છે. તે કોલ અને મેસેજ એલર્ટ, રિઅલ ટાઇમ માઇલેજ, એન્જિન આરપીએમ, માલફંક્શન નોટિફિકેશન, પાર્કિંગ રેકોર્ડ, બાઇક લોકેશન, રાઇડ હિસ્ટ્રી અનેઘણું બધું પ્રદાન કરે છે.

નવી R15 ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ મેળવનારી ભારતની પ્રથમ 155 cc બાઇક છે. નવું R15 મોનો-શોક સાથે ઉંધી ફ્રન્ટ ફોર્કનો ઉપયોગ કરે છે, જ્યારે બ્રેકિંગ બંને વ્હીલ્સપર ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ સાથે ડ્યુઅલ ચેનલ એબીએસ સાથે આપવામાં આવે છે.

English summary
The new sporty design of the bike will now be more liked by the youth. Here we will give you some information about 2021 Yamaha R15 which makes Yamaha R15 special.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X