IND vs SA: રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ODI ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બન્યો 'હિટમેન'
India vs South Africa: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની રાંચી વન-ડે મેચમાં રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, 51 બોલમાં 57 રનની તોફાની ઇનિંગ્સ દરમિયાન ત્રણ છગ્ગા ફટકારી પાકિસ્તાનના શાહિદ આફ્રિદીને પાછળ છોડ્યો, વન-ડેમાં 352 છગ્ગા સાથે પ્રથમ સ્થાને.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રાંચીના મેદાન પર રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વન-ડે મેચમાં બેટિંગથી ધમાલ મચાવીને એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 'હિટમેન' હવે વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
રોહિતે પોતાની ઇનિંગ્સમાં ત્રણ છગ્ગા ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે આ મામલે પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો છે.
રોહિતનો રેકોર્ડ: 352 છગ્ગા
- રાંચી વન-ડેમાં ત્રણ છગ્ગા ફટકાર્યા બાદ રોહિત શર્માના વન-ડે ક્રિકેટમાં કુલ 352 છગ્ગા થઈ ગયા છે.
- આ સાથે, તેણે શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડ્યો, જેમણે પોતાના કરિયરમાં કુલ 351 છગ્ગા ફટકાર્યા હતા.
- વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેલ 331 છગ્ગા સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જ્યારે સનથ જયસૂર્યા 270 છગ્ગા સાથે ચોથા ક્રમે છે.
રોહિતે 51 બોલનો સામનો કરીને 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. પોતાની ઇનિંગ્સના પહેલા જ છગ્ગા સાથે તેણે વન-ડેમાં 350 છગ્ગાનો આંકડો પણ પૂરો કર્યો હતો.
🚨 Record Alert 🚨
— BCCI (@BCCI) November 30, 2025
Rohit Sharma now holds the record for most sixes in ODI cricket history! 🙌
TAKE. A. BOW 🙇♂️
Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/apcmS1UACG
કોહલી સાથે સદીની ભાગીદારી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી નહોતી. યશસ્વી જયસ્વાલ 18 રન બનાવીને આઉટ થયા હતા. જોકે, ત્યારબાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જવાબદારી સંભાળી હતી અને દક્ષિણ આફ્રિકાના બોલરો સામે આક્રમક બેટિંગ કરી હતી.
- રોહિત અને કોહલીએ બીજી વિકેટ માટે 136 રનની સદીની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી.
- અડધી સદી ફટકાર્યા બાદ રોહિત શર્મા માર્કો જાનસેનનો શિકાર બન્યો હતો.
- બે વર્ષ બાદ ટીમમાં વાપસી કરનાર રુતુરાજ ગાયકવાડ માત્ર 8 રન બનાવીને નિષ્ફળ રહ્યો હતો.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
