For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની ટોપ 10 શ્રેષ્ઠ સસ્તી એરલાઇન્સ

By Super
|
Google Oneindia Gujarati News

ડીઇએલએજી વિશ્વની એવી પહેલી એરલાઇન કંપની હતી કે જેણે એરક્રાફ્ટનો ઉપયોગ પૈસા કમાવવાના હેતુસર શરૂ કરવામાં આવી હતી. આ જર્મન કંપનીની શોધ 1906માં થઇ હતી, વર્ષો વિતતા ગયા અને આજે વિશ્વભરમાં અનેક એરલાઇન્સ કંપનીઓ છે.

જે વિશ્વના તમામ શહેરોને એકબીજા સાથે જોડે છે, આ એરલાઇન્સના કારણે મુસાફરી સહેલી અને ઝડપી થઇ ગઇ છે. જોકે તેનો ખર્ચ વધારે આવે છે અને તેના કારણે હવાઇ ભાડું પણ ઘણું મોંઘુ હોય છે, જોકે દરેક એરલાઇન્સને આ લાગું પડતું નથી.

વિશ્વ એરલાઇન સર્વે અને ફીડબેક અનુસાર કે જે 105 વિવિધ રાષ્ટ્રીયવાસીઓ પાસેથી એકઠાં કરવામાં આવ્યા છે, તે મુજબ વિશ્વની તમામ એરલાઇન્સમાંથી 10 સસ્તી એરલાઇન્સ છે જે બજેટ હોલિડેને શક્ય બનાવે છે. આ સર્વે 245 કરતા વધારે એરલાઇન્સને કવર કરીને કરવામાં આવ્યો છે, જેમાં મોટી ઇન્ટરનેશનલ કેરિઅર્સથી માંડીને નાની ડોમેસ્ટિક એરલાઇન્સ પણ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ વિશ્વની સૌથી સસ્તી એરલાઇન્સ.

સસ્તી એરલાઇન્સ

સસ્તી એરલાઇન્સ

વિશ્વની સસ્તી એરલાઇન્સ અંગે વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

10.સ્કૂટ

10.સ્કૂટ

સિંગાપોરની આ એરલાઇન્સને આ યાદીમાં 10માં ક્રમાંકે રાખવામાં આવી છે. આ એરલાઇનની શોધ 2011માં થઇ હતી અને જૂન 2012માં તેની શરૂઆત કરવામાં આવી હતી. તેના છ એરક્રાફ્ટ છે જે 12 સ્થળો પર પોતાની સર્વિસ ઓફર કરે છે.

9.જેટસ્ટાર એશિયા

9.જેટસ્ટાર એશિયા

આ યાદીમાં નવમાં નંબરે આવે છે, સિંગાપોર સ્થિત કંપની જેટસ્ટાર એશિયા એરવેઝ પ્રા.લિ. આ કંપનીની શોધ 2004માં કરવામાં આવી હતી. જેના 18 પ્લેન્સ છે અને 21 સ્થળો પર પોતાની સર્વિસ ઓફર કરે છે.

8.વર્જીન અમરિકા

8.વર્જીન અમરિકા

આ યાદીમાં વર્જીન અમેરિકા એરલાઇન્સ આઠમાં ક્રમે આવે છે. અમેરિકન સ્થિત આ એરલાઇન્સની શોધ 2004માં કરવામાં આવી હતી. આ કંપની ઓછા ભાડામાં હાઇ ક્વાલિટીની સર્વિસ પૂરી પાડે છે. આ કંપની પાસે 53 પ્લેન છે જે 23 સ્થળો પર સર્વિસ ઓફર કરે છે.

7.વેસ્ટજેટ

7.વેસ્ટજેટ

આ કંપની પાસે 120 પ્લેન છે અને તે 89 સ્થળો પર પોતાની સર્વિસ પૂરી પાડે છે. આ કંપની કેનેડા સ્થિત એક પબ્લિક કંપની છે. જી શરૂઆત 1996માં કરવામાં આવી હતી અને હાલની તે બીજી સૌથી મોટી એરલાઇન્સ છે. આ કંપનીમાં 10 હજાર કર્મચારીઓ કામ કરે છે.

6. ઇઝીજેટ

6. ઇઝીજેટ

ઇઝીજેટને આ યાદીમાં છઠ્ઠા ક્રમે મુકવામાં આવી છે. આ લંડન સ્થિત કંપની છે, જેની પાસે 202 પ્લેન્સ છે અને 134 સ્થળો પર પોતાની સેવા પૂરી પાડે છે. જેની શોધ 1995માં કરવામાં આવી હતી. તે યુરોપની બીજો સૌથી મોટી લો કોસ્ટ એરલાઇન્સ છે.

5. ઇન્ડિગો

5. ઇન્ડિગો

આ યાદીમાં ઇન્ડિગો પાંચમા ક્રમે છે. જે ભારતીય કંપની છે. જેની શોધ 2006માં કરવામાં આવી હતી. આ કંપની પાસે 78 પ્લેન્સ છે, જેમાં એરબસ એ320 પણ છે, કંપની 36 સ્થળો પર પોતાની સર્વિસ પૂરી પાડે છે. આ ફ્લાઇટ માત્ર ઇકોનોમી ક્લાસની ઓફર કરે છે, આ ફ્લાઇટમાં કોઇ મનોરંજનના સાધનો નથી અને કોમ્પલિમેન્ટરી મીલ્સ પણ ઓફર કરવામાં આવતું નથી.

4. જેટસ્ટાર એરવેઝ

4. જેટસ્ટાર એરવેઝ

આ ઓસ્ટ્રેલિયન કંપની છે, જેને આ યાદીમાં ચોથા ક્રમે મુકવામાં આવી છે. આ કંપની પાસે 73 પ્લેન્સ છે અને તે 35 સ્થળો પર પોતાની સર્વિસ પૂરી પાડે છે. આ કંપનીની શરૂઆત 2003માં કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર મેલબોર્નમાં છે.

3.નોર્વેજીઅન

3.નોર્વેજીઅન

આ યુરોપની ત્રીજી સૌથી સસ્તી એરલાઇન્સ છે. જેને આ યાદીમાં ત્રીજા ક્રમે મુકવામાં આવી છે. આ કંપનીની શોધ 1993માં કરવામાં આવી હતી. આ કંપની પાસે 89 પ્લેન છે જે 126 સ્થળોને જોડે છે.

2. એરએશિયા એક્સ

2. એરએશિયા એક્સ

આ એક મલેશિયન કંપની છે, જેને આ યાદીમાં બીજા ક્રમે મુકવામાં આવી છે. આ કંપની પાસે 18 પ્લેન છે, જે 19 સ્થળોને જોડે છે. આ કંપનીની શોધ 2007માં કરવામાં આવી હતી.

1. એરએશિયા

1. એરએશિયા

આ પણ એક મલેશિયન કંપની છે, જેને આ યાદીમાં પ્રથમ ક્રમે મુકવામાં આવી છે. આ કંપનીની શોધ 1993માં કરવામાં આવી હતી. આ કંપની પાસે 169 પ્લેન છે, જે 88 સ્થળોને જોડે છે. તેના બધા જ પ્લેન એરબસ એ320 છે. આ કંપની વિશ્વની સૌથી સસ્તી એરલાઇન્સ છે.

English summary
Deutsche Luftschiffahrts-Aktiengesellschaft or DELAG was the world's first airline to use an aircraft for revenue purpose. This German company was founded in 1906. Over the years, there have been quite a lot of airlines throughout the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X