For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 10: આ છે વિશ્વની સૌથી મોટી કાર બ્રાન્ડ

By Super
|
Google Oneindia Gujarati News

આજના સમયની વાત કરવામાં આવે તો કાર એક બ્રાન્ડ જ નથી રહી પરંતુ વૈભવતાની નિસાની બની ગઇ છે. આજે મોર્ડન વિશ્વમાં ઓટોમોબાઇલએ પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે અને તેમાં પણ આજના આધુનિક વિશ્વમાં રુલર વિસ્તારમાંથી અર્બન વિસ્તારમાં આવેલા લોકો પોતાની વૈભવતા દર્શાવવા માટે કારને વધુ મહત્વ આપે છે. તેથી પણ વધુ આજે ઝડપી જીવનમાં કાર આવાગમન માટેનું એક ઝડપી સાધન બનીને ઉભર્યું છે.

કાર્સના વધુ પડતા વેચાણના કારણે ઓટોમોબાઇલ કંપનીઓ પણ અઢળક ટર્ન ઓવર કરી રહી છે. જોકે આ મોર્ડન યુગમાં અનેક ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર કંપનીઓ કપરી સ્પર્ધાના કારણે ફેંકાઇ ગઇ છે, તો ઘણી એવી વાહન નિર્માતા કંપનીઓ છેકે જે આ મજબૂત સ્પર્ધામાં પણ પોતાનું નામ ટોચ પર રાખવામાં સફળ રહી છે. આજે અમે અહીં તસવીરો થકી આવી જ કેટલીક ટોપ ઓટોમોબાઇલ બ્રાન્ડ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.

સૌથી મોટી ઓટોમોબાઇલ બ્રાન્ડ

સૌથી મોટી ઓટોમોબાઇલ બ્રાન્ડ

વિશ્વની સૌથી ઓટોમોબાઇલ બ્રાન્ડ અંગે વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

10. બીએમડબલ્યુ ગ્રુપ

10. બીએમડબલ્યુ ગ્રુપ

2013માં આ જર્મન બ્રાન્ડ સૌથી મોટી કાર નિર્માતા કંપની હતી. આ બ્રાન્ડની જેમ મિનિ રોલ્સ રોય્સ બ્રાન્ડ આ ગ્રુપમાં આવે છે અને તેણે 2012માં 1.9 મિલિયન વાહન વેંચ્યા હતા. 3 સીરીઝના 3,50,000 યુનિટના વેચાણ સાથે આ સેડાન 2013ની બેસ્ટ સેલર બની હતી.

9.પીએસએ પીજોટ સિટ્રોએન

9.પીએસએ પીજોટ સિટ્રોએન

2013માં અનેક કાર નિર્માતા કંપનીઓએ પોતાના વેચાણમાં વધારો કર્યો હતો. ત્યારે ફ્રેન્ચ બ્રાન્ડે વેચાણમાં ઘટાડો નોંધાવ્યો હતો. યુરોપિયન માર્કેટમાં જોઇએ તેવી સફળતા નહીં મળતા પીજોટે વિદેશી બજાર પર પોતાની નજર ફેરવી હતી. આ કંપનીએ ચીન બજારમાં એકલા 26 ટકા નફો નોંધાવ્યો હતો.

8. હોન્ડા મોટર

8. હોન્ડા મોટર

આ યાદીમાં જાપાનીઝ કાર નિર્માતા કંપની હોન્ડા મોટર આઠમાં ક્રમે આવે છે. આ કંપનીએ 4 મિલિયન કાર્સ અને ટ્રકનું વેચાણ કર્યું હતું. ગ્લોબલ માર્કેટમાં તેણે 7 ટકા સુધીનો નફો નોંધાવ્યો હતો. તેનું સૌથી મોટું માર્કેટ યુએસમાં છે. હોન્ડા સીઆરવી કંપનીની બેસ્ટ સેલર છે.

7. ફિઆટ-ક્રિસ્લર

7. ફિઆટ-ક્રિસ્લર

ઇટાલિયન બ્રાન્ડ ફિઆટ અને અમેરિકન બ્રાન્ડ ક્રિસ્લરના મર્જરે 2013માં 4.3 મિલિયન કાર્સ અને બસો વેચી હતી. આ નંબર સાથે યુએસમાં ક્રિસ્લરનો નફો 14 ટકા હતો. ક્રિસ્લરે 2.6 મિલિયન અને ફિઆટે ગ્લોબલરી 1.7 મિલિયન વાહન વેચ્યા હતા.

6. ફોર્ડ મોટર

6. ફોર્ડ મોટર

આ યાદીમાં અમેરિકન કંપની ફોર્ડ છઠ્ઠા ક્રમે આવે છે. આ કંપનીએ વિશ્વભરમાં 2013માં 6.3 મિલિયન કાર્સ અને ટ્રકનું વેચાણ કર્યું હતું. નોર્થ અમેરિકા તેનું સૌથી મોટું માર્કેટ છે. યુએસ અને કેનેડામાં એફ સીરીઝ પિક અપ તેનું સૌથી વધુ સેલિંગ વ્હીકલ રહ્યું હતું.

5. હુન્ડાઇ-કિઆ

5. હુન્ડાઇ-કિઆ

આ યાદીમાં કોરિઅન વાહન નિર્માતા કંપની હુન્ડાઇ કિઆ પાંચમાં ક્રમે છે. હુન્ડાઇએ 2013માં 7.5 મિલિયન વાહન વેચ્યા હતા તેને 2014માં આ આંકડો 8 મિલિયનની આસપાસ પહોંચશે તેવી આશા છે. તેની કોમ્પેક્ટ એલેન્ટ્રા અને એવન્તિ બેસ્ટ સેલર છે. જેના 866,000 યુનિટે વેચાયા હતા.

4. નિસાન-રેનો ગ્રુપ

4. નિસાન-રેનો ગ્રુપ

ફ્રેન્ચ જાપાનીઝ એલાયન્સે 2013માં 8.2 મિલિયન વાહન વેચ્યા છે. નિસાન એકલાએ 5.1 વાહન વેચ્યા હતા, ચીન તેનું સૌથી મોટું માર્કેટ છે. જાપાનીઝ બ્રાન્ડની 2013માં સેલિંગ 1.2 મિલિયન હતા.

3. ફોક્સવેગન ગ્રુપ

3. ફોક્સવેગન ગ્રુપ

આ યાદીમાં જર્મન બ્રાન્ડ ફોક્સવેગન ગ્રુપ ત્રીજા ક્રમે છે. આ કંપની 2013માં 9.7 મિલિયન વાહન વેચ્યા છે. ફોક્સવેગન ગ્રુપમાં ઑડી, બેન્ટલી, લેમ્બોર્ગિની અને પોર્શે જેવી બ્રાન્ડ છે. ચીન તેનું સૌથી મોટું માર્કેટ છે. જ્યાં 3.2 મિલિયન યુનિટ વેચાયા હતા.

2. જનરલ મોટર્સ

2. જનરલ મોટર્સ

અમેરિકન બ્રાન્ડ આ યાદીમાં બીજા ક્રમે છે. તેણે 2013માં 9.71 મિલિયન વાહન વેચ્યા છે. તેની સૌથી મોટી બ્રાન્ડ શેવરોલે છે, જેણે 2013માં 5 મિલિયન વાહન વેચ્યા છે. શેવરોલે ક્રુઝના 729,000 યુનિટ વેચાયા હતા.

1. ટોયોટા મોટર

1. ટોયોટા મોટર

આ યાદીમાં ટોયોટા મોટર પહેલા ક્રમે આવે છે. તે 2011માં સૌથી મોટી ઓટોમેકર કંપની હતી અને 2013માં પણ તે પહેલા ક્રમે આવી હતી. તેણે 2013માં 9.98 મિલિયન યુનિટ વેચ્યા હતા. કોરોલા તેનું બેસ્ટ સેલિંગ મોડલ હતું.

English summary
With people from rural areas moving to urban settlements in the modern world, cars have become more of a necessity these days than a luxury need. These in turn give the automobile industry a big turnover.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X