For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશની ટોપ 10 બજેટ સિડાન કાર

|
Google Oneindia Gujarati News

સિડાન કારનો ઉલ્લેખ કરવામાં આવે તો બધાના મનમાં લાંબી અને લક્ઝરી કારની છબી ઉભરી આવે છે. ઇચ્છા તો દરેકને લાંબી કારમાંથી ઉતરવાની થતી હોય છે, પરંતુ ઉંચી કિંમત અને મોંઘા મેન્ટેનન્સના કારણે દરેક કોઇનું આ સ્વપ્ન પૂર્ણ થઇ શકતું નથી.

પરંતુ જે પણ હોય, સિડાન કારની લોકપ્રિયતા ક્યારેય ઓછી થતી નથી. તમે પણ સિડાન કારના માલિક સહેલાયથી બની શકો છો, બસ જરૂર છે તો થોડાક રિસર્ચ અને ધેર્યની. જી હાં, જો તમે તમારી હૈચબેક એટલે કે નાની કારથી કંટાળી ગયા છો તો આ લેખ તમને તમારા બજેટમાં મિડ લેવલ સિડાન કાર શોધવામાં સંપૂર્ણ મદદરૂપ થશે.

મિડ લેવલ સિડાનને પણ આ સી સેગ્મેન્ટ સિડાન કાર જેવી માનવામાં આવે છે. દેશમાં હાલના સમયે અનેક સારી સિડાન કાર છે, જે માત્ર તમારા બેજટમાં જ નથી, પરંતુ તેના લો મેન્ટેનન્સના કારણે પણ તે ઘણી લોકપ્રીય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ દેશની ટોપ 10 બજેટ સિડાન કારને.

ટોપ ટેન બજેટ સિડાન કાર

ટોપ ટેન બજેટ સિડાન કાર

અમે કારને યાદીમાં સૌથી મોંઘીથી લઇને સૌથી ઓછી કિંમતના આધારે વહેંચી છે. જેમ-જેમ તમે સ્લાઇડમાં આગળ વધશો તેમ તેમ તમારો રસ વધશે અને કારની કિંમત ઓછી થતી જશે, તો ચાલો જોઇએ દેશની ટોપ 10 બજેટ સિડાન કારને.

ફોર્ડ ફિએસ્ટા

ફોર્ડ ફિએસ્ટા

અમેરિકન વાહન નિર્માતા કંપની ફોર્ડની શાનદાર સિડાન કરા ફિએસ્ટા ભારતીય બજારમાં લાંબા સમયથી લોન્ચ થઇ રહી છે. કંપનીએ આ કારમાં 1.5 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં છે. ફોર્ડ ફિએસ્ટાની કિંમત 7.46 લાખ રૂપિયાથી લઇને 10.31 લાખ રૂપિયા સુધી છે.

હુંડાઇ વેરના

હુંડાઇ વેરના

કોરિયન વાહન નિર્માતા કંપની હુંડાઇની શાનદાર સિડાન કાર વેરના પોતાના સેગ્મેન્ટમાં ઘણી લોકપ્રિય છે. ખાસ કરીને આ કાર ફ્લૂડિક ડિઝાઇન જે હુંડાઇની યુએસપી છે. આ કારની કિંમત 7.29 લાખ રૂપિયાથી લઇને 10.47 લાખ રૂપિયા સુધી છે. કંપનીએ આ કારમાં 1.4 લીટરની ક્ષમતાના પેટ્રોલ એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.

હોન્ડા સિટી

હોન્ડા સિટી

જાપાનની કાર નિર્માતા કંપની હોન્ડાની આ સિડાન કાર સિટી ઘણી લોકપ્રિય છે. કંપનીએ અત્યારસુદી અનેકવાર સિટીને અપગ્રેડ કરીને બજારમાં રજૂ કરી છે. હોન્ડા સિટીની કિંમત ભારતીય બજારમાં 7.29 લાખ રૂપિયાથી લઇને 10.62 લાખ રૂપિયા સુધી છે. કંપનીએ આ કારમાં 1.5 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે.

રેનો સ્કાલા

રેનો સ્કાલા

ફ્રાન્સની કાર નિર્માતા કંપની રેનોની શાનદાર સિડાન કાર સ્કાલા પોતાના સેગ્મેન્ટમાં સારી કાર્સમાની એક છે. આ કારને કંપનીની નિસાન સન્ની સિડાના જ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. કંપનીઁએ આ કારમાં 1.5 લીટરના એન્જીનનો પ્રયોગ કર્યો છે. ભારતીય બજારમાં કારની કિંમત 7.26 લાખથી 10.9 લાખ રૂપિયા સુધી છે.

મારુતિ સૂઝુકી એસએક્સ 4

મારુતિ સૂઝુકી એસએક્સ 4

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સૂઝુકીની શાનદાર સિડાન કાર એસએક્સ 4 કંપનીની શાનદાર કાર્સમાની એક છે. જો કે, વેચાણની દ્રષ્ટિએ આ કારને કોઇ ખાસ સફળતાં મળી નથી. આ કારમાં 1.6 લીટરના એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કારની કિંમત 7.22 લાખથી 9.28 લાખ રૂપિયા સુધી છે.

સ્કોડા રેપિડ

સ્કોડા રેપિડ

ચેક ગણરાજ્યની પ્રમુખ કાર નિર્માતા કંપની સ્કોડાએ તાજેતરમાં જ બજારમાં પોતાની આ કારને રજૂ કરી છે. આ કારમાં 1.6 લીટરના એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે, આ કારની કિંમત ભારતીય બજારમાં 7.12 લાખથી 9.76 લાખ રૂપિયા સુધી છે.

ફિએટ લીનિયા

ફિએટ લીનિયા

ઇટલીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફિએટ હાલના સમયે દેશમાં પોતાની એકમાત્ર સિડાન કાર ફિએટ લીનિયાનું સફળ વેચાણ કરી રહી છે. આ કારમાં કંપનીએ 1.4 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કારની કિંમત ભારતીય બજારમાં 7.12 લાખ રૂપિયાથી 9.55 લાખ રૂપિયા સુધી છે.

ફોક્સવેગન વેન્ટો

ફોક્સવેગન વેન્ટો

જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફોક્સવેગનની ટેક્નોલોજી ઘણી જ શાનદાર છે. ફોક્સવેગને આ કારમાં 1.6 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ કારની કિંમત ભારતીય બજારમાં 6.92 લાખથી 9.23 લાખ રૂપિયા સુધી છે.

નિસાન સન્ની

નિસાન સન્ની

જાપાનની કાર નિર્માતા કંપની નિસાને ગયા વર્ષે બજારમાં પોતાની પહેલી સિડાન કાર સન્નીને રજૂ કરી હતી. આ કારમાં 1.5 લીટરના એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ કારની ભારતીય બજારમાં કિંમત 6.08 લાખથી 9.14 લાખ રૂપિયા સુધી છે.

ટાટા માંઝા

ટાટા માંઝા

દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સની આ સિડાન કાર સી સેગ્મેન્ટ સિડાન કાર્સમાં સૌથી ઓછી કિંમતની શાનદાર સિડાન કરા છે. આ કારમાં 1.4 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કારની ભારતીય બજારમાં કિંમત 5.92 લાખથી 8.14 લાખ રૂપિયા સુધી છે.

English summary
We have listed the top 10 sedans in India from the C-segment. Sedans in c-segment range from Rs 5 lakh to 10 lakh. Top 10 sedans have been rated as per their price & features.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X