જાણો, કયા છે ગુજરાતના ટોપ 15 સૌથી લાંબા સ્ટેટ હાઇવે

ગુજરાત વિશે કહીંએ તેટલું ઓછું છે. ગુજરાતે અનેક અડચણો વચ્ચે વિકાસની એવી ગાથા લખી કે આજે દેશના દરેક રાજ્યને ગુજરાતના વિકાસ મોડલને ફોલો કરવાની જરૂર રહે છે. જોકે રાજ્યના વિકાસમાં જેટલો ફાળો અન્ય બાબતોનો હોય છે, તેટલી જ મહત્વની ભૂમિકા રાજ્યના એક છેવાડાને બીજા છેવાડા સાથે કે પછી એક ગામને બીજા ગામ સાથે જોડાલા રસ્તાઓનો પણ હોય છે. જો માર્ગ વ્યવસ્થા સારી નહીં હોય તો તમે ગમે તેટલી વ્યાપારિક કુશળતા ધરાવો વિકાસની બાબતે ઇચ્છિત પરિણામ નહીં મેળવી શકો. બીજી રીતે કહીંએ તો આપણે કાર લઇને કોઇ યાત્રા પર નિકળ્યા હોઇએ ત્યારે પણ જો રસ્તો સારો ના હોય તો આપણને ડ્રાઇવિંગ કરવાની મજા નથી આવતી અને જો સારો રોડ હોય તો આપણે આરામદાયક મુસાફરીની સાથોસાથ આપણી યાત્રાને વધુ યાદગાર બનાવી લેતા હોઇએ છીએ.

ગુજરાતમાં તમે ગમે તે સ્થળે જાઓ તમને એક સારી માર્ગ વ્યવસ્થા મળી જશે. એ જ બાબતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં ગુજરાતમાં ફેલાયેલા સૌથી લાંબા રાજ્ય માર્ગો અંગે વાત કરી રહ્યાં છીએ. ગુજરાતમાંથી નેશનલ હાઇવે પસાર થાય છે, ઉપરાંત રાજ્ય હાઇવે, જિલ્લા હાઇવે અને ગ્રામિણ રોડનું સારી રીતે નિર્માણ કરવામાં આવેલું છે. રાજ્યમાં અંદાજે 300 જેટલા સ્ટેટ હાઇવે હશે, જે 19,761 કિ.મી અને 13 નેશનલ હાઇવે અંદાજે 3245 કિ.મીના અંતરને કવર કરે છે.

આ પહેલા અમે દેશમાં આવેલા સૌથી લાંબા નેશનલ હાઇવે અંગે માહિતી આપી હતી, આ વખતે મે ગુજરાતના હાઇવે અંગે માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ગુજરાતનો કયો સ્ટેટ હાઇવે સૌથી વધુ કિ.મી ધરાવે છે. (નોંધઃ- અહીં જે તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે, તે માત્ર પ્રતિકાત્મક છે.)

આ પણ વાંચોઃ- વિરોધીઓને પછાડવા ટોયોટા લાવી રહી છે નવી ઇનોવા
આ પણ વાંચોઃ- સેલિંગના ટ્રેક પર સ્પેલન્ડર થયુ સ્લિપ, એક્ટિવાએ પકડી રફતાર
આ પણ વાંચોઃ- જુલાઇમાં આ ટોપ 20 કાર પર લોકોએ ઉતારી પસંદગી

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 6(GJ SH 6)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 6(GJ SH 6)

આ ગુજરાતનો સૌથી લાંબો હાઇવે છે, જેની લંબાઇ 1214.32 કિ.મી છે. જેમાં અમદાવાદ(66.60 કિ.મી), આનંદ(92.97 કિ.મી), કચ્છા(259.60 કિ.મી), વડોદરા(39.50 કિ.મી), ભરૂચ (140.55 કિ.મી), સુરત(184.70 કિ.મી), નવસારી(40.40 કિ.મી), વલસાડ(61 કિ.મી), રાજકોટ(33 કિ.મી), જામનગર( 296 કિ.મી)ને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 5(GJ SH 5)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 5(GJ SH 5)

આ હાઇવેની કૂલ લંબાઇ 332.20 કિ.મી છે, જેમાં સાબરકાંઠા(59.50 કિ.મી), નર્મદા(57 કિ.મી), ભરૂચ(28 કિ.મી), વડોદરા(34.20 કિ.મી), પંચમહાલ(152.81 કિ.મી) જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 31(GJ SH 31)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 31(GJ SH 31)

આ હાઇવેની લંબાઇ 298.35 કિ.મી છે. જેમાં જુનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 150(GJ SH 150)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 150(GJ SH 150)

આ હાઇવેની લંબાઇ 225.31 કિ.મી છે. જેમાં ખેડા(7.40 કિ.મી), આનંદ(21.71 કિ.મી), પંચમહાલ(62.80 કિ.મી), દાહોદ(103 કિ.મી) અને વડોદરા(30.40 કિ.મી) જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 62(GJ SH 63)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 62(GJ SH 63)

આ હાઇવેની લંબાઇ 224.38 કિ.મી છે, જેમાં ખેડા(41.90 કિ.મી), પંચમહાલ( 51.58 કિ.મી), વડોદરા(112.7 કિ.મી) અને નર્મદા(18.2 કિ.મી) જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 21(GJ SH 21)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 21(GJ SH 21)

આ હાઇવેની લંબાઇ 169.70 કિ.મી છે. જેમાં ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 25(GJ SH 25)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 25(GJ SH 25)

આ હાઇવેની લંબાઇ 160.62 કિ.મી છે. જેમાં અમેરલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 145(GJ SH 145)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 145(GJ SH 145)

આ હાઇવેની લંબાઇ 152.77 કિ.મી છે. જેમાં મોટાભાગ સાબરકાંઠા જિલ્લાને આવરી લેવામાં આવ્યો છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 11(GJ SH 11)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 11(GJ SH 11)

આ હાઇવેની કુલ લંબાઇ 148.20 કિ.મી છે, જેમાં આનંદ(13.10 કિ.મી) અને વડોદરા(135.10 કિ.મી) જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 174(GJ SH 174)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 174(GJ SH 174)

આ હાઇવેની લંબાઇ 140.70 કિ.મી છે. જેમાં નર્મદા(10.80 કિ.મી), સુરત(46.7 કિ.મી) અને ડાંગ(83.20 કિ.મી) જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 62(GJ SH 62)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 62(GJ SH 62)

આ હાઇવેની લંબાઇ 140.00 કિ.મી છે. જેમાં વડોદરા( 54.60 કિ.મી) અને દાહોદ(83.60 કિ.મી)ને જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 41(GJ SH 41)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 41(GJ SH 41)

આ હાઇવેની લંબાઇ 131.33 કિ.મી છે. જેમાં મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, પાટણને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 59(GJ SH 59)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 59(GJ SH 59)

આ હાઇવેની લંબાઇ 127.20 કિ.મી છે. જેમાં સાબરકાંઠા અને ખેડા જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 24(GJ SH 24)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 24(GJ SH 24)

આ હાઇવેની લંબાઇ 125.32 કિ.મી છે. જેમાં જામનગર અને રાજકોટ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 26(GJ SH 26)

ગુજરાત સ્ટેટ હાઇવે નંબર 26(GJ SH 26)

આ હાઇવેની લંબાઇ 121.40 કિ.મી છે. જેમાં જામનગર, રાજકોટ અને જુનાગઢ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X