સેલિંગના ટ્રેક પર સ્પેલન્ડર થયુ સ્લિપ, એક્ટિવાએ પકડી રફતાર
ભારતનું સૌથી લોકપ્રીય સ્કૂટર ગણાતું હોન્ડા એક્ટિવા હવે ભારતનું સૌથી વધુ વહેચાતું ટૂ વ્હીલર્સ પણ બની ગયું છે. છેલ્લા 11 મહિનામાં ત્રીજી વખત એક્ટિવાએ સૌથી વધારે વેચાણ કર્યું છે, જુલાઇ મહિનાની વાત કરવામાં આવે તેણે સ્પેલન્ડરને પણ વેચાણના મામલે દીધું છે.
હીરો અને હોન્ડા અલગ પડ્યા બાદ બન્ને કંપની વચ્ચે સ્પર્ધા જામી ચૂકી હતી. હોન્ડા પોતાની બાઇક થકી હીરોને ટક્કર આપી રહ્યું છે તો હીરો પણ સ્કૂટરમાં પોતાની નવી નવી પ્રોડક્ટ મુકીને હોન્ડાને હંફાવવા મહેનત કરી રહ્યું છે. જુલાઇમાં ભારતમાં થયેલા ટૂ વ્હીલર્સના વેચાણના આંકડા જારી કરી દેવામાં આવ્યા છે, જે અનુસાર 11 મહિનામાં ત્રીજીવાર હોન્ડાના એક્ટિવાએ હીરો મોટરકોર્પ દ્વારા નિર્માણ કરવામાં આવતા સ્પેલન્ડરને પછાડ્યું છે.
એક સમયે સ્પેલન્ડરને સૌથી વધુ વેચાણ ધરાવતું ટૂ વ્હીલર માનવામાં આવતું હતું, પરંતુ જુલાઇ મહિનામાં સેલિંગના ટ્રેક પર તે સ્લિપ થઇ ગયું છે જ્યારે એક્ટિવાએ પોતાની રફતારને જાળવી રાખીને નબંર વન સેલિંગ ટૂ વ્હીલર્સનો તાજ મેળવી લીધો છે.
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 7 એસયુવી, કિંમત 15 લાખની અંદર
આ પણ વાંચોઃ-વિશ્વની સૌથી મોંઘી ઑડી કાર્સ, જાણો શું છે કિંમત
આ પણ વાંચોઃ-જેવું નામ તેવી કિંમત, વિશ્વની સૌથી મોંઘી લિમોઝીન કાર્સ
આ પણ વાંચોઃ-બજાજ-ટીવીએસની ટોપ 180-200 સીસી બાઇક

જુલાઇ મહિનામાં એક્ટિવાનું વેચાણ
જુલાઇ મહિનાના વેચાણના આંકડાઓ પર નજર ફેરવવામાં આવે તો હોન્ડા એક્ટિવાના 1,91,883 યુનિટ વેચાયા હતા, જ્યારે તેની સામે હીરો સ્પેલન્ડરના 1,65,779 યુનિટ વેચાયા હતા.

આ પહેલા પણ બે વાર બન્યુ એક્ટિવા નંબર વન
ભૂતકાળની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર 2013માં પણ એક્ટિવાનું વેચાણ સ્પેલન્ડર કરતા વધારે હતું, સપ્ટેમ્બરમાં એક્ટિવાના 1,41,996 યુનિટ અને સ્પેલન્ડરના 1,24,217 વેચાયા હતા, જ્યારે માર્ચ 2014માં એક્ટિવાના 1,77,928 યુનિટ અને સ્પેલન્ડરના 1,63,778 વેચાયા હતા.

2001માં થયું હતું એક્ટિવાનું લોન્ચિંગ
નોંધનીય છેકે, હોન્ડા એક્ટિવા સ્કૂટરનું ભારતીય બજારમાં પહેલીવાર લોન્ચિંગ 2001માં કરવામાં આવ્યું હતું. એ જ સમયે આ સ્કૂટર ભારતમાં સૌથી સફળ બ્રાન્ડ બની ગયું હતું. 2001થી લઇને અત્યારસુધી એક્ટિવા સ્કૂટરના ત્રણ વરિએન્ટ કંપની દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. જેમાં એક્ટિવા 110, એક્ટિવા આઇ તથા એક્ટિવા 125 સામેલ છે.

એક્ટિવાની જબરદસ્ત માંગ
એક્ટિવા સ્કૂટરની માંગ એટલી જબરદસ્ત છેકે એકવાર બૂકિંગ કરાવવામાં આવ્યા બાદ તેની ડિલીવરી કરવામાં 2થી ત્રણ મહિનાનો સમય લાગે છે. આ સંબંધમાં હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ યાદવિંદર ગુલેરિયાનું કહેવું છેકે, અત્યારસુધી એક્ટિવા સ્કૂટરના આ ત્રણેય વેરિએન્ટ્સના કુલ 60000 ઓર્ડર પેન્ડિંગ છે.

માંગને પહોંચી વળવા પ્રોડક્શન કેપેસિટી વધારાઇ
તેમણે કહ્યું કે હોન્ડા બેંગ્લોર નજીક પોતાના ત્રીજા પ્લાન્ટમાં એક્ટિવાની પ્રોડક્શન કેપેસિટી વધારી રહ્યું છે, જ્યાં દર મહિને 2 લાખ વાહનોનું પ્રોડક્શન કરવામાં આવશે જેથી તહેવારની સીઝનમાં ગ્રાહકોની માંગને પહોંચી વળાય.












Click it and Unblock the Notifications
