વોલ્વો એ અમદાવાદમાં શરુ કર્યો શોરૂમ

અમદાવાદ, 25 એપ્રિલઃ વોલ્વો કાર્સ ઇન્ડિયા ભારતીય બજારમાં પોતાના નેટવર્ક વિસ્તારની યોજના પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. તાજેતરમાં જ બેંગ્લોરમાં પોતાના શોરૂમની શરૂઆત કર્યા બાદ કંપનીએ અમદાવાદમાં પોતાનો પહેલો શોરૂમ શરૂ કર્યો છે. વોલ્વો ભારતીય બજારમાં ઝડપથી વિકાસના પથ પર અગ્રેસર છે. કંપની દેશમાં પોતાના શોરૂમની સંખ્યા વધારીને સારા મોડલ રજૂ કરવાની યોજના બનાવી રહી છે.

વોલ્વોનો આ નવો શોરૂમ ઘણો મોટો અને આકર્ષક છે. 35,000 વર્ગફીટના ક્ષેત્રફળમાં ફેલાયેલા વોલ્વોના આ નવા શોરૂમમાં કંપની પોતાની શ્રેષ્ઠ કાર્સની સાથે સ્પેરપાર્ટ્સનું પણ વેચાણ કરશે. વોલ્વોનો આ શોરૂમ અમદાવાદના શહેરના એસજી હાઇવે પર સ્થિત છે. શોરૂમના શુભારંભ સમયે વોલ્વો ઓટો ઇન્ડિયાના પ્રબંધ નિદેશક ટોમસ અર્નબર્ગ અને ઇન્ટરનેશનલ વોલ્વો કાર્સના ઉપાધ્યક્ષ થોમસ એન્ડરસન પણ ઉપસ્થિત હતા.

volvo-cars-ahmedabad
ધવલ ઠક્કરના નામથી શરૂ કરવામાં આવેલો આ શોરૂમ અમદાવાદમાં લક્ઝરી કાર માર્કેટમાં વધુ એક શ્રેષ્ઠ કડી જોડશે. કંપની પોતાના આ શોરૂમમાં ભારતીય બજારમાં વેચાતી તેની તમામ રેન્જની કાર રજૂ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X