For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hair Care Tips : વાળની સમસ્યા દૂર કરશે મીઠા લીમડાના પાન, આ રીતે કરો ઉપયોગ

By Hair Care Tips
|
Google Oneindia Gujarati News

Hair Care Tips : વર્તમાન સમયમાં ઘણા લોકો વાળ સંબંધિત સમસ્યાઓ સામનો કરી રહ્યા છે. આવામાં તેઓ ઘણી દવા અને ઘરેલુ ઉપચાર અપનાવે છે પણ તેમને જોઇએ તેવું પરિણામ મળતું નથી.

આવામાં તમે મીઠા લીમડાના પાનનો ઘરેલુ ઉપચાર અપનાવી જોવો જોઇએ. મીઠા લીમડાના પાનના આ ઉપાયથી તમારા વાળની સમસ્યા દૂર થઇ શકે છે.

Hair Care Tips

મીઠા લીમડાના પાનની ખાસ વાત એ છે કે, તેમાં એમિનો એસિડ, વિટામિન બી અને વિટામિન સી જેવા કેટલાક ભરપૂર પોષક તત્વો હોય છે, જે વાળ માટે અલગ-અલગ રીતે કામ કરે છે. આ સિવાય તેના ઘણા એન્ટીઓક્સિડેન્ટ્સ શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે.

નરણા કોઠે કરો મીઠા લીમડાના પાનનું સેવન

કાળા વાળ માટે તમે મીઠા લીમડાના પાન ખાઈ શકો છો. આ માટે 5 કરી પત્તા ધોઈને તેનું સેવન કરો. આ કામ તમારે સવારે ખાલી પેટ કરવું પડશે. તે તમારા શરીરને વિટામિન બી અને સી સાથે ઉત્તેજિત કરશે, જે કોલેજનને વેગ આપે છે અને વાળને કાળા કરવામાં મદદ કરે છે. આ રીતે કાળા વાળ માટે મીઠા લીમડાના પાન અનેક રીતે ફાયદાકારક છે.

મીઠા લીમડાના પાન અને કપૂરની પેસ્ટ દૂર કરશે ખોડો

મીઠા લીમડાના પાન અને કપૂર બંને ડેન્ડ્રફની સમસ્યા માટે ઘરેલું ઉપચાર બની શકે છે. તેથી, જો તમે ખોડાને કારણે વાળમાં ખંજવાળથી પરેશાન છો, તો કપૂરમાં મીઠા લીમડાના પાન પીસીને પેસ્ટ તૈયાર કરો. પછી આ પેસ્ટને તમારા માથાની ત્વચા પર લગાવો. તેને માથાની ચામડી પર લગભગ 1 કલાક રહેવા દો. હવે વાળને ઠંડા પાણીથી ધોઈ લો અને શેમ્પૂ કરો.

ખરવા વાળ રોકવા બનાવો મીઠા લીમડાના પાનનું તેલ

ખરતા વાળ માટે તમે મીઠા લીમડાના પાનમાંથી તેલ બનાવી તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે સરસવના તેલમાં મીઠા લીમડાના પાનને ઉકાળો. જે બાદ આ તેલને વાળમાં લગાવો. થોડીવાર મસાજ કરો. તે તમારા વાળના મૂળને પોષણ આપવાની સાથે વાળના ઝડપી વિકાસમાં મદદ કરશે. આ સિવાય તેના એન્ટીઓક્સીડન્ટ તમારા વાળને ઝડપથી વધવામાં મદદ કરશે.

Hair Care Tips : તમે વર્ષોથી વાળ માટે મીઠા લીમડાના પાનના ઉપયોગ વિશે ઘણું સાંભળ્યું હશે. આજે આપણે આ અહેવાલમાં જાણીશું કે વાળની​સમસ્યા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ.

English summary
Hair Care Tips : Use curry leaves to get rid from hair problems
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X