For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિરો જેવી "ડેશિંગ દાઢી" જોઇએ છે? તો વાંચો આ સરળ ટિપ્સ!

|
Google Oneindia Gujarati News

આજ કાલ મોટા ભાગના છોકરાઓ દાઢી ઉગાડવાનું વધુ પસંદ કરે છે. વળી છોકરીઓને પણ દાઢી વાળા પુરુષો વધુ પસંદ આવી રહ્યા છે. પણ જે પુરુષોએ દાઢી ઉગાડી હશે કદાચ તે લોકો જ આ વાત સમજી શકશે કે દાઢી ઉગાડવી અને પછી તેને મેનેજ કરવી કેટલી મુશ્કેલ છે. ધણીવાર દાઢી તો ઉગી જાય છે પણ બરાબર લૂક નથી આપતી.

ત્યારે શું કરવું? ચિંતા શું કરો છો અમે બેઠા છીએને તમને સરળ ટિપ્સ આપવા માટે. તો નીચે જાણો તમારી દાઢીને લગતી સમસ્યાઓ અને તેના પ્રાકૃતિક અને ઘરગથ્થુ ઉપચારો. અને ગમે તે કોઇ સમદુખિયાને શેયર પણ કરી લેજો. ઠીક છે!

કાળી ભરમ્મર દાઢી
જો તમારી દાઢી બધી જગ્યાએથી વ્યવસ્થિત રીતે ના ઉગતી હોય તો તમે એરડિંયાનું તેલનો મસાજ કરી શકો છો. રાતે નવસેકા એરડિંયાના તેલનો મસાજ કરો જેનાથી ધીરે ધીરા વાળ ઉગશે અને દાઢીના વાળ કાળા અને સુંવાળા પણ રહેશે.

lifestyle

સુંવાળી દાઢી
દાઢી સુંવાળી બનાવવી હોય તો તેની માવજત કરવા, દાઢીમાં નિયમિત કાંસકો ફેરવો, નારિયેળના તેલની અઠવાડિયામાં બે થી ત્રણ વાર માલિશ કરો અને દાઢીનો અલગથી કંડિશનર આવે છે નહીં તો દહીં અને મધનો ફેસપેક દાઢી પર લગાવો જેથી દાઢી સુંવાળી બનશે.

lifestyle

દાઢીમાં ચળ
અનેક પુરુષોને દાઢી પર ખીંજવાળની સમસ્યા રહે છે. આ માટે તમે ત્યાં એલોવેરા જેલ લગાવી શકો છો. તે સિવાય લીમડાની પેસ્ટ અને નાળિયેરના તેલને પણ મિક્સ કરીને લગાવી શકો છો. અને શીટા બટરના ક્રીમથી મસાજ કરવાથી પણ આ સમસ્યામાં રાહત રહે છે.

lifestyle

દાઢીના ખીલ
પુરુષોને ધણીવાર દાઢીમાં અનેક ખીલ થઇ જતા હોય છે. જે બતાવે છે કે તમે દાઢીને ચોખ્ખી નથી રાખતા. તે માટે ટી ટ્રી ઓઇલ, ચંદનનો લેપ કે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો.

lifestyle
English summary
how to maintain good beard easy tips
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X