• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેવી રીતે બનાવશો હોમમેડ સનસ્ક્રીન

|

આવી રીતે ઘરે બનાવો પ્રાકૃતિક સનસ્ક્રીન લોશન શિયાળાના દિવસો હવે થોડા જ દિવસમાં પૂરા થઇ જશે અને માર્ચ એપ્રિલ સુધીમાં તપ તપતી ગરમી આવી જશે. ત્યારે સનટેન ના લાગે તે માટે આ વર્ષે પણ શું તમે મસમોંધા સનસ્ક્રીમ ખરીદશો કે પછી એક સ્માર્ટ ગુજરાતીની જેમ ઘરે જ સનસ્ક્રીમ બનાવીને પૈસા પણ બચાવશો અને ત્વચા પણ સંભાળશો.

હવે તમને થશે ઘરે સનસ્ક્રીન ક્રીમ બનાવવાથી શું તે ફાયદાકારક રહેશે. શું ખરેખરમાં ઘરે પણ સનસ્ક્રીન ક્રીમ બનાવી શકાય છે. તો મારો જવાબ છે હા. કારણ કે આજે હું તમને ઘરે પ્રાકૃતિક વસ્તુઓથી બનાવવામાં આવતા સનસ્ક્રીમ વિષે જણાવીશ, જે ઓર્ગેનિક પણ છે અને તેનાથી તમારી ત્વચા સૂર્યના હાનિકારક કિરણોથી બચી પણ શકશે. તો જાણો કેવી રીતે બનાવશો ઘરે સનસ્ક્રીન લોશન. વાંચો અહીં...

સનસ્ક્રીન ઓઇલ રેસીપી

સનસ્ક્રીન ઓઇલ રેસીપી

આ સનસ્ક્રીન તેલ જેવું બનશે. તેમાં તમારે 1/2 કપ નારિયળ તેલ, 15 ઓલિવ ઓઇલનું બૂંદ, 7 કૈરટ સીડની બૂંદને એક કાચની બોટલમાં ભરે હળવું હલાવો. વળી તે લાંબા સમય સુધી ખરાબ પણ નહીં થાય.

વોટર પ્રૂફ સનસ્ક્રીન

વોટર પ્રૂફ સનસ્ક્રીન

1/4 અવાકોડા તેલ, 1/4 નારિયળ તેલ, 1/4 શિયા બટર, 1/4 બીવેક્સ, 2 નાની ચમચી જિંક ઓક્સાઇડ, 15 ટીપા કૈરટ સીડ ઓઇલ

રીત- ધીમાં તાપે નારિયળ, બી વેક્સ, શિયા બટરને પીગાળો પછી તેમાં બાકીની સામગ્રી નાખો પેસ્ટ બનાવો. ગેસ બંધ કરો. જારમાં ભરો (ધ્યાન રાખજો તેલ બહુ ગરમ ના થવું જોઇએ.)

એલોવેરા સનસ્ક્રીન

એલોવેરા સનસ્ક્રીન

આ બનાવવા માટે 1 કપ એલોવેરા જ્યૂસ, 1/4 કપ અવકાડો તેલ, 15 ટીપા કૈરટ સીડ તેલ અને 10 મિરાહ તેલના ટીપા. તમામ સામગ્રીને મીક્સ કરો અને પછી લગાવો.

શિયાબટર સનસ્ક્રીન

શિયાબટર સનસ્ક્રીન

અડધો કપ શિયા બટર, 1/3 નારિયળ તેલ, 15 ટીપા કૈરટ સીડ ઓઇલ, 2 ચમચી જિંક ઓક્સાઇડ. નારીયર તેલ અને શિયાબટરને પીગળાવીને તેમાં નીચેની તમામ વસ્તુઓ નાંખો. ક્રીમ ટેક્સચર બન્યા બાદ તેનો ઉપયોગ કરો.

એસપીએફ

એસપીએફ

શિયા પર તમને ઓછામાં ઓછી તમને SPF 6 માત્રા મળશે. તો નારિયળ તેલથી SPF 10 અને અવકાડોમાં એસપીએફ 8 તો કૈરટ સીડમાં લગભગ SPF 40 હોય છે.

ટિપ્સ

ટિપ્સ

જો તમારી ત્વચામાં ડાધ, સ્ક્રેચ કે સનબર્ન હોય તો સનસ્ક્રીનમાં જિંક ઓક્સાઇડ ના નાખો. જો તમારી ત્વચા સારી હોય તો જ જિંક ઓક્સાઇડ મેળવો.

English summary
Now, there is no need to buy a sunscreen, if you can make your own sunscreen at home easily. Yes, you read it right. There are some natural ingredients that have a natural sun protecting factor (SPF).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more