• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવરાત્રિમાં કંઇક આ રીતે કરો મેકઅપ

By Kumar Dushyant
|

25 ડિસેમ્બર એટલે કે આજથી નવદિવસીય નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે અને આ દરમિયાન પોતાની સુંદરતા માટે તમારે સારા કપડાંની સાથે-સાથે યોગ્ય મેકઅપ ટિપ્સ પણ જરૂરી છે. અહીં કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે જેના દ્વારા તમે તમારા રૂપને નિખારી શકો છો.

ચહેરાને ઉજળો બનાવો

ચહેરાને ઉજળો બનાવો

સૌથી પહેલાં ચહેરા પર બેસ ફાઉન્ડેશન લગાવો જેથી તમારા ચહેરાને એક નવી ચમક મળશે જે આ ઉત્સવ માટે ખૂબ જ જરૂરી છે. ચહેરાને ચમકાવવા માટે જરૂરી છે. ફાઉન્ડેશનમાં લિક્વિડ ક્રીમ ભેળવી તથા તમારા ગાલોના હાડકાંને ઉપસાવીને તમારી ત્વચામાં નિખાર લાવી શકાય છે તથા તેને ચમકાવી શકાય છે. જ્યારે તમને એવું લાગે કે હવામાનના લીધે તમારી ત્વચા ચમકહીન દેખાઇ રહી છે ત્યારે તમે આ સલાહનો ઉપયોગ કરી શકો છો.

સારી રીતે સમન્વય

સારી રીતે સમન્વય

તમારે તમારા વસ્ત્રોની સાથે મેચિંગ કરવાની જરૂરિયાત નથી પરંતુ એવા રંગોની પસંદગી કરો જે તમારા વસ્ત્રોની સાથે હળીમળી જાય. આછા રંગની લિપસ્ટીકની સાથે તેની સાથે તે રંગની નેલ પોલિશ ખૂબ જ સારી લાગે છે. હોઠોં અને નખ પર ગુલાબી અથવા લાલ રંગ સારો લાગે છે. ઘાટ્ટા રંગની લિપસ્ટિક તમારી સુંદરતામાં નવા પરિણામ જોડી શકો છો તથા તમારી આંખોના રંગને વધુ પ્રભાવશાળી રીતે બતાવી શકો છો. મેકઅપના ટચઅપ માટે તમારી લિપસ્ટિક અથવા ગ્લૉસને હંમેશા પોતાની પાસે રાખો.

આંખોનો જાદૂ

આંખોનો જાદૂ

આકર્ષક દેખાવવા માટે આંખોનો મેકઅપ યોગ્ય હોવો જરૂરી હોય છે. તે સારી રીતે પ્રદર્શિત થવી જોઇએ તથ એવી દેખાવવી જોઇએ જે તમારા રૂપને નિખારી શકે તથા તમારા ચહેરા અનુસાર દેખાઇ. તમારા પાંપણોનું આકર્ષણ વધારવા માટે કાળા રંગ ઉપરાંત અન્ય કોઇ રંગના મસ્કારા લગાવો. તમે બ્લ્યૂ, ગ્રીન અથવા પર્પલ કલરના મસ્કારા લગાવીને પોતાના ચહેરાને આકર્ષક બનાવી શકો છો તથા લોકો એ જોઇને આશ્વર્યચકિત થઇ જશે કે તમે કેવી રીતે થોડા પ્રયત્નથી તમારા મેકઅપનો કંઇક અલગ બનાવ્યો છે. બ્લ્યૂ રંગ માટે ઇગ્લેટ કલર પ્લેના મસ્કારાનો ઉપયોગ કરો.

હેર સ્ટાઇલ

હેર સ્ટાઇલ

જો તમે નાચવામાં, ઘરના કામમાં અથવા ધાર્મિક કામોમાં વ્યસ્ત છો તો તમે વાળને ઉપરની તરફ એ પ્રકારે બાંધીને રાખો કે તે તમારા ચહેરા પર ન પડે. એ વાતનું ધ્યાન રાખો કે જો તમારું માથું પહોળું છે તો તમે તમારા ચહેરા પર કેટલાક વાળ રહેવા દો જેથી તમારા ચહેરાને એક સૉફ્ટ લુક મળશે. તમે ફ્રેંચ ચોટી પણ બનાવી શકો છો અથવા એક ચોટી બનાવી શકો છો તથા તેને પારંપરિક ગજરાથી પણ શણગારી શકો છો. વાળને અડધા ખુલ્લા રાખવા માટે તમે ઉપરની તરફ વાળને સીધા તથા બાકીના વાળને ઘુંઘરાળા રાખી શકો છો. ત્યારબાદ તેની હાફ પોની બનાવો તથા ક્લિયર ઇલાસ્ટિક બેંડનો ઉપયોગ કરો.

English summary
The nine-day festival of Navratri is about to begin from September 25 and in order to enhance your looks, you need the right make-up tips.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more