For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખીલ, ડાઘા, કરચલી જેવી સ્કીનની ઘણી બધી સમસ્યા દાડમના તેલની થઈ જશે ગાયબ, જાણો લગાવવાની સાચી રીત

દાડમના બીજનુ તેલ સ્કીન પર લગાવવાથી ખીલ, ડાઘા, કરચલી, વાળમાં ડેન્ડ્રફ જેવી સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. આવો જાણીએ તેને લગાવવાની યોગ્ય રીત.

By Desk
|
Google Oneindia Gujarati News

Pomegranate Oil For Skin: શરીરમાં આયર્નથી લઈને ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં દાડમ ખૂબ જ ઉપયોગી અને હેલ્ધી ફળોમાંનુ એક છે. દાડમની જેમ જ તેમાંથી તૈયાર થતુ તેલ પણ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. ખીલ મુક્ત, ડાઘ વિનાની અને ચમકતી સ્કીન માટે તમે રોજ પોતાના ચહેરા પર દાડમના બીજનુ તેલ લગાવી શકો છો. આવો જાણીએ દાડમનુ તેલ લગાવવાના ફાયદા અને તેને લગાવવાની યોગ્ય રીત.

કરચલીથી છૂટકારો

કરચલીથી છૂટકારો

દાડમના બીજના તેલમાં ઓમેગા-5 ફેટી એસિડ અને ફાયટોસ્ટેરૉલ્સ હોય છે, જે તમારી ત્વચામાં કોલેજનનુ ઉત્પાદન વધારી શકે છે. ચહેરા પર દાડમના બીજનુ તેલ નિયમિત રીતે લગાવવાથી તમારી ત્વચા પરથી વધતી ઉંમરના સંકેતો ઓછા થઈ શકે છે. જો તમે રોજ સૂતા પહેલા ચહેરા પર દાડમના બીજનુ તેલ લગાવો તો તે કરચલીઓ, ફાઈન-લાઈન્સ ઘટાડવામાં મદદ કરી શકે છે.

ખીલ અને ડાઘાને કરે દૂર

ખીલ અને ડાઘાને કરે દૂર

દાડમના બીજનુ તેલ ત્વચા પર ખૂબ જ ઝડપથી શોષાઈ જાય છે. તે આ છિદ્રોને ઊંડે સુધી સાફ કરે છે. વળી, દાડમના બીજમાં એંટી-ઈંફ્લેમેટરી અને રિસ્ટોરેટિવ ગુણ હોય છે, જે તમારી ત્વચામાંથી ખીલની સમસ્યાને ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે જ્યારે પણ તમે દિવસ દરમિયાન ફેસવોશ કરો ત્યારે મોઈશ્ચરાઈઝરની જગ્યાએ આ તેલ ચહેરા પર લગાવો. આનાથી તમને વધુ સારા પરિણામો મળશે.

સ્કીનને રાખે હાઈડ્રેટ

સ્કીનને રાખે હાઈડ્રેટ

શિયાળામાં ડ્રાય સ્કિનની સમસ્યાને ઓછી કરવા માટે દાડમના બીજનું તેલ ચહેરા પર લગાવો. તે તમારી ત્વચાને ઊંડે સુધી મોઇશ્ચરાઇઝ કરી શકે છે. તેમાં હાજર ઓમેગા 6 અને પામીટિક એસિડ હળવા હાઇડ્રેટિંગ અસર બનાવે છે, જે ત્વચાના સ્તરોને શુષ્ક થવાથી બચાવે છે.

સ્કીનની બળતરા ઘટાડે

સ્કીનની બળતરા ઘટાડે

દાડમના બીજના તેલમાં ઓમેગા 5 (પ્યુનિક એસિડ), ઓમેગા 9 (ઓલીક એસિડ), ઓમેગા 6 (લિનોલીક એસિડ) અને પામીટિક એસિડ હોય છે, જે તેને એંટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મો આપે છે. તે ત્વચા પર થતી બળતરાને શાંત કરવામાં મદદરૂપ થઈ શકે છે. જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તો આ તેલને તમારા ચહેરા પર નિયમિતપણે લગાવો.

ડેન્ડ્રફથી છૂટકારો

ડેન્ડ્રફથી છૂટકારો

દાડમના બીજનુ તેલ તમારી ત્વચાને તો સુધારે જ છે, પરંતુ તે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ તેલને નિયમિત રીતે વાળમાં લગાવવાથી તમે ડેન્ડ્રફની સમસ્યાને ઓછી કરી શકો છો. વધુમાં દાડમના બીજનુ તેલ વાળને પોષણ પૂરુ પાડી શકે છે, જેનાથી વાળની ​​મજબૂતાઈ વધે છે. દાડમના બીજનુ તેલ ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને દાડમથી કોઈપણ પ્રકારની એલર્જી અથવા ફરિયાદ હોય તો નિષ્ણાતની સલાહ પર જ તેના તેલનો ઉપયોગ કરવો.

English summary
Pomegranate Oil benefits for skin, Know how to use it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X