Skin Care Tips : કાળા થઈ ગયા છે હાથ, આ ઘરેલુ ઉપાયથી મળશે છૂટકારો
Skin Care Tips : આજે અમે તમારા માટે શુગર સ્ક્રબ લઈને આવ્યા છીએ. ખાંડ અને લીંબુની મદદથી ડાર્ક આર્મ્સ સ્ક્રબ તૈયાર કરવામાં આવે છે. લીંબુમાં બ્લીચિંગ એજન્ટ હોય છે, જે તમારી ત્વચાના સ્વાસ્થમાં સુધારો કરે છે.
Skin Care Tips : દરેક વ્યક્તિ સુંદર દેખવા ઇચ્છે છે. આવામાં લોકો ઘણા સૌદર્ય પ્રસાધનનો ઉપયોગ કરે છે. આવામાં લોકો ચહેરા પર વધુ ધ્યાન આપે છે. જેથી તેમનો ચહેરો સુંદર થઇ જાય છે, પણ લોકો હાથને ભૂલી જાય છે. જે કારણે ચહેરા અને હાથમાં ફર્ક સ્પષ્ટ જોવા મળે છે. જેનાથી તમારી સુંદરતામાં પણ ઘટાડો થાય છે. આવામાં આજે આપણે તેનાથી છૂટકારો મેળવવાના ઉપાય જાણીશું.
ખાંડ ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે તે ટેનિંગને દૂર કરવામાં પણ મદદ કરે છે, જે તમારા હાથના રંગને સુધારે છે, તો ચાલો જાણીએ કે ખાંડનું સ્ક્રબ કેવી રીતે બનાવવું.....

સુગર સ્ક્રબ બનાવવા માટે જરૂરી સામગ્રી -
- 2 લીંબુનો રસ
- ખાંડ - 1 ચમચી
સુગર સ્ક્રબ કેવી રીતે બનાવવું?

પ્રથમ રીત
- લીંબુના ટુકડા પર ખાંડ લગાવો.
- જે બાદ તમે તેને લગભગ 7-10 મિનિટ સુધી તમારા હાથ પર લગાવીને સ્ક્રબ કરો
- આ પછી તમારા હાથને હૂંફાળા પાણીથી ધોઈ લો અને તેને સાફ કરો
- જે બાદ તમારા હાથ પર મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવવાનું ભૂલશો નહીં.
- શ્રેષ્ઠ પરિણામો માટે તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં 3-4 વખત કરી શકો છો.

બીજી રીત
- આ માટે એક બાઉલમાં ખાંડ અને લીંબુનો રસ નાખો.
- જે બાદ તમે તેને મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો.
- આ પછી તેને તમારા હાથ પર લગાવો અને લગભગ 7-10 મિનિટ સુધી સ્ક્રબ કરો.
- જે બાદ તમારા હાથને હુંફાળા પાણીથી ધોઈને સાફ કરો.
- આ પછી તમારે તમારા હાથ પર મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવવી આવશ્યક છે.
- શ્રેષ્ઠ પરિણામો માટે, તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં 3-4 વખત કરી શકો છો.












Click it and Unblock the Notifications
