• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આસારામ-નિત્યાનંદ પછી ફસાયા રાધે માં: જાણો તેમના 15 રહસ્યો

|

આસારામ અને નિત્યાનંદ જેવા સાધુઓ જ્યારે જેલના સળિયા પાછળ જાય છે ત્યારે ભારતના અનેક સાધુ સંતો પર આપણે આસ્થા ડગમગી જાય છે. ધણીવાર અનેક સાધુ સંતો ધર્મ અને ભક્તિની આડમાં અનેક કાળા કારનામાંને અંજામ આપે છે.

ત્યારે ફરી એક વાર એક સાધ્વીનું નામ પર પણ આવી જ રીતે વિવાદનો વંટાળ ઊઠ્યો છે. હાથમાં સોનાનું ત્રિશૂળ લઇને ભક્તોને ગુલાબનું ફૂલ આપતી રાધે માંની મુશ્કેલીઓ હવે વધી છે.

હાલમાં મુંબઇની એક વકીલે તેમની પર અશ્લીતતાનો આરોપ લગાવ્યો છે. તો વળી રાધે માં મુંબઇમાં જે ગુપ્તા નિવાસમાં રહે છે તે જ પરિવારની વહૂએ રાધેમાં સમેત અન્ય સાત લોકો પર દહેજની માંગ કરવાનો આરોપ લગાવીને તેમની મુશ્કેલીઓ વધારી છે.

ત્યારે પાછલા 10 વર્ષોમાં સાધ્વી તરીકે પોતાની એક આગવી ઓળખ ઊભી કરનાર રાધેમાંના વિષે કેટલાક રહસ્યો અમે તમને અહીં જણાવાના છીએ. તો જાણો રાધેમાંના આ રહસ્યો આ ફોટોસ્લાઇડરમાં...

રાધેમાંનું સાચું નામ

રાધેમાંનું સાચું નામ

ભારત પાક સીમા પર આવેલા દોરંગલાથી રાધેમાંની દુનિયા શરૂ થાય છે. તેમનું સાચું નામ સુખવિંદર છે. 18 વર્ષે તેમના પિતાએ રાધેમાં લગ્ન મનમોહન સિંહ સાથે કરાવ્યા. પતિના વિદેશ ગયા બાદ રાધેમાં સાધ્વી તરીકેના પોતાના જીવનની શરૂઆત કરી.

કપડાં સીવી ગુજારો

કપડાં સીવી ગુજારો

પતિના ગયા બાદ રાધેમાં નાના બાળકોને ટ્યૂશન આપી અને કપડાં સીવેને પોતાનું ગુજરાન ચલાવ્યું. 23 વર્ષે તેમણે દિક્ષા લીધી. મહંત રામાધીન પરમહંસે તેમને સાધ્વી તરીકે દિક્ષા આપી અને તેમને રાધે માંનું નામ પણ આપ્યું.

તંત્ર મંત્ર

તંત્ર મંત્ર

રાધે માં વિષે કહેવાય છે કે તે તંત્ર મંત્રમાં પણ પારંગત છે. મુકેરિયાના ડકોર ખાલસાના વૈરાગી સંત બીરમદાસ તેમને તંત્ર-મંત્રની સિદ્ઘિમાં પારંગત કર્યા છે.

બોલીવૂડ સ્ટાર્સ

બોલીવૂડ સ્ટાર્સ

મુંબઇના આલીશાન આશ્રમમાં રહેતી રાધે માંને ત્યાં અનેક બોલીવૂડ સેલેબ્રિટી અને ધનકુબરો લાઇન લગાવીને ઊભા રહે છે.

મહામંડલેશ્વર

મહામંડલેશ્વર

વર્ષ 2012માં રાધે માંને મહામંડલેશ્વર જાહેર કરવા પર પણ સાધુ સમાજમાં મોટો વિવાદ થઇ ચૂક્યો છે. વળી હાલમાં જ તેમનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તે બોલીવૂડ ગીત પર ડાન્સ કરતી જોવા મળી છે.

નવવધૂ રૂપ

નવવધૂ રૂપ

રાધેમાં હંમેશા નવવધૂની જેમ સજીને તૈયાર થાય છે. વળી તે સત્સંગ દરમિયાન તે ભક્તો સાથે ડાન્સ પણ કરે છે. વળી ભક્તોની સમસ્યાનું સમાધાન તે લાલ ગુલાબનું ફૂલ આપીને કરે છે.

કરોડો રૂપિયાની માલિક

કરોડો રૂપિયાની માલિક

પંજાબના સામાન્ય પરિવારમાં જન્મેલી રાધે માંના કાર્યક્રમો અને ચોકીઓને શાહી અંદાજમાં આર્ગનાઇઝ કરવામાં આવે છે. વળી ગ્લેમરસ રૂપમાં તેમનું સ્ટેજ પણ સજાવવામાં આવે છે. મુંબઇ, દિલ્હી, પંજાબ સમેત અનેક રાજ્યોમાં તેમના નામનું ટ્રસ્ટ પણ ચાલે છે.

વિદેશામાં પણ સંપત્તિ

વિદેશામાં પણ સંપત્તિ

દિલ્હી, મુંબઇમાં જ નહીં અમેરિકા, કેનેડા અને જાપનમાં પણ રાધેમાંના આશ્રમ છે અને તેમના નામ પર સંપત્તિ છે.

મીડિયા

મીડિયા

રાધે માં ગ્લોબલ મીડિયા એડ કારોબારથી પણ જોડાયેલી છે. મુંબઇમાં બોરિવલી વેસ્ટના રેલ્વે સ્ટેશનથી 10 મિનિટ દૂર આવેલ રાધે દેવી ભવનમાં તે રહે છે. જેને ગ્લોબલ મીડિયા કંપનીના માલિકે બનાવ્યું છે.

ઓછું બોલે છે

ઓછું બોલે છે

રાધેમાં પોતાને દુર્ગા માંનો અવતાર કહે છે. જો કે તે મોટે ભાગે મૌન વ્રત પાળવાનું વધુ પસંદ કરે છે.

ભક્તો

ભક્તો

રાધેમાં અને તેમના ભક્તો સત્સંગમાં ખૂબ ડાન્સ કરે છે. વળી કેટલીક વાર તેમના ભક્તો તેમને ખભા પર પણ ઉઠાવી લે છે.

કરોડપતિઓની દેવી

કરોડપતિઓની દેવી

રાધેમાં ના આલીશાન આશ્રમમાં અનેક કરોડપતિ ભક્તો આવતા જતા રહેતા હોય છે. જેમાં અનેક બોલીવૂડ સ્ટાર્સથી લઇને ઉદ્યોગપતિઓ પણ છે.

ગુડિયા

ગુડિયા

રાધે માંના પિતા તેને નાનપણમાં ગુડિયા કહીને બોલાવતા હતા. જો કે તેમની માતાનું નિધન નાનપણમાં જ થઇ ગયું હતું.

શિવભક્ત

શિવભક્ત

રાધે માંની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે હરિદ્વારની તેમની યાત્રામાં એક રાતે શિવજીએ રાધે માંને તેમના સપનામાં આવીને દર્શન આપ્યા. અને વરદાન આપ્યું કે માતાની 9 ચોકીઓ કરનાર અને રાધેમાં શુદ્ધ મન અને શ્રદ્ઘાથી માનનાર ભક્તોની શિવજી તમામ ઇચ્છાઓ પરીપૂર્ણ કરશે.

English summary
After several self proclaimed godman like Asaram Bapu and Swami Nityanand hit the headlines, for the first time a godwoman Radhe Maa landed into trouble.Here are the 15 facts about one of the most popular spiritual leaders of the country, Radhe Maa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more