19 વર્ષના યુવકની 72 વર્ષની પત્ની, અજબ પ્રેમની ગજબ કહાની

તમે પ્રેમકથાઓ તો અનેક વાંચી હશે પણ આ પ્રેમકથા છે ખરેખરમાં અલગ. બે વર્ષથી સુખી લગ્નજીવન માણી રહેલ આ દંપતી વચ્ચે ઉંમરનો 53 વર્ષનો ફરક છે.

તમે રૂપેરી પડદે તેવી અનેક ફિલ્મો જોઇ હશે જેમાં બે પ્રેમીઓની ઉંમરમાં ધણો ફરક હોય તે છતાં તેમનામાં અપાર પ્રેમ હોય. પણ સામાન્ય રીતે આવા તમામ કિસ્સામાં યુવકની ઉંમર વધારે હોય છે અને યુવતીની નાની. તેવું ભાગ્યે જ બનતું હોય છે જેમાં યુવકની ઉંમર નાની હોય અને યુવતીની મોટી. પણ જો તમારી વચ્ચે કુલ 53 વર્ષનું અંતર હોય તો? તો તમે જ કહેશો કે આવો પ્રેમ તો ટકે જ નહીં પણ આવું જ કંઇ થયું છે બે વર્ષથી ખુશી લગ્નજીવન જીવતા એક કપલ સાથે. અહીં મહિલાની ઉંમર છે 72 વર્ષ અને યુવકની ઉંમર છે 19 વર્ષ. અને બંને વચ્ચે 53 વર્ષનું અંતર છે. તેમ છતાં તેમની વચ્ચે જે રીતનો પ્રેમ છે તે જોતા ભલ ભલાના મગજ ચકરાઇ જાય તેમ છે.

love

આજ કારણ છે કે આ કપલનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. આ વાત છે ગૈરી હાર્ડવિકની જેની ઉંમર છે 19 વર્ષની અને તેની પત્નીની અલમેંડા ઇરેલની ઉંમર છે 72 વર્ષની. બંનેની મુલાકાત પહેલી વાર એક પિઝા રેસ્ટોરન્ટમાં થઇ હતી. અને બંને તેને પહેલી નજરનો પ્રેમ કહે છે. બર્થ ડે પાર્ટીમાં આ લોકો પહેલી વાર મળ્યા હતા. ડેલી મેલની ખબર મુજબ આ એક મુલાકાતે તેમનું જીવન જ બદલી નાંખ્યું. જો કે ભારત હોય કે વિદેશ આવા સંબંધોને સમાજ કદી નથી અપનાવતો અને આવું આ કેસમાં પણ થયું છે.

જ્યારથી ઇરેલે ગૈરી સાથે લગ્ન કર્યયા તેના પુત્રએ તેની માં સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી. ત્યાં જ ઇરેલના પૌત્ર-પૌત્રી પણ તેની સાથે વાત નથી કરી રહ્યા. લોકો માટે તેમના સંબંધને સ્વીકારવું મુશ્કેલ બની રહ્યું છે. હાલ તેમના પ્રેમને અભિવ્યક્ત કરતો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોને 10 લાખથી વધુ લોકો હજી સુધી જોઇ ચૂક્યા છે. અને આ વીડિયોમાં જોવા મળે છે બંને એકબીજાથી કેટલો પ્રેમ કરે છે. વળી આ વીડિયોમાં તે એકબીજાના અનુભવો પણ શેર કરી રહ્યા છે. તો તમે પણ જુઓ આ વીડિયો....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X