લાખોમાં વેચાઇ 32 રૂપિયાની આ બુક, જાણો આ બુકની ખાસિયત
Harry Potter book auction: ગુજરાતીમાં એક કહેવત છે, સંઘર્યો સાપ પણ કામ આવે. ઘણા લોકો એવા હોય છે, જેઓ જૂની વસ્તુઓનો સારો સંગ્રહ રાખે છે. જ્યારે યોગ્ય સમય આવે છે, ત્યારે આ અમૂલ્ય જૂની વસ્તુઓની સારી કિંમત મળે છે, જેનું અનુમાન પણ કરી શકાતું નથી.
આવો જ એક કિસ્સો બ્રિટનમાંથી સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. વાસ્તવમાં, અહીં 32 રૂપિયામાં ખરીદેલી બુક 11.26 લાખ રૂપિયામાં વેચાઈ છે, જે ખરીદનારનું કહેવું છે કે તે ખોટનો સોદો નથી.

26 વર્ષ બાદ પુસ્તક વેચાયું - એવું કહેવાય છે કે, જૂની વસ્તુઓ ક્યારેક સારા નસીબ લાવે છે. આવી જ એક કહાની આજકાલ પ્રકાશમાં આવી રહી છે, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. વાસ્તવમાં 1997માં પ્રકાશિત થયેલા એક પુસ્તકને લાઇબ્રેરી દ્વારા ખૂબ કાળજી સાથે રાખવામાં આવ્યું હતું, જે તેઓએ 11 લાખ રૂપિયામાં વેચ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ પુસ્તક 26 વર્ષ પછી વોલ્વરહેમ્પટન લાઈબ્રેરી દ્વારા વેચવામાં આવ્યું છે. ઘણી જૂની હોવાને કારણે પુસ્તક ઘણી જગ્યાએ ફાટી જતું હતું. આ જ કારણ હતું કે, થોડા દિવસો પહેલા, લાઇબ્રેરીએ આ પુસ્તક વેચતા પહેલા જ વાચકોને આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, બ્લૂમ્સબરીએ 1997માં આ પુસ્તકની 500 નકલો પ્રકાશિત કરી હતી, જેમાંથી 300 પુસ્તકો યુકેની તમામ લાઇબ્રેરીઓમાં વહેંચવામાં આવી હતી. 11 લાખમાં વેચાયેલું આ પુસ્તક તે પુસ્તકોમાંનું એક છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે પુસ્તક વેચાણ માટે બજારમાં પહોંચ્યું, ત્યારે તેની કિંમત ઘણી મોટી હતી, હેરી પોટરના ઘણા દિવાના ચાહકો આ પુસ્તકને ખરીદવા માટે ત્યાં પહોંચ્યા હતા.












Click it and Unblock the Notifications
