રોજ 500 લોકો પ્રપોઝ કરે છે તેમ છત્તા પણ સિંગલ છે આ યુવતી, કારણ જાણીને વિચારતા રહી જશો
હાલ ઈન્ટરનેટની પહોંચ વધતા ડેટિંગનું ચલણ સામાન્ય બની રહ્યું છે. હવે લોકો આસાનીથી પોતાના પાર્ટનર પસંદ કરીને ડેટિંગ કરતા જોવા મળે છે. જો કે આજે અમે તમને જે યુવતીની વાત કરવા જઈ રહ્યા છીએ તેને રોજ 500 લોકો પ્રપોઝ કરે છે. જો કે તેમ છત્તા તે કુવારી છે.
સામાન્ય સ્થિતીમાં ખૂબસૂરત છોકરીઓ છોકરાઓને વધુ પસંદ આવે છે તો ઓછી ખૂબસૂરત છોકરીઓ પર છોકરાઓ ધ્યાન આપતા નથી. જો કે આજે આપણે જે યુવતીની વાત કરી રહ્યા છીએ તેની સાથે ઉંધુ થઈ રહ્યું છે.
અહેવાલો અનુસાર, 22 વર્ષની જુલિયા મેડીરોસ એટલી ખૂબસૂરત છે કે છોકરાઓ તેની સાથે વાત કરતા ડરે છે. આ જ કારણ છે કે તે હજુ પણ સિંગલ છે. આ યુવતી કાઈલી જેનર જેવી દેખાતી હોવાથી ઓનલાઈન ખૂબ જ લોકપ્રિય છે. જો કે તેનો લુક જ તેેને નડી રહ્યો છે.

અહેવાલો અનુસાર, આ યુવતીનો દાવો છે કે તેને ડેટિંગ એપ પર રોજ ઘણા મેચ મળે છે પરંતુ વાસ્તવિક હકિકતમાં એક પણ છોકરો નથી મળતો તે કહે છે કે તેના કરતા ઓછી સુંદર છોકરીઓને પાર્ટનર મળી રહ્યા છે પણ તેને મુશ્કેલી થઈ રહી છે.
જુલિયાના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેના જણાવ્યા અનુસાર તેનો આકર્ષક દેખાવ લવ લાઈફ માટે પ્રોબ્લેમ બની રહ્યો છે. મિયામીની રહેવાસી જુલિયા તેના સોશિયલ મીડિયા અને કન્ટેન્ટ શેરિંગ એકાઉન્ટ દ્વારા દર મહિને 82 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે.
અહેવાલો અનુસાર, છોકરાઓ તેની સાથે વાત કરતા ડરે છે કારણ કે તેને રિજેક્ટ થવાનો ડર લાગે છે. ઓછી આકર્ષક છોકરીઓને તરત જ છોકરાઓ મળી જાય છે પરંતુ તેની સાથે વાત કરતા ડરે છે. પુરુષો તેની આસપાસ હોય કે તરત જ નર્વસ થઈ જાય છે. જુલિયા તેના પ્રેમ જીવનની એકલતા દૂર કરવા માટે કૂતરા પાળે છે. તેમનો સમય તેમની આસપાસ લઈ જવા અને તેમની સંભાળ રાખવામાં પસાર થાય છે.












Click it and Unblock the Notifications
