આ મહિલાની બોડી સામે સારા સારા બોડી બિલ્ડર ફિક્કા પડે છે, ફોટો ઈન્ટરનેટ છવાયા
હવે કહેવાય છે કે મહિલાઓ એ દરેક કામ કરી શકે છે જે પુરૂષો કરતા આવ્યા છે. આ વાતને એક મહિલાએ સારી રીતે સાબિત કરી છે. સામાન્ય રીતે બોડી બિલ્ડીંગ પુરૂષો જ કરતા આવ્યા છે પરંતુ આ મહિલાની બોડી સામે સારા સારા બોડી બિલ્ડર્સ ફિક્કા પડે છે.
જર્મનીમાં રહેતી આ બોડી બિલ્ડર મહિલા જેસિકા સીસ્ટ્રેમનું કહેવું છે કે પુરુષો તેના મસલ્સને એટલો પ્રેમ કરે છે કે તેઓ તેમની પૂજા કરે છે. જેસિકા જ્યારે માત્ર 14 વર્ષની હતી ત્યારે વેઈટલિફ્ટિંગ શરૂ કર્યું. તે મજબૂત બનવા માંગતી હતી અને હંમેશા એથ્લેટિક બોડીને સુંદરતા તરીકે જોતી હતી.

તે પ્રમાણિત વ્યક્તિગત ટ્રેનર અને ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ બોડીબિલ્ડીંગ એન્ડ ફિટનેસ પ્રોફેશનલ છે. જેસિકાએ હજારો ફોલોઅર્સ સાથે ઓન્લી ફેન્સ પેજ પણ બનાવ્યું છે.
જેસિકાએ ડેઈલી સ્ટાર સાથે વાત તરતા જણાવ્યુ કે, મને જાણવા મળ્યું કે એવા લોકો છે જે મારા શરીરને પ્રેમ કરે છે અને તેની પ્રશંસા કરે છે અને સ્પેશિયલ કનેટન્ટ માટે પે પણ કરશે. તે ઘણીવાર વર્કઆઉટ્સ, આર્મ રેસલિંગ, ફ્લેક્સિંગના વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે.
જેસિકાએ કહ્યું કે, એક પુરુષને અન્ય વ્યક્તિના મસલ્સની પ્રશંસા કરવી ગમે છે. સામાન્ય રીતે તે પુરુષો માટે જે મજબૂત સ્ત્રીને પસંદ કરે છે. મોટાભાગના છોકરાઓ મહિલા બોડીબિલ્ડર્સ અને મજબૂત મહિલાઓ માટે તેમનો પ્રેમ કોઈ સામે જાહેર કરતા નથી.












Click it and Unblock the Notifications
